________________
શ્રી કુણચરિત્રમાં નેમિનાથના સંબંધથી ગૂંથાયેલ શાંબ પ્રદ્યુમ્ન અને શ્રી મણના નરક ગમનનું સ્વરૂપ
૩૩૭
ભોગવતો હતો. તે પછી ઋષિ મરીને અગ્નિકુમારમાં દેવ થયો. અને અવધિજ્ઞાનવડે કૃષ્ણના પુત્રોએ કરેલો પરાભવ જાણ્યો.
આ બાજુ કુણે જિનેશ્વરપ્રભુને પૂછ્યું કે આ નગરનો ઉપદ્રવ કેવી રીતે શાંત થશે? તે પછી નેમિનાથે કહ્યું કે તપવડે ખરેખર ઉપદ્રવ શાંત થશે, આ પ્રમાણે સાંભળી કૃષ્ણ પટહ વગડાવવાથી હંમેશાં આદરપૂર્વક નગરીના લોક આયંબિલ વગેરે તપ કરવા લાગ્યા. અહીં આગળથી પ્રભુ વિહાર કરતાં ઘણા સાધુઓવડે લેવાયેલા રેવતગિરિઉપર આવીને સમોસર્યા. ત્યાં ઘણા ભવોનાં દુખોને દૂર કરનારી એવી પ્રભુની વાણી સાંભળીને ઘણા યાદવોએ સ્વામી પાસે દીક્ષા લીધી. વૈરાગ્યવાસિત હૃદયવાલા શાંબ – પ્રધુમ્ન વગેરે કૃષ્ણના કોડો પુત્રોએ સ્વામી પાસે દીક્ષા લીધી. રુકિમણી વગેરે ઘણી કૃષ્ણની પત્નીઓ અને બીજી ઘણી શ્રાવિકાઓ પ્રભુ પાસે દીક્ષા લઇ ઘણું તપ કરવા લાગી. થનારા દ્વારિકાના દાહને પ્રભુની પાસે સાંભળી ને કૃષ્ણ જિનેશ્વરને નમીને નિર્મલમનવાલો તે નગરીમાં ગયો, લોક જિનેશ્વરના મુખેથી આ વાત સાંભળીને તીવ્ર તપ કરતો હતો ત્યારે તે કૃષ્ણદ્વૈપાયન નગરીને બાળવા માટે શક્તિમાન ન થયો. દેવના યોગથી પ્રભુએ અન્યત્ર વિહાર કર્યો ત્યારે સમસ્તલોક તપ કરી અટકી ગયો, અગ્નિકુમારદેવ એવો તે ઋષિ નગરીમાં લોને વિશે ઉત્પાત દેખાડતાં વંટોળિયાવડે ચારે બાજુથી ઘાસ અને લાકડાં નાંખવા લાગ્યો. તે વખતે અગ્નિકુમાર અસુર (શત્રુએ) રામ – કૃષ્ણ અને દીક્ષાના અભિલાષીને છોડીને સર્વ નગરને ભસ્મ કર્યું. કહયું છે કે દ્વારિકાની બહાર રહેલી – ૬૦ - કુલકોટી, મધ્યમાં રહેલી – ૭ર – કુલકોટીને પીડા કરીને તે દેવે દ્વારિકા નગરીમાં અગ્નિ સળગાવ્યો. હવે બળતાં એવા જે લોકો વ્રતની ઇચ્છાવાળા શ્રી નેમિનાથને યાદ કરતાં હતાં તે લોકોને દેવોએ પ્રભુ પાસે મૂક્યાં અને તેઓએ દીક્ષા લીધી. નગરીની બહાર બે પુત્રોવડે ખેંચાતા દેવકી અને વસુદેવને તે દેવ વેગપૂર્વક જવા દેતો નથી. વસુદેવ – દેવકી અને રોહિણી સમાધિપૂર્વક અનશન ગ્રહણ કરીને તરતજ દેવલોકને પામ્યાં.
તે વખતે દેવવડે કહેવાયેલા બળદેવ અને કૃષ્ણનગરીની બહાર જઈને અનિવડે નગરીને બળતી જોઈને પરસ્પર કહેવા લાગ્યા, કહયું છે કે શરીરો અનિત્ય છે. વૈભવ શાસ્વત નથી. મૃત્યુ હંમેશાં પાસે રહેલું છે. (માટે) ધર્મનો સંગ્રહ કરવો જોઇયે, વિધાતા અનુકૂળ હોય ત્યારે શાંતિને માટે ઉપાયો ફરે છે. પણ વિધાતા પ્રતિકૂલ હોય ત્યારે તેજ ઉપાયો પણ નુકસાનકારક થાય છે. પોતાની નગરીને જવાલાની શ્રેણીથી વ્યાપ્ત જોવા માટે અસમર્થ એવો કૃણ તે જ વખતે ભાઇ સહિત મથુરા તરફ ચાલ્યો.
આ તરફ અગ્નિકુમારદેવે તે નગરીને અગ્નિવડે બાળી નાંખીને છ માસ ગયા પછી સમુદ્રના પાણી વડે તેને ઓલવી નાંખી, માર્ગમાં જતાં બળદેવ અને કૃષ્ણ ઘણા ભૂખ્યા થયા, હસ્તિનામના નગરના ઉદ્યાનમાં તે બંને કર્મના યોગથી ગયા. કૃષ્ણને વનમાં મૂકીને ભોજન લાવવા માટે બલભદ્ર નગરીની અંદર ગયા, અને ત્યાં રાત્રુએવા નગરીના સ્વામી વડે તે જલદી નિરોધ કરાયા. બળદેવે તે શત્રુની સાથે યુદ્ધકરતાં નગરીની પાસે તેવી રીતે સિંહનાદ ર્યો કે જેથી કૃષ્ણ ત્યાં આવ્યા, બલભદ્ર અને કૃષ્ણ તે શત્રુને જીતીને તેના નગરની અંદર ભોજન કર્યું, તે પછી ભયરહિત એવા તે બન્ને જંગલમાં ગયા.
હવે જતાં કૃષ્ણને તરસ લાગી, અને બલભદ્રને પાણી લાવવા માટે મોકલીને પોતે મોંઢા પર વસ ઢાંકી સુઈ ગયા. આ બાજુ શિકાર માટે તે વનમાં ભમતા જરાકુમારે હરણની બુદ્ધિથી (સૂતેલા ) કૃષ્ણને બાણવડે પગમાં સજજડપણે