________________
શ્રી શત્રુંજય સંબંધી દ્વિપ્રહર રામ બાણની કથા
ક્હયું કે તેને ઊંઘ આવતી નથી કેમ મરાય ? તે પછી કન્યાવડે પુછાયે છતે રામે પત્નીની આગળ પોતાના – ગામ – પિતા વગેરેને ત્યાં આવવા સુધીની વાતો કહી. તે પછી શ્રેષ્ઠ રત્નોવડે ગુણ ભરીને સાંજે પ્રિયાએ ક્યું કે મારા પિતાના ઘરમાં એક વેગવાલી ઊંટડી છે. તેની ઉપર ચઢીને જલદી દૂર જઈને આ મણિઓવડે સુખપૂર્વક રહીશું. આથી તે વખતે રામે પત્નીનું વચન પ્રગટપણે બૂલ કર્યું ઊંટડી પર ચઢીને રામ પત્ની સહિત માર્ગમાં ચાલતાં જ્યારે મોટી અટવીમાં ગયો. ત્યારે બન્નેને તરસ લાગી. ઊંટડી પરથી ઊતરીને રામ પાણી પીવામાટે વાવની અંદર પેઠો, ત્યારે વૃક્ષ ઉપરથી ચોર ઊતર્યો, ઊંટડી પર ચઢીને તે સ્ત્રી સાથે ચાલતો માર્ગમાં પુછાયો કે તું કોણ છે ? તે વખતે તે બોલ્યો કે દેખતાં છતાં જોતાં જોતાંને હરણ કરનાર એવો હું ચોર છું.
૩૫૯
જો તું મારી પ્રિયા થશે તો સુખી થશે. પોતાના શીલનું રક્ષણ કરવા માટે તેણીએ તેની આગળ ક્હયું કે પહેલો પતિ ગયો અને જેથી તું આવ્યો. મેં ઉજયિની નગરીમાં કાલિકાદેવીની આગળ માનતા કરી હતી કે જો મારો બીજો શ્રેષ્ઠ પતિ થશે. તો તારી પૂજા વિના પતિની સાથે ભોગ કરીશ નહિ. તે પછી ઉજયિની નગરીમાં જઇને રામના પિતાનું ઘર પૂછીને તેના ઘરમાં જઇને ઊંટડી ઉપરથી ઊતરીને આવી. સાસુ અને સસરાનાં ચરણોમાં નમીને જેટલામાં આગળ ઊભી રહી તેટલામાં તે બન્નેએ જણાવ્યું ( પૂછ્યું ) તું કોની સ્રી છે ? તે હે ! તેણીએ ક્હયું કે તમારા પુત્રની રમા નામની હું સ્ત્રી છું. તે બન્નેએ ક્હયું કે હે સજજન સ્ત્રી ! તું મારા પુત્રની પત્ની કેવી રીતે છે? તે પછી તેણીએ રામ સાથે થયેલો વિવાહ સંબંધ જ્યારે ક્હયો ત્યારે તે બન્ને અનુક્રમે હર્ષ ને ખેદ પામ્યાં.
તે બન્નેએ ક્હયું કે અમને બન્નેને પુત્ર કેવી રીતે મળશે ? તે કહે. તેણીએ ક્હયું કે તમારો પુત્ર રામ કુશલ એવો આવશે. તે પછી તે બન્નેવડે કાઢી મુકાયેલો ચોર જલદી વનમાં જઈને યોગી થઇને હેમપુર નગરમાં કુંભારના ઘરે ગયો. આ બાજુ રામ પણ રત્નોનાં ચાલ્યા જવાથી ભયવાલો યોગીના વેશને ધારણ કરનારો પહેલાં કુંભારનાઘરમાં આવીને સમાધિવડે રહયો. પરસ્પર આદેશ આદેશ એ પ્રમાણે કહીને નમસ્કાર પૂર્વક તે વખતે બન્ને બેઠા અને પોતપોતાનો વૃત્તાંત બોલવા લાગ્યા. પહેલાં આવેલા યોગીએ ક્હયું કે તું કોણ છે ? અહીં કેમ આવ્યો છે ? અને તું ક્યા વૈરાગ્યથી યોગી થયો છે ? તે હમણાં હે. બીજા યોગીએ ક્હયું કે હું ચોર કન્યા સહિત શ્રેષ્ઠ ઊંટડી લઇને અવંતિમાં ગયો. તેથી હું અત્યંત હર્ષિત ચિત્તવાલો થયો. તેટલામાં શ્રેષ્ઠ બ્રાહમણના ઘરમાં મધ્યમાં જઈને બળાત્કારે અને છલથી રત્નની ગુણયુક્ત ઊંટડી બ્રાહ્મણે ગ્રહણ કરાવી. આથી હું લોકમાં તિરસ્કાર કરાયેલો સર્વ ધનને તે વખતે છોડી દઇને અત્યંત દુ:ખી થયેલો હમણાં અહીં આવ્યો, અને તને મલ્યો.
પોતાની સ્ત્રીને સતી જાણીને યોગીને ચોર જાણીને પોતાના ચિત્તમાં હર્ષ પામ્યો. ચક્રવાક પક્ષી જેમ પોતાની ચક્વાકી પત્નીને જોઇને હર્ષ પામે તેમ. ચોર યોગીએ ક્હયું કે તું કોણ છે ? તે પછી રામે છ્યું કે કુસુમપુરમાં અમે પાંચ ભાઇઓ હતા, ચાર ભાઇઓવડે તિરસ્કાર કરાયેલો વિરાગવાળો હું યોગી થયો. તે ચોર યોગીએ સાચું માન્યુ રામવડે વિચારાયું કે જે સારું અથવા ખોટું વિચારાય છે, તેને તે સારું અથવા ખોટું થાય છે. તે પછી બીજે ઠેકાણે જઇને યોગીનો વેષ છોડીને તે રામે ત્રણ લાખ સોનામહોરવડે શહેરમાં એક મણિ વેચ્યો હયું છે કે : -