________________
૩૩૦
શ્રી શત્રુંજય-લ્પવૃત્તિ-ભાષાંતર
મરણ પામીને તે પાતાળમાં રહેનારી બે પુત્રોવડે આશ્રિત છે ખોળો જેનો એવી દેદીપ્યમાન કાંતિને ધારણ કરનારી શ્રેષ્ઠ દેવી થઈ. હે પ્રિયા ! તું કુવામાં ન પડ એ પ્રમાણે સોમભટ બ્રાહ્મણ બોલતો હતો ત્યારે અંબિકા એક્કમ વેગથી બે પુત્રસહિત ક્વામાં પડી. પુત્રસહિત પત્નીને પડેલી જોઈ સોમભટ વિચારવા લાગ્યો કે હમણાં આ સ્ત્રી વિના મારે
જીવિતવડે શું? બને પુત્રવિના ને પત્ની વિના પોતાના ઘરમાં પાછા જઈને હું સ્વજનોને કઈ રીતે મોઢું બતાવીશ? પુત્રસહિત મારી પ્રિયા હમણાં ખરેખર મરણ પામી છે. આથી હમણાં મને પણ મૃત્યુ લ્યાણકારી થાઓ. મારે જીવિતવડે શું? આ પ્રમાણે વિચારીને તે પછી સોમભટટ કૂવામાં પડીને અંબિકાના આસનમાં ફરાયમાણ કાંતિવાલો સિંહનામે દેવ થયો.
સિંહના વાહનવાલી – ચંદ્રને જીતનારા શ્રેષ્ઠભૂષણવાલી – અમૃતસરખીવાણીવડે શ્રેષ્ઠ – શંખ સરખા કંઠવાલી દેવાંગનાઓવડે સેવાતાં છે ચરણો જેનાં એવી જોવાલાયક એવી, ચારભુજાવાલી, ડાબા બે હાથમાં પાશ અને આંબાની લંબને ધારણ કરતી. ને જમણા બે હાથવડે બે પુત્રને અને અંકુશને ધારણ કરતી સુવર્ણસરખી કાંતિવાલી. તેને જોઈને તે વખતે એક દેવે કહયું.
દેવિ! તમારાવડે પૂર્વભવમાં ક્યા તપ - દાન - શીલ –ને ધર્મ કરાયાં છે કે જેથી વ્યતંર દેવીઓ એવી અમારી સેવનીય સ્વામિની થયા છો? આ પ્રમાણે વચન સાંભળીને પૂર્વભવને યાદ કરતી ચિત્તમાં નેમિનાથ પ્રભુને અને તે બને સાધુઓને અંબિકા વારંવાર યાદ કરવા લાગી. દેવતાઓએ બનાવેલા શ્રેષ્ઠ વિમાનમાં ચઢેલી દેવોવડે ગવાયા છે. ગુણ જેનાં એવી અંબિકા દેવી – દિશાઓને પ્રકાશ કરતી રૈવતગિરિઉપર ગઈ.
તે પર્વત ઉપર શ્રી નેમિનાથ જિનશ્વર ધર્મદેશના કરતા હતા ત્યારે અંબિકા પ્રભુને નમસ્કાર કરીને ધર્મ સાંભળવા માટે યોગ્ય સ્થાને બેઠી. વરદત્ત વગેરે ઘણા રાજાઓ અને ઘણાં શ્રેષ્ઠીઓ અને સ્ત્રીઓ ત્યાં આવીને ધર્મ સાંભળવા માટે રડ્યાં. (ત્યાં ઊભા રહ્યાં )
धर्मो जगबन्धुरकारि येन, धर्मो जगद्वत्सल आर्तिहर्ता; क्षेमंकरो निर्वृत्तिदोऽत्र धर्मो, धर्मस्ततो भक्तिभरेण सेव्यः॥ सत्पात्रदानं प्रथमात्र शाखा, धर्मद्रुमे शीलमथ द्वितीया; ततस्तपोऽपाय भयापहारि, भवापहन्त्री शुभभावना च;॥ सिद्धोज्जयन्ताचलतीर्थसेवा, देवार्चनं, सद्गुरूसेवनं च; अघौघहन्मन्त्रपदानिपञ्च, तदग्रशाखा कुसुमाकुराणि॥
ધર્મ એ જગતનો બંધુ છે. જગત વત્સલ અને પીડાને હરણ કરનારો ધર્મ જૈનાવડે અહીં કરાયો છે તે ધર્મ મને કરનારો છે. અને મોક્ષને આપનારો છે. તેથી તે ધર્મ ભક્તિના સમૂહવડે સેવન કરવા યોગ્ય છે.
ધર્મરૂપી વૃક્ષને વિષ પ્રથમ શાખા સત્પાત્રદાન છે. બીજીશાખા શીલ છે. ત્રીજી શાખા-સંકટ અને ભયને દૂર કરનાર