Book Title: Shatrunjay Kalpa Vrutti Part 01
Author(s): Shubhshil Gani, Mahabhadrasagar, Kapurchand R Varaiya
Publisher: Shraman Sthaviralay Aradhana Trust
View full book text
________________
ઉ૫૪
શ્રી શત્રુંજય-કલ્યવૃત્તિ-ભાષાંતર
પામય આભૂષણો વડે શણગાર્યા છે. તે પછી સોમે કહ્યું કે મેં વિચાર્યું હતું કે – આ પરણવા માટે આવેલા વર જે કારણથી વાસ્તવિક આર્ય (પૂજય) સારી રીતે જોવાય છે. તે પછી સુંદર ઉત્સવપૂર્વક તે બન્નેનો શ્રેષ્ઠ વિવાહ થયો.
સોમે ભીમના પુત્ર ચંદ્રને ઘણી લક્ષ્મી આપી... પુત્રને પરણાવીને ચાલતો ભીમ પદ્મપુર નજીક આવીને સજજનો સહિત ભોજન કરવા માટે ઊભો રહયો. તે વખતે તે ઉધાનમાં વર અને કન્યા શ્રી ઋષભદેવપ્રભુના મંદિરમાં શ્રી ઋષભદેવપ્રભુને નમન કરવા માટે સારા ઉત્સવ પૂર્વક ગયા. શ્રી ઋષભદેવને પ્રણામ કરી સ્તુતિ કરી જેટલામાં ઊભા રહયા તેટલામાં તે બન્ને વન્યાને મૂર્છા આવી સ્વજનોએ પવન વગેરે નાંખી સજજ ક્યા પ્રાપ્ત થયું છે જાતિસ્મરણ જેને એવાં તે બન્નેએ પોતાનો પૂર્વભવ જોયો. તે પછી માતા – પિતાએ વર અને કન્યાને બોલાવ્યાં. તે બંને બોલતાં નથી. દઢ મૌન ધારણ કરીને તે બન્ને ઊભાં રહ્યાં. તે વખતે હર્ષના સ્થાને વિષાદ થવાથી તે બન્નેને સાજા કરવા માટે ભીમ વણિકે મંત્ર – તંત્ર – ઔષધ આદિ ક્યું. તે વખતે ત્યાં શુભંકર નામે જ્ઞાની આવ્યા. તેમને વંદન કરી દેશના સાંભળી, તેમને (જ્ઞાનીને) શેઠે આ પ્રમાણે પૂછ્યું આ વર કન્યાએ શા માટે મૌન ક્યું છે? જ્ઞાનીએ કહ્યું કે આ નગરમાં ધન નામે શેઠ હતો. તેની રમાદેવી નામની પત્નીએ પુત્ર અને પુત્રીને જન્મ આપ્યો. જન્મોત્સવ ર્યો ત્યારે વૃધ્ધિ પામતાં તે અનુક્રમે યૌવન પામ્યા. આ બાજુ અકસ્માત રોગ ઉત્પન્ન થવાથી આરાધના કરી તે પુત્ર – પુત્રી અનુક્રમે શુભભાવથી મૃત્યુ પામ્યાં.
ધન શેઠશ્નો પુત્ર મરીને ભીમનો પુત્ર થયો. અને પુત્રી મરીને સોમ શેની પુત્રી થઈ. પતિ - પત્નીના ભાવને આશ્રય કરેલાં આ બન્નેએ પૂર્વભવનાં ભાઈ બહેનના ભાવને જાણીને તે બન્નેએ નિચ્ચે મૌન કર્યું છે. તે પછી શેઠે કહ્યું કે હે જ્ઞાની છેજેવી રીતે આ બન્ને બોલે તેમ તમારાવડે કરાય ! તે પછી જ્ઞાનીએ કહ્યું કે બોલતાં કરાયેલા આ બને નિચે સંયમ લેશે. શેઠે કહ્યું કે તમારવડે જલદી આ બને બોલતાં કરાય. તે પછી જ્ઞાનીએ કહયું કે તમે બને મૌન છોડીને તમારાં માતા – પિતાની આગળ હમણાં પોત પોતાના મનોરથ કર્યો. તે પછી તે બંનેએ મૌન છેડીને પ્રગટ અક્ષરપૂર્વક બોલ્યાંકે પૂર્વભવમાં અમારાં બંનેનો ભાઈ–બહેનનો ભાવ હતો. આ ભવમાં હમણાં પતિ – પત્નીનો ભાવ થયો છે. આથી અમારે હમણાં જલદી સંયમ ગ્રહણ કરવા યોગ્ય છે. તે પછી બને જ્ઞાનીની પાસે સંયમ લઈને સ્વર્ગ અને મોક્ષના સુખને આપનારું તીવ્ર તપ કરવા લાગ્યાં. તે વખતે તે પાપરહિત સંયમનું પાલન કરતી સરળ આશયવાલી તે કમલા સાધ્વીએ મનુષ્યભવ બાંધ્યો. તે પછી મરીને પત્ની સહિત ચંદ્ર અય્યત દેવલોકમાં ગયો અને દિવ્યદેહની કાંતિને ધારણ કરનારા દેવ તરીકે) ઉત્પન્ન થયો.
ત્યાંથી ચ્યવને રમાપુરી નગરીમાં નામના રાજાના પદ્મ અને ચંદન નામના મનોહર પુત્રો થયા. (પુત્રોએ) રાજય પામીને અનુક્રમે શ્રી શત્રુંજયગિરિ ઉપર અત્યંત વિસ્તારથી શ્રેષ્ઠ જિનમંદિર હર્ષવડે કરાવ્યું. એક વખત ચંદ્રસૂરિ પાસે સર્વજ્ઞ ભગવંતે કહેલા ધર્મને સાંભળીને દીક્ષા લઈને બને રાજપુત્રોએ તીવ્ર તપ કર્યું તપમાં પરાયણ તે બને પૃથ્વીતલઉપર વિહાર કરતા શ્રી શત્રુંજય ઉપર ગયા ને જિનેશ્વરે કહેલા ધ્યાનને કરવા લાગ્યા, ત્યાં પોતાનાં કમોનો ક્ષય કરી ક્વલજ્ઞાન પામી આયુષ્યના ક્ષયે તે બને મોક્ષ નગરીમાં ગયા.
શ્રી રણુંજયના ઉતારની કથા સંપૂર્ણ
www
.