________________
શ્રી કૃષ્ણચરિત્રમાં નેમિનાથના સંબંધથી ગૂંથાયેલ શાંબ પ્રદ્યુમ્ન અને શ્રી કૃષ્ણના નરક ગમનનું સ્વરૂપ
૩૧૭
સો કન્યાઓને પરણ્યો. વસુદેવે કહયું કે મેં સ્વયંવરમાં આવેલી તેની માતા વગેરેએ આપેલી હજારો કન્યા સ્વીકારી છે. તું તો માયાવડે માતાને ગીને ભાઈ સહિત અહીં આવેલી – ૯૯ – કન્યાઓને પરણ્યો. દાદાને ક્રોધ પામેલા જાણીને નમસ્કાર કરી શાંબે કહયું કે હે દાદા ! તમારે મારો કરેલો સર્વ અપરાધ ક્ષમા કરવા લાયક છે. તેવા પ્રકારના વિનયથી ગર્ભિત વચનવડે અત્યંત ખુશ થયેલા દાદાએ ત્યાં સુંદરવાણીથી શાંબની પ્રશંસા કરી. તે વખતે પ્રધુમ્ન વગેરે યાદવોના શ્રેષુમાર પાંડુરાજાના પુત્રો સાથે હર્ષવડે હંમેશાં રમે છે.
આ બાજુયવનદ્વીપમાંથી રત્નકંબલોનો વેપાર કરતા એવા વાણિયા દ્વારિકા નગરીમાં આવ્યા. સવા લાખ દ્રવ્યવડે એક એક રત્નકંબલને વેચતાં એક વખત તેઓમાંના વેપારીએ નકકી સાંભળ્યું કે રાજગૃહ નગરમાં એક રત્નકંબલ બે લાખ દ્રવ્યવડે મેળવાય છે. થોડા દ્રવ્યમાં તે મેળવાતી નથી. તેથી તે વણિકો બધી રત્નકંબલો લઈ રાજગૃહ નગરમાં મગધદેશના રાજા પાસે ગયા. અનુક્રમે નગરીમાં તે વેચાણ કરતાં જરાસંધ રાજાના ઘરની પાસે તે વણિકો જેટલામાં ગયા તેટલામાં જરાસંધ રાજાની પુત્રી જીવયશા વણિકની પાસે રત્નકંબલો લેવા માટે ગઈ.
તે વખતે અલ્પ મૂલ્યવડે માંગતી તે જીવયશા વેપારીઓવડે કહેવાઈ કે હે પુણ્યવતી ! આ પ્રમાણે કેમ બોલો છે? દ્વારિકા નગરીની અંદર આ રત્નકંબલો બે – બે લાખથી વેચાઈ છે. તો તમે આમ કેમ માંગો છો? આથી તે નગર આ નગરથી શ્રેષ્ઠ છે. તે પછી જીવયશાએ કહયું કે તે શ્રેષ્ઠ નગરી ક્યાં છે ? વેપારીઓએ કહ્યું કે પશ્ચિમ સમુદ્રની પાસે ઈન્દપુરી જેવી તે દ્વારિકા નામની નગરી છે. તે નગરીમાં યાદવોના વંશમાં ઉત્પન્ન થયેલો કૃષ્ણનામે રાજા ઈન્દ્રસરખા પરાક્રમવાલો ન્યાયમાર્ગથી પ્રજાનું રક્ષણ કરે છે. ત્યાં નવ ભાઇ સહિત પરાક્રમી એવો સમુદ્રવિજ્ય રાજા છે. અને બીજાપણ કરોડ સંખ્યાવાલા યાદવો છે.
દુકાનની શ્રેણીમાં ક્લાસપર્વત સરખા મણિઓના ઢગલાઓ જોઇને જાણકારોવડે તર્ક કરાય છે કે હમણાં સમુદ્ર મણિથી શેષ (ખાલી) થઈ ગયો છે. દરેક સ્થાને અત્યંત મોટા – ઘણા સોનાના ઢગલાઓને જોઈને પંડિતો વિચાર કરે છે શું સુવર્ણદ્વીપ અહીં આવ્યો છે? સ્થાનકે સ્થાનકે રેશમી વસ્ત્રોના ઘણા ઢગલાઓ જોઈને લોકો કહે છે કે જગતના સર્વે વસ્ત્રો અહીં આવ્યા છે ? કૃષ્ણનું નામ સાંભળવાથી જીવયશા પિતાની આગળ આવીને બોલી કે તમારા જમાઈને હણનારો હજુ જીવે છે. તેથી મારા મજબૂત એવા પણ હૈયામાં દુ:ખને કરતું શલ્ય છે. હે પિતા! તે હમણાં ખેંચી કાઢો. નહિતર તો હું જલદી મરી જઇશ.
જરાસંઘે કહયું કે કૃણસહિત સર્વેયાદવો અગ્નિમાં પ્રવેશ કરીને મૃત્યુ પામ્યા છે. આથી તું દુ:ખ ના કર. આ તરફ ત્યાં કોઈ બીજા વણિકોએ આવીને જરાસંધ રાજાની આગળ મણિથી ભરેલો થાલ મૂક્યો. તેઓનું સન્માન કરીને રાજાએ પૂછ્યું કે આવા પ્રકારનાં રત્નો કયાં છે ? અને કયા સ્થાનમાંથી લાવ્યા તે જણાવો. કાંતિના સમૂહવડે ચદ અને સૂર્યના બિંબ જેવા મોટા આંબલા સરખા પ્રમાણવાલાં રત્નો અને સુંદર મોતીઓ બતાવીને તે વણિકોએ વિનયપૂર્વક રાજાને કહયું કે પશ્ચિમ સમુદ્રના કિનારે દ્વારવતી નામની શ્રેષ્ઠ નગરી છે. ત્યાં સર્વયાદવોમાં શ્રેષ્ઠ કૃષ્ણ નામે રાજા છે. ન્યાયથી રાજ્યનું પાલન કરતો તે પ્રજાને રામની યાદ અપાવે છે. નવભાઈ સહિત સમુદ્રવિજયરાજા સમસ્ત લોકોને વિષે અત્યંત પ્રીતિવાલો છે. હે રાજા ! આવા પ્રકારના ઘણાં મણિ – મોતી અને બીજી ઘણી સુંદર વસ્તુઓ ત્યાં મલે છે.