Book Title: Shatrunjay Kalpa Vrutti Part 01
Author(s): Shubhshil Gani, Mahabhadrasagar, Kapurchand R Varaiya
Publisher: Shraman Sthaviralay Aradhana Trust
View full book text
________________
વચ્ચપુત્ર અને શુસૂરિનો મુક્તિ જવાનો સંબંધ
૩૪૭
એ પ્રમાણે યુક્તિથી રાજાએ ગુરુને સમજાવીને રોગના છેદ માટે ત્યાં તે વખતે ઔષધ મોલ્યું. પહેલાં નિરવધે ઔષધને કરતાં તે ઉત્તમ ગુરુ મધુર આહાર અને ઔષધ નિરંતર ખાય છે. (કરે છે.) પછી થ્ય અને અધ્યનો વિભાગ ર્યા વિના આહાર અને ઔષધ ખાતાં ગુરુરાજ જરાપણ અટક્યા નહિ. ઘણા દિવસ સુધી ઈચ્છા મુજબ વારંવાર ભોજન કરતાં તે આચાર્ય મહારાજ રસગૃધ્ધિથી (આસક્તિથી ) આહાર અને ઔષધ ખાવા લાગ્યા. અનુક્રમે રોગ ગયો ત્યારે પણ તે આચાર્ય સારા રસમાં લોલુપ પોતે લાવેલા અને સાધુએ લાવેલો તે (ખોરાક) ગળા સુધી ખાવા લાગ્યા. તે પછી હંમેશાં સાધુઓ ગુરુની આગળ આ પ્રમાણે ઉપદેશ આપતા હતા કે અગ્ય ખાવું ન જોઇએ. પોતાના હિતને ઇચ્છનારાઓએ હંમેશાં ધર્મરૂપી ઔષધ કરવું જોઈએ. ધર્મરૂપી ઔષધથી નિચે સ્વર્ગ વગેરે સુખની સંપત્તિઓ થાય છે. જ્હયું છે કે:
વ્યાધિ અને દુઃખના સમૂહથી આક્રમણ પામેલા જીવો યમરાજાના મંદિરમાં લઈ જવાય છે. દેવ – ગુરુને ધર્મ વિના પ્રાણીઓનું રક્ષણ કરનાર કોણ થાય? ધર્મ – જ્ઞાન – ચારિત્ર – તપ – દાન ને જપ વગેરે ગ્રહણ કરવા લાયક છે. અને મનુષ્યોનાં – દુઃખ અને શોને અંત કરનારા છે. એમ મુનિઓએ કહ્યું છે. ખરેખર આશ્ચર્ય છે કે ધર્મ વિના મરેલો એવો પણ પ્રાણી પોતાની જાતે હાથો ઘસે છે અને કપાળને હણે છે. (ફૂટે છે.)એ પ્રમાણે વૃધ્ધ સાધુઓવડે નિષધ કરાયેલા જ્યારે તે રસથી અટક્યા નહિ. ત્યારે એક પિચ્છિક નામના સાધુને મૂકીને તેઓ બીજે ઠેકાણે ગયા. આચાર્ય મહારાજ ભોજન કરીને ગાઢપણે રોજ સૂઈ જાય છે. જેથી તેઓ સાંજ – સવાર કે ધર્મધ્યાને જાણતા નથી.
કાર્તિકમાસમાં પૂનમના દિવસે એક વખત પિકિ સાધુ પ્રતિક્રમણ કરતાં ગુરુ મહારાજ સૂઈ ગયા ત્યારે ખમાવવા માટે હાથ મૂક્યો. અકસ્માતુ, હાથના સ્પર્શથી ઊઠી ગયેલા શીતલ આચાર્ય કહયું કે ક્યા પાપીએ હમણાં મને ઉઠાડ્યો? પિકિ મુનિ ગુનાં ચરણે લાગીને શિષ્ટ બુધ્ધિવાલા તેણે હયું કે આજે ચાતુર્માસિક પર્વ હોવાથી મેં ગુરુ એવા તમને ખમાવ્યા છે. મૂઢ બુધ્ધિવાલા મેં (જે) અપરાધ ર્યો હોય તે હિતને ઇચ્છનારા એવા તમારે હમણાં ક્ષમા કરવા યોગ્ય છે. હયું છે કે:
अज्ञानतिमिरान्धस्य - ज्ञानाज्जनशलाकया। नेत्रमुन्मीलितं येन - तस्मै श्री गुरवे नमः॥१॥ विना गुरुभ्यो गुणनीरधिम्यो - जानाति धर्मं न विचक्षणोऽपि। विना प्रदीपं शुभलोचनोऽपि - निरीक्षते कुत्र पदार्थसार्थम् ? ॥२॥
અજ્ઞાનરૂપી અંધકારથી અંધ થયેલાને જ્ઞાનરૂપી અંજનશલાકાવડે જેમણે નેત્ર વિકસિત (ખુલ્લું) ક્યું છે, તે શ્રી ગુરુને નમસ્કાર થાઓ. ગુણના સમુદ્ર એવા ગુરુ વિના વિચક્ષણ પુરુષ પણ ધર્મ જાણી શક્તો નથી. દીપક વિના સારી આંખવાલો પણ કોઈ ઠેકાણે પદાર્થના સમૂહને જોઈ શકતો નથી. ધિકાર છે કે ખમાવવાના બહાનાથી (દંભથી) મારાવડે ચાતુર્માસિક્તા પારણામાં તમે જગાડાયા. હેમામાં તત્પર એવા પૂજય તે તમે ક્ષમા કરો. આ પ્રમાણે શિષ્યનું વચન સાંભળી ચિત્તમાં લજજા પામેલા ગુરુ ચારિત્રને દૂષિત કરનાર આત્માને પોતાની જાતે અત્યંત નિંદા કરવા લાગ્યા. રસનેન્દ્રિયના ઘષવડે પાપી એવા મેં હમણાં નિષ્ણે ધર્મરૂપી માણિક્યને વિષે મલિનતા પમાડી. કહયું છે કે:- જીભમાં