________________
શ્રી શત્રુંજય-ક્લ્યવૃત્તિ-ભાષાંતર
તેવખતે ત્યાં પાંચમા દેવલોકના ઇન્દ્રે નમસ્કાર કરીને પૂછ્યું કે હે પ્રભુ ! મારો મોક્ષ ક્યારે થશે ? તે પછી જ્ઞાની બોલ્યા. જ્ઞાનીએ કહયું કે હે ઇન્દ્ર ! આવતી અવસર્પિણીમાં બાવીશમા તીર્થંકરના તમે પ્રથમ વરદત્ત નામે ગણધર થશો. ઘણાં પ્રાણીઓને પ્રતિબોધ કરીને રૈવતગિરિઉપર જ્ઞાની થઇને મોક્ષમાં જશો.
૩૩૨
બ્રહ્મદેવના ઇન્દ્રે આ પ્રમાણે સાંભળી ત્યાં જિનેશ્વરોને નમસ્કાર કરી હર્ષવડે સ્વર્ગમાં જઇને ઉત્તમરત્નોવડે મારી ઉત્તમમૂર્તિ કરી. તેની આગળ તે હંમેશાં હર્ષવડે ગીત – નૃત્ય – આદિ કરતો હતો. તે પછી અંતે આપર્વતની અંદર ગુપ્ત એવું દેવમંદિર કર્યું. આયુષ્યનાઅંતે ત્યાંથી ચ્યવી ઉત્તરોત્તર ભવો પામી હે ઇન્દ્ર ! તે આ મારા વરદત્ત ગણધર થયા. જે કારણથી તે વખતે બ્રહ્મેન્દ્રે મારી મૂર્તિ પૂજી હતી, તેના ફલથી ગણધરનું પદ પામીને તે મોક્ષમાં જશે. યું છે કે બ્રહ્મેન્દ્રવડે કરાયેલી આ નેમિનાથપ્રભુની મૂર્તિ વીશકોડી સાગરોપમ સુધી ... દેવના સમૂહવડે પૂજાયેલી થઇ. તે ગિરિમાં રાજા જેવો ગિરનારપર્વત જયવંતો વર્તે છે.
શ્રી નેમિનાથ પાસે દીક્ષા લઇને રાજીમતી સતી જલદી પુણ્યપાપનો ક્ષય કરી પ્રભુની પહેલાં મોક્ષ પામ્યાં. શ્રી નેમિનાથ પ્રભુ પાસે દીક્ષા લઇને ઘણાં યાદવો – કૃષ્ણના પુત્ર - પુત્રીઓ અને પત્નીઓ અનુક્રમે વ્રતગ્રહણ કરીને મોક્ષ પામ્યાં. મહાનેમિ – રથનેમિ – તેમજ બીજા પણ ઉત્તમયાદવો શ્રી નેમિનાથ પ્રભુ પાસે દીક્ષા લઇ અનુક્રમે મોક્ષમાં ગયા. મેઘનાદનામે યાદવ ચાલતા રૈવતગિરિઉપર જયાં સિદ્ધ થયા. ત્યાં મંદિરમાં રહેલું તેમનું બિંબ થયું.
જયાં રહીને નેમિનાથ ભગવંતવડે ગિરિ જોવાયો તે અવલોકન નામે શિખર શ્રી નેમિનાથના બિંબથી યુક્ત થયું કહયું છે કે પુંડરીગિરિનું આ મુખ્ય શિખર સુવર્ણમય છે. અને તે મંદાર અને ક્લ્પવૃક્ષ વગેરે વૃક્ષોવડે કરાયું. પડતાં એવા ઝરણાંઓવડે હંમેશાં પ્રાણીઓનાં ધોઇ નાંખ્યા છે સારી રીતે પાપ જેણે એવું આ મહાતીર્થ સ્પર્શથી પણ પાપને દૂર કરે છે.
આ પર્વત પવિત્ર છે, શ્રેષ્ઠ છે. પૃથ્વીના તિલક સરખો છે. શ્રીસર્વજ્ઞનાં ચરણોવડે પવિત્ર ત્રણલોકના ભૂષણરુપ શોભે છે. સર્વતીર્થોમાં આ તીર્થ ઉત્તમ છે. સર્વતીર્થના ફલને આપનાર છે. અને દર્શન સ્પર્શનવડે પણ ચારે તરફથી પાપને હણે છે, ન્યાયથી ઉપાર્જન કરેલું દ્રવ્ય જે આત્મા પ્રાણીઓના પાત્રમાં કરે છે. તેઓને ભવોભવમાં સર્વ સમૃદ્ધિઓ થાય છે. જયાં રહેલી અંબિકાદેવી યાત્રિકોનું રક્ષણ કરે છે. તે અંબિકાના મંદિરથી યુક્ત તે શિખર અંબિકા નામે થયું.
જયાં કૃષ્ણ મહારાજાએ છત્રને છોડયું (ત્યાગ કર્યો ) અને તીર્થને નમવા માટે ગયા તે સ્થાનનું નામ છત્રશિલા થયું. હજાર રાજાઓ સહિત ગ્રહણ કરી છે દીક્ષા જેણે એવા સહસ્રબિંદુ નામે રાજાએ કર્મનો ક્ષયકરી જે સ્થાને મોક્ષ પામ્યા. તે સ્થાનનું લોકોથી સહસ્ર બિંદુ નામ થયું. અને તે તીર્થ ક્લ્યાણરૂપી લક્ષ્મીને આપનારું છે.
કૃષ્ણે સહસ્રામવનમાં ઘણી લક્ષ્મીનો વ્યયકરીને શ્રી નેમિનાથ જિનેશ્વરનું શ્રેષ્ઠ મંદિર કરાવ્યું. લક્ષામ્રનામના વનમાં કૃષ્ણે ધનનો વ્યયકરી શ્રી નેમિનાથ પ્રભુના બિંબ સહિત મોટું નૅમિનાથ પ્રભુનું મંદિર કરાવ્યું. કૃષ્ણે ઘણા સંઘને લઇ જઇને સિદ્ધગિરિ અને ઉજજયંતગિરિની યાત્રા કરતાં ઘણાં જીવોને બોધીબીજ પમાડયું. જે સ્થાને ઉન્માર્ગે ગયેલા રથનેમિ મુનીશ્ર્વરને શ્રેષ્ઠવાણીવડે રાજીમતિએ સન્માર્ગ પમાડયા. તે સ્થાનને લોકોએ રથનેમિગુહા ( ગુફા ) નામ આપ્યું.