________________
૩૫ર
શ્રી શત્રુંજય-લ્પવૃત્તિ-ભાષાંતર
આપનાર વ્રત ગ્રહણ ક્યું. પ્રભુના વ્યાખ્યાનથી સર્પનોળિયા – હાથી ને હરણ બોધ પામ્યાં, અને ત્યાં રેવતવગેરે શિખરો ઉપર વિહાર કરીને ત્યાં સાધુઓ સહિત કાશી નગરીએ આવ્યાપ્રભુના ભાઈ હસ્તિસેન રાજાએ ઘણા રાજાઓ સહિત (ત્યાં) આવીને સ્વામીને પ્રણામ કરીને તે વખતે આદરથી આ પ્રમાણે ધર્મ સાંભલ્યો.
शत्रुज्जयः सुरेशार्चा - संयतत्त्वंच सद्गुरुः। सम्यक्त्वंशीलसाम्ये च शिवसौख्याय सप्तकम्। अनन्तभवसम्भूत दुष्कृतद्रोहकृगिरिः। शत्रुञ्जयःसिध्दिपदं, शाश्वत: सेव्यते न कैः ? ॥ मिथ्यात्वविषसङ्घात, जनं सम्यग्वचोऽमृतैः । निर्वापयन् गुरुर्ध्यात:, पातकान्तकरोऽङिगनाम्॥ तावज्जीवो भ्रमत्येव, भवेन्मिथ्यात्वमोहितः। सम्यक्त्वं न स्पृशत्येष, यावनि: शेषपापनुद्॥ जलत्यग्निर्विषं पीयू - षत्यत्राही रज्जति किं करन्ति सुरायस्मात् - तच्छीलं सेव्यमङिगभिः॥
શ્રી શત્રુંજય-સુરના ઈશ એવા પ્રભુની પૂજા-સાધુપણું સગુરુ – સમ્યક્ત શીલ અને સમતા આ સાત વસ્તુઓ મોક્ષસુખ માટે છે. આ શ્રી શત્રુંજયગિરિ અનંતભવથી ઉત્પન્ન થયેલાં પાપનો નાશ કરનાર છે. સિધ્ધિનું સ્થાન છે. શાસ્વત છે. તે કોનાવડે ન સેવાય? મિથ્યાત્વરૂપી વિષથી વ્યાપ્ત થયેલા લોકને વચનરૂપી અમૃતવડે સારી રીતે શાંત કરનાર એવા ધ્યાન રાયેલા ગુરુ પ્રાણીઓનાં પાપનો અંત કરનારા છે. મિથ્યાત્વથી મોહિત થયેલો જીવ ત્યાં સુધી જ ભ્રમણ કરે છે કે જયાં સુધી સમસ્ત પાપને દૂર કરનાર એવા સમ્યત્વનો સ્પર્શ ન કરે. (ત્યાં સુધી) જેનાથી અગ્નિપાણી રૂપ થાય છે. વિષ અમૃત રૂપ થાય છે. સાપ ઘરડારૂપે થાય છે. ને દેવતાઓ ચાકર જેવા થાય છે. તે શીલ પ્રાણીઓએ મેળવવું જોઇએ.
તે પછી હસ્તિસેનરાજાએ કહ્યું કે હે સ્વામિ! શ્રી સિધ્ધગિરિને વિષે ભવ્યજીવોવડે સંઘપતિપણે ક્વી રીતે પ્રાપ્ત કરાય? તે પછી પ્રાર્શ્વપ્રભુએ કહ્યું ઘણા સંઘને ભેગો કરીને દેવાલયમાં રથમાં) રહેલા જિનેશ્વરેને અને નગરને ગામમાં રહેલાં જિનેશ્વરોનાં જિનમંદિરોને વિષે પૂજન કરતો. (સંઘપતિ પદ મેળવે છે.) પછી શ્રી પાર્શ્વનાથ પ્રભુ પાસેથી સંધપતિનું તિલક કરાવતો રાજા પોતાના ઘણા વૈભવને સફલ કરતો હતો.
અનુક્રમે શ્રી શત્રુંજયગિરિ ઉપર જઈ જિનેશ્વરનું સ્નાત્ર કરીને સંઘપતિએ શ્રેષ્ઠ સુગંધી ફૂલોવડે પૂજા કરી. તે પછી જિનમંદિરમાં શિખર ઉપર ધજા ચઢાવીને રાજાએ અત્યંત વિસ્તારથી આરતીને મંગલદીવો ર્યો. તે પછી શ્રી આદિનાથ જિનેશ્વરની બે ચરણ પાદુકાઓને કેશરવડે પૂજીને શ્રી ઋષભદેવ પ્રભુની સ્તુતિ કરી. તે પછી આમલા જેટલા પ્રમાણવાલા મોતીઓવડે હસ્તિસેનરાજાએ હર્ષથી રાયણને વધાવી. તે વખતે રાયણવૃક્ષ દૂધના વરસાદથી જલદી