________________
થાવસ્ત્રાપુત્ર અને શુસૂરિનો મુક્તિ જવાનો સંબંધ
૩૪૫
या देवे देवताबुद्धि-गुरौच गुरुतामतिः; धर्मेच धर्मधी: शुद्धा, सम्यक्त्वमिदमुच्यते॥१॥
ત્વે તેવતાવુદ્ધિ - સુર પુરુથી: પુનઃ,
अधर्मे धर्मधीरेव, मिथ्यात्वमिदमुच्यते॥२॥ દેવને વિષે દેવ બુધ્ધિ. ગુરને વિષે ગુરુપણાની બુધ્ધિ, અને ધર્મમાં જે શુદ્ધ ધર્મની બુધ્ધિ તે સમ્યક્ત કહેવાય છે. અદેવને વિષે દેવ બુધ્ધિ – કુમુને વિષે ગુબુધ્ધિ – અને અધર્મને સર્વિષ ધર્મની બુધ્ધિ તે મિથ્યાત્વ હેવાય છે. સુદર્શનના ગુરુ – શુક નામે પરિવ્રાજક હજાર શિષ્ય સહિત સુદર્શનને બોધ કરવા માટે જલદી આવ્યા. સુદર્શનની પાસે જઈને શુક પરિવ્રાજકે કહયું કે તે હમણાં પાખંડીની પાસે ધર્મ કેમ ગ્રહણ ર્યો છે? સુદર્શને કહયું કે થાવસ્ત્રાપુત્ર ગુરુ જ્ઞાની છે. ધ્યાનું પાત્ર છે. તેને મેં હમણાં ગુબુધ્ધિથી સ્વીકાર્યા છે. સપુરુષોએ તે ગુરુની સેવા કરવી જોઈએ, કે જે પોતે અપાર સંસારસમુદ્રને તરતાં બીજા ઘણાં લોકેને નિચ્ચે તારે છે.
भारीकम्मा जीवडा, जो बुज्झिस्सइ तो बुज्झ%; सयल कुटुंबह खायसि, माथाइ पडिसेह तुज्झ॥१॥ बाहिरि म जोइ, एखाइवा मेलावडो; धणकारणे सहुकोइ - तूं कारणी कोई नहीं॥२॥
હે ભારીકર્મી જીવડા ! તું બોધ પમાય તો બોધ પામ. આખું કુટુંબ ખાઈ જશે અને તેનું પાપ) તારા એકલાને માથે પડશે.. હે જીવડા ! તું બહાર ન જો. આ સર્વ કુટુંબરૂપી મેળો ખાવા માટે ભેળો થયો છે. ધનને માટે બધા મલેલ છે, પણ તે તારા માટે નથી. ધર્મને જાણનાર – ધર્મને કરનાર – ધર્મને પ્રવર્તાવનાર પ્રાણીઓને ધર્મશાસ્ત્ર બતાવનાર ગુરુ કહેવાય છે.
अक्खर अक्खइ किंपिन इहइं, चउगइ भव संसारह बीहइ। संजम नियमेहिं खण नवि मुच्चइ, साहम्मी सुहगुरु वुच्चइ॥१॥ दुहंथ घरिभज्जा, करिसण किज्जइ कवण सीस कवणु। गुरु भणिज्जइ मूढउलोओ- अयाणु भणिज्जइ (न बुज्झह) कद्दम कद्दमेण किमु सुज्झह॥२॥
જે કોઈ અક્ષર બોલતા નથી, ચારગતિ રૂપી સંસારથી બીએ છે. (ભય પામે છે.) સંયમ અને નિયમને સારવાર છેડતા નથી. તે સમાન ધર્મવાલાને શુભગુરુ કહેવાય છે. ઘર એ દુઃખરૂપ છે. ભાર્યા પણ દુઃખ રૂપ છેખેતી શા માટે કરવી? કોણ તેનો શિષ્ય અને કોણ તેનો ગુરુ છે? જાણતો એવો મૂઢલોક બોલે છે. પણ બોધ પામતો નથી. કાદવ