________________
શ્રી શત્રુંજય-ક્લ્યવૃત્તિ-ભાષાંતર
મણિમય – માટીમય – પથ્થરમય અને લેખમય એવાં અસંખ્ય બિંબો થયાં છે, થશે અને છે. અસંખ્યાતા પ્રાણીઓ સર્વકર્મનોક્ષય કરીને મોક્ષ પામ્યાં છે. પામશે ને પામે છે. તેમાં સંશય નથી અનુક્રમે યાદવવંશમાં સોમચંદ્ર નામે રાજા થયા, તે જીર્ણદુર્ગમાં ( જૂનાગઢમાં ) એક મોટું જિનમંદિર શોભે છે. એક દિવસ તે નગરમાં જગતઉપર પ્રતિબોધ કરતાં ઘણા સાધુઓ સહિત ચંદ્રશેખરસૂરિ આવ્યા. તે વખતે તે રાજાવંદન માટે આવ્યો ત્યારે ગુરુએ અદભુત એવું શ્રી શત્રુંજ્યનું માહાત્મ્ય કહયું. જેમણે શ્રી શત્રુંજયગિરિઉપર વિસ્તારપૂર્વક યાત્રા કરી છે. તે જલદી મોક્ષ અને સ્વર્ગની સંપત્તિને પામે છે. તપવિના – દાનવિના – પૂજાવિના – માત્ર ભાવથી તે સિદ્ધક્ષેત્રનો સ્પર્શ અક્ષય સંપત્તિને આપે છે. ત્રણ જગતમાં શ્રી શત્રુંજયસમાન તીર્થ, આદિવ સરખાપ્રભુ અને જીવદયા સંરખો શ્રેષ્ઠ ધર્મ નથી, આ સાંભળીને રાજા ઘણા સંઘના લોકો સહિત મહોત્સવ કરતો શ્રી શત્રુંજ્યગિરિઉપર જિનેશ્વર પ્રભુને નમસ્કાર કરવા ગયો. પુષ્પોવડે પ્રથમ શ્રી ઋષભદેવને વિસ્તારપૂર્વક પૂજીને રાજાએ આરતી અને મંગલદીવો કર્યો. તે પછી રાજાએ સ્વામિનાં બે ચરણોને નમીને અને પૂજા કરીને રાયણવૃક્ષને શ્રેષ્ઠ મણિઓવડે વધાવ્યું. તે પછી રાજા ગુરુનાં ચરણનીપાસે ધર્મ સાંભળવા માટે જ્યારે ગયો ત્યારે ગુરુએ આ પ્રમાણે શ્રી સિદ્ધગિરિનું માહાત્મ્ય યું. હે રાજન ! આ તીર્થમાં પ્રાણીઓ જે અલ્પપણ તપ કરે છે. તે જલદીથી મોક્ષફલના સમૂહોવડે લે છે. શ્રી શત્રુંજયગિરિને સ્પર્શ કરનારા મનુષ્યોને રોગો થતાં નથી. સંતાપ થતો નથી. દુ:ખ થતું નથી. વિયોગીપણું થતું નથી. દુર્ગતિ થતી નથી. અને વિનાશ પણ થતો નથી. હે રાજન્ ! જે મનુષ્ય દીક્ષા લઇને આગિરિપર શુભભાવથી તપ કરે છે. તે પ્રાણીને મોક્ષનું સુખ થાય છે. આ પ્રમાણે સાંભળીને રાજાએ નગરમાં આવી પોતાના પુત્રને રાજ્યઆપી ગુરુપાસે મોક્ષને આપનારી દીક્ષા લીધી,
૩૪૨
અનુક્રમે સૂરિપદ મેળવીને ઘણા સાધુઓથી સેવાયેલા શ્રી ચંદ્રશેખરસૂરિ અનુક્રમે શ્રી શત્રુંજયગિરિઉપર પધાર્યા. ત્યાં આદરપૂર્વક તપ કરીને કેવળજ્ઞાન મેળવીને ઘણા સાધુઓ સહિત મોક્ષમાં ગયા.
શ્રી કૃષ્ણ ચરિત્ર-અને તેમાં શ્રી નેમિનાથ-શાંઅને પ્રધુમ્નકુમાર વગેરેનો અધિકાર સંપૂર્ણ