Book Title: Shatrunjay Kalpa Vrutti Part 01
Author(s): Shubhshil Gani, Mahabhadrasagar, Kapurchand R Varaiya
Publisher: Shraman Sthaviralay Aradhana Trust
View full book text
________________
૭પ૧
જ
પ્રતિમાના - અસંખ્ય - ઉમરની સ્થા
S
એક વખત પાર્શ્વનાથ તીર્થંકર પૃથ્વીતલ ઉપર ભવ્યજીવોને પ્રતિબોધ કરતાં ઘણા સાધુઓ અને દેવોવડે સેવાયેલા શ્રી સિધ્ધગિરિ ઉપર સમવસર્યા. ત્યાં દેવોવડે– પું– સુવર્ણને રત્નમય ત્રણ ગઢ કરાયા ત્યારે તેમાં બેઠેલા એવા પ્રભુએ આ પ્રમાણે ધર્મોપદેશ ક્ય
आदित्यस्य गतागतैरहरहः संक्षीयते जीवितं, व्यापारै बहुकार्यभारगुरूभिः कालोऽपि न ज्ञायते। दृष्ट्वा जन्मजराविपत्तिमरणं त्रासश्च नोत्पद्यते, पीत्वा मोहमयीं प्रमादमदिरामुन्मत्तभूतं जगत्॥ जइ धम्मक्खर संभलइ, नयणे निद्द न माइ। वत्त करंता मरकलई, कवकइं रयणि विहाई॥ अनादि भवपाथोधि - तारकोऽयं शिवाचलः। यं श्रयन्ति जना भव्या, नाभव्या: स्प्रष्टमप्यहो॥ सर्वतीर्थमयोऽद्रीशो, विमलो विमलात्मनाम्। दुर्गतिद्वितयं हन्ति - दृष्टमात्रोऽर्चया तु किम् ? ॥ नामुष्य तीर्थतोऽप्युच्चो, विद्यते कनकाचलः । अत्रस्थैरत्वरितं मुक्तिः, प्राप्यते दूरगापि हि॥
હંમેશાં સૂર્યના ગમનાગમનવડે ( ઉદય ને અસ્તવડે) જીવિત ક્ષય પામે છે. ઘણાં કાર્યોના ભારથી મોટા એવા વ્યાપારેવડે કાલ પણ જણાતો નથી. જન્મ – જરા – વિપત્તિ અને મરણ જોઈને ત્રાસ ઉત્પન્ન થતો નથી. મોહમય પ્રમાદમદિરાનું પાન કરીને જગત ઉન્મત્ત (ગાડું) થયું છે. ધર્મના અક્ષરો સાંભળતાં નેત્રમાં નિદ્રા માતી નથી. વાત કરતા આનંદ પામે છે. અને કેમેય કરીને રાત્રિ પસાર થાય છે. આ સંસાર સમુદ્ર અનાદિ છે. આ શ્રી સિધ્ધગિરિતારનારો છે. ભવ્યજનો જેનો આશ્રય કરે છે. અભવ્યજીવો જેનો સ્પર્શ પણ કરી શક્તા નથી. આ વિમલગિરિરાજ સર્વતીર્થમય છે. નિર્મલ આત્માઓને જોવા માત્રથી બે દુર્ગતિને હણે છે. પૂજાવડે તો શું? આ તીર્થ કરતાં નકાચલ (મેરુ) પણ ઊંચો (મોટો મહત્તામાં) નથી. અહીં રહેલા જીવોડે દૂર રહેલી એવી મુક્તિપણ જલદી પ્રાપ્ત કરાય છે.
આ પ્રમાણે જિનેશ્વરે કહેલું સાંભળીને ઘણા જીવો અને ઘણા રાજાઓએ ધર્મ ગ્રહણ કર્યો. અને મોક્ષ સુખને