________________
પ્રતિમાના અસંખ્ય ઉધ્ધારની કથા
૩૫૩
સંઘપતિને બાહાઅંગમાં અને મનમાં પણ સ્નાન કરાવ્યું. તે પછી હસ્તિસેન રાજાએ સર્વ જિનમંદિરોમાં જિનેશ્વરોની પૂજા કરી અને શ્રેષ્ઠ સ્તવનોવડે સ્તુતિ કરી. તે પછી તે પર્વતપર હસ્તિસેન રાજાએ શ્રી પાર્શ્વનાથ પ્રભુનું મોટું મંદિર કરાવી પ્રભુનું બિંબ સ્થાપના ક્યું. તે પછી સિધ્ધગિરિનાં બીજાંશિખરે પર હસ્તિસેન રાજાએ ઘણા દ્રવ્યનો વ્યય કરીને જિનમંદિરો કરાવ્યાં. તે પછી હસ્તિસેન રાજાએ ગુસ્સહિત સંઘનું અન્ન – પાન અને ઉત્તમ વસ્રઆપવાવડે ગૌરવ ક્યું. તે પછી પોતાના નગરમાં આવીને પોતાના પુત્રને રાજય આપીને હસ્તિસેન રાજાએ શ્રી પાર્શ્વનાથ જિનેશ્વરની પાસે દીક્ષા લીધી. તીવ્ર તપ કરતા શ્રી શત્રુંજયગિરિઉપર આવીને અનુક્રમે એક વખત હસ્તિસેન રાજર્ષિએ પ્રભુની આગળ ધ્યાન ક્યું. શુક્લધ્યાન કરતા હસ્તિસેન રાજષને સર્વકર્મનો ક્ષય થવાથી પાંચમું ક્વલજ્ઞાન ઉત્પન્ન થયું. તે વખતે ધ્યાનયુક્ત એવા તે ઘણા મુનીશ્વરોને સર્વકર્મની પરંપરાનો ક્ષય થવાથી પાંચમું વલજ્ઞાન ઉત્પન્ન થયું. અને ત્યાં આયુષ્યનો ક્ષય થવાથી ઘણા સાધુસહિત હસ્તિસેન રાજર્ષિ મુક્તિ પામ્યા ત્યારે દેવોએ મહોત્સવ .
પ્રતિમાના અસંખ્ય ઉદ્ધારનીકથા સંપૂર્ણ
શ્રી શત્રુંજયના ઉદ્ધારની કથા.
લલિત નામના નગરમાં ભીમસેન શ્રેષ્ઠીને પવિાની નામની પ્રિયા છે. તેણીએ કામદેવ સરખા ચંદ્રકુમાર નામના પુત્રને જન્મ આપ્યો. પુત્ર વૃધ્ધિ પામ્યો ત્યારે તે ઘરમાં લક્ષ્મી દિવસે દિવસે વધવા લાગી. તેથી શેઠ લક્ષ્મીવડે કુબેર સરખો થયો. એક વખત શેઠે લક્ષ્મીપુર નગરમાં સોમ ધનપતિની પુત્રી કમલા સાથે (પુત્રનો) સારા દિવસે વિવાહ મેળવ્યો. લગ્ન લઈને એક વખત ઘણા સજજન સહિત ભીમ રેશમી વસ્ત્રોવડે સુવર્ણમય શ્રેષ્ઠ એવાં ભૂષણોથી ભૂષિત – સુવર્ણ અને રત્નથી શોભતાં એવાં શિંગડાઓવડે – સાંકળથી આશ્રિત એવા ગળાવાલા – બળદોડે ઘણા રથોને સુશોભિત ક્ય શેઠ જયારે ચાલતો ચાલતો લક્ષ્મીપુર નગરના ઉધાનમાં આવ્યો ત્યારે સોમે વિચાર્યું કે આ શેઠે બળદોને શણગાર્યા છે. તેથી હું પણ તેવી રીતે ગૌરવ કરું જેથી ગર્વને ધારણ કરતો ભીમ ને માર્ગમાં આવ્યો.
આ પ્રમાણે વિચારીને શ્રેષ્ઠ – રત્ન – રુપાને સુવર્ણના સુંડલા (ટોપલા) ભરીને રોક્ત બળદોને ખાવા માટે રમતમાત્રમાં મોલ્યા. ત્યારે ભીમે હયું. બળદો ઘાસ ખાય છે. સોનું - રત્ન આદિ વૈભવ મારા બળોએ ક્યારે પણ, ખાધો નથી સોમે કહ્યું કે તમારા બળથે સોનાવડે અને રોવડે શણગારેલા છે. આથી તેઓ અમારો (આ) ચારો કંઇક ખાશે આથી મેં મણિ – સુવર્ણ ને પાથી ભરેલા સુંડલા (ટોપલા) બળદના ચારા માટે મોલ્યા છે. હે ભીમ ! તે અવધારણ કશે. (નકકી કશે.) ભીમે કહ્યું કે મેં શોભાને માટે આ બળદોને મણિ – સુવર્ણ – રત્નને