________________
શ્રી કૃષ્ણચરિત્રમાં નેમિનાથના સંબંધથી ગૂંથાયેલ શાંબ પ્રદ્યુમ્ન અને શ્રી કૃષ્ણના નરક ગમનનું સ્વરૂપ
૩૪૧
એવો જે મનુષ્ય દશ પ્રકારના પચ્ચકખાણ (અહીં) કરે છે. તેનાથી તેને અનુક્રમે દશ પ્રકારે સ્વર્ગનાંસુખ થાય છે. અહીં જે પોતાનું ન્યાયથી ઉપાર્જન કરેલું ધન પાત્રને અધીન કરે છે. (પાત્રમાં વાપરે છે.) તેઓને ભવોભવમાં સર્વસંપત્તિઓ થાય છે. આ પર્વત પર એક પણ દિવસ રહેલો ભવિક જીવમાં અગ્રેસર (એવો તે) હંમેશાં સુર – અસુર અને મનુષ્યોની સ્ત્રીઓવડે સેવાય છે. જે (જીવ) સાધુને શુદ્ધ અન્નવસ્ત્રને પાણીઆદિવડે પ્રતિલાલે છે. તેમનુષ્ય મુક્તિરૂપીસ્ત્રીનાહૃદયને આનંદ આપનારો થાય છે. જે પ્રાણી અહીં ભાવપૂર્વક રુપે સોનું ને સારાં વસ્ત્રો વગેરે (દાનમાં) આપે છે તે મનુષ્ય તેના કરતાં અનંતગણું લીલાપૂર્વક મેળવે છે.
ત્રણ જગતમાં સર્વતીર્થમાં ઉત્કૃષ્ટ આ મહાતીર્થ છે. જેમાં નિવાસ કરવાથી તિર્યંચો પણ આઠભવમાં મોક્ષે જાય છે. અહીંનાં વૃક્ષોને પણ ધન્ય છે, ને મોર વગેરે પક્ષીઓ પણ પુણ્યશાલી છે કે જેઓ રૈવતગિરિપર રહે છે. મનુષ્યોનું તો શું કહેવું? દેવતાઓ ઋષિઓ સિધ્ધો (વિદ્યાધરો) ગાન્ધ અને કિન્નો વગેરે તે તીર્થની સેવા કરવામાટે નિરંતર ઉત્સાહ સહિત આવે છે. એવી કોઇ દિવ્ય ઔષધિઓ નથી. એવી કોઇ સુવર્ણ આદિ સિદ્ધિઓ નથી. એવી કોઈ રસકૂપિકાઓ નથી કે જે આ પર્વત પર હંમેશાં ન હોય. અહીં મોક્ષલક્ષ્મીના મુખસરખો ગજેન્દ્રપદ નામે કુંડ છે. જેમાં જીવોની (જીવડાંની) ઉત્પત્તિ નથી, અને જેની પાપ દૂરકરવામાં શક્તિ છે. અહીં બીજા પણ કુંડોનો જુદો જુદો પ્રભાવ છે. છ – માસ સ્નાન કરવાથી પ્રાણીઓના કોઢ વગેરે રોગો નષ્ટ થાય છે. નેમિનાથ પ્રભુના નિર્વાણથી બે હજાર વર્ષ ગયા ત્યારે અંબિકાદેવીના સાનિધ્યથી રત્નનામનો શ્રાવક સુવર્ણ બલાનકમાંથી શ્રી નેમિનાથ પ્રભુનું બિંબ પ્રાપ્ત કરીને પૂજશે. અને ભક્તિ વડે મનુષ્યો તેની પૂજા કરશે.
શ્રી શત્રુંજય માહાસ્યમાં કહયું છે કે અમારા નિર્વાણના સમયથી અત્યંત દુ:ખદાયી (૨૦૦૦) બે હજાર વર્ષ ગયાં પછી અંબિકાદેવના આદેશથી રત્ન નામનો શ્રાવક તે પ્રતિમાને લાવીને ફરીથી આ રૈવતગિરિ ઉપર અત્યંત પ્રસાદવાલી તે પ્રતિમાને સારી ભાવનાવાળો પૂજશે. કહયું છે કે એક લાખ ત્રણ હજાર બસોને પચાસ વર્ષ સુધી અહીં રહેશે અને પછી તે અંતર્બાન થશે. ( અદશ્ય થઈ જશે)
એકાંત દુષમા કાલમાં (ા આરામાં) તે નેમિનાથ પ્રભુની પ્રતિમાને અંબિકાદેવી સમુદ્રમાં લઈ જઈને ભાવથી પૂજશે. (૯00)
સુરાષ્ટ્ર દેશનો પોરવાડ કાશમીર દેશમાંથી અહીં આવીને શ્રી નેમિનાથની પ્રતિમાને પૂજાતી કરશે. તેનો સંબંધ મારા કરેલા કાવડિ પ્રબંધમાંથી અથવા બીજા ગ્રંથમાંથી પોતાની જાતે જાણી લેવો. પહેલાં કૃષ્ણરાજાએ ઉજયંતગિઉિપર જિનમંદિર કરાવ્યું. અને તે પછી હર્ષથી લેપ્યમય બિંબ સ્થાપન કર્યું, કહયું છે કે :તે પછી કૃષ્ણ કહયું કે મારા સ્થાપન કરેલા મારા ચૈત્યમાં કેટલા કાળ સુધી રહેશે? અને બીજે ક્યાં કયાં તે પૂજા પામશે? સ્વામીએ પણ કહયું કે આ પ્રતિમા તારા નગર સુધી રહેશે. ત્યાં સુધી તારા પાસાદમાં પૂજા પામશે. અને પછી દેવોએ કરેલા કાંચનનામના પર્વત પર પૂજા પામશે.
આ રૈવતગિરિપર્વત ઉપર રાજાઓ અને શ્રેષ્ઠીઓવડે કરાવેલાં અસંખ્ય જિનાલયો છે. તેઓના ઉદ્ધારો તેમજ –