Book Title: Shatrunjay Kalpa Vrutti Part 01
Author(s): Shubhshil Gani, Mahabhadrasagar, Kapurchand R Varaiya
Publisher: Shraman Sthaviralay Aradhana Trust
View full book text
________________
થાવાપુત્ર અને શુકસૂરિનો મુક્તિ જવાનો સંબંધ
૩૪૯ સર્વકર્મનો ક્ષય કરી મુક્તિનગરીમાં ગયા.આ પ્રમાણે થાવસ્ત્રાપુત્રસૂરિ વગેરે આચાર્યો, અસંખ્ય સાધુઓ શ્રી સિધ્ધગિરિ ઉપર આઠે કર્મનો ક્ષય કરી મુક્તિનગરીમાં ગયા.
થાવસ્ત્રાપુત્ર અને શુક્યુરિનો મુક્તિ જવાનો સંબંધ સંપૂર્ણ
શ્રી શત્રુંજયના અસંખ્ય ઉધારોની સ્થા
अस्संखा उद्धारा-असंख पडिमाउ चेइआसंखा। जहिं जाया जयउ तयं सिरिसत्तुंजयमहातित्थं ॥२४॥
જ્યાં અસંખ્ય ઉધ્ધારો થયા, જ્યાં અસંખ્ય પ્રતિમાઓ થઈ અને અસંખ્ય ચૈત્યો થયાં, તે શત્રુજ્ય મહાતીર્થ જય પામો. જે પર્વત ઉપર અસંખ્યાતા પ્રાસાદ અને બિંબના ઉધ્ધાર થયા. તે તીર્થ જય પામો. તે આ પ્રમાણે
ભરત વગેરે ઘણા રાજાઓએ મોક્ષને આપનાર શ્રી શત્રુંજ્ય તીર્થ ઉપર જે ઉધ્ધારો ક્ય તેઓની સંખ્યા મંદબુધ્ધિવાલો જરાપણ જાણી શક્તો નથી. તેઓમાંનાં કેટલાક ઉધ્ધારો ક્યનારા હમણાં લોકમાં સંભળાય છે ને જણાય છે. અયોધ્યા નગરીમાં (ઋષભદેવ) સ્વામીના વંશમાં ચંદ્રનામે પ્રૌઢ રાજા ઘણી સેનાથી યુક્ત થયો. એક વખત કમલાચાર્યની પાસે અરિહંતના ધર્મને સાંભળતા તેણે આ પ્રમાણે શ્રી સિધ્ધગિરિનું માહામ્ય સાંભલ્યું જોવાયેલો છે ગિરિ દુર્ગતિને હણે છે. નમન કરાયેલો જે બે દુર્ગતિને હણે છે. અને જે સંઘપતિ અને અરિહંતના પદને કરનારો છે, તે વિમલગિરિ જ્ય પામો.
સંઘપતિ પદમાં – મહાત્માત્ર - મહાપૂજા – ધ્વજ – આવારિકા અને સંઘપૂજા આ પાંચ કામો અનુક્રમે છે. (ક્તવ્યો છે.) દ્રાવિડ અને વારિખિલ્લ ૧૦ – ક્રોડ સહિત નિર્મલ ક્વલજ્ઞાન પામી અનુક્રમે શ્રી શત્રુંજય ગિરિ ઉપર મોક્ષમાં ગયા, જેવી રીતે પુંડરીક ગણધર ચૈત્રમાસની પૂનમના દિવસે મોક્ષમાં ગયા અને તેવી રીતે દ્રાવિડ– વારિખિલ્લ કાર્તિક માસની પૂનમે મોક્ષે ગયેલા છે. તે બે પર્વો કહયાં છે. સિંહ – વાઘ – સર્પ – ભિલ્લ – બીજાં પણ પક્ષીઓ અને બીજા પાપીઓ શ્રી શત્રુંજય તીર્થ ઉપર અરિહંતને જોઈને સ્વર્ગગામી થાય છે. ઉત્તમ ધર્મવાલા જેઓ શ્રી શત્રુંજય તીર્થઉપર યાત્રા કરે છે. તેઓ નિષ્ણે સ્વર્ગના સુખને પામી મોક્ષને પામે છે. જેઓ પ્રાસાદ કરાવે છે અને જિનમંદિરનો