________________
૩૨૨
શ્રી શત્રુંજય-લ્પવૃત્તિ-ભાષાંતર
શંખના શબ્દને સાંભળીને ચક્તિ થયેલ કૃષ્ણ વિચારવા લાગ્યો કે શું હમણાં બળવાન્ એવો નવો કૃષ્ણ ઉત્પન્ન થયો છે ? હમણાં આ જરાસંધ ની જેવો શત્રુ જલદીથી પ્રાણના ત્યાગથી યમના ઘરમાં લઈ જવા યોગ્ય છે.
આ પ્રમાણે બોલતો કૃષ્ણ – હાથના ઘાતથી – પૃથ્વીતલને કંપાયમાન કરવા પૂર્વક સિંહનાદ કરીને શત્રુને હણવા માટે એકદમ ઊભો થયો. એટલામાં યુધ્ધના આરંભને કરનારા વાજિંત્રોના અવાજો વાગવા (થવા) લાગ્યા, તેટલામાં શસ્ત્રશાલાના અધ્યક્ષે આવીને કૃષ્ણને નમસ્કાર કરીને કહયું, શારંગ, ધનુષ્યનો શબ્દ કરીને ખડગને પોતાના હાથમાં ધારણ કરીને તમારીગદાને ચક્રને નેમિએ ઘણી ભમાવી. મારાવડે વારવા ક્યાં પણ કૌતુકથી તે નેમિપુત્રે (કુમારે ) શંખને લીલાપૂર્વક પૂર્યો (વગાડ્યો)ને જગતને બહેરું કર્યું. તેથી શત્રુના આગમનથી ઉત્પન્ન થયેલા રોષને છોડી દો, આ તો તમારા ભાઈ અરિષ્ટનેમિ બલવાનું ને નીતિવાલા છે.
આ પોતાના ભાઈનેમિનું બલ સાંભળીને કૃષ્ણ તેજ વખતે શત્રુના વધના આરંભથી વિરામ પામ્યો. તે વખતે તે સભામાં નેમિએ આવીને કૃષ્ણ – બલભદ્ર – અને બીજાપણ - વડીલ યાદવોને પણ નમસ્કાર કર્યા. બાલકુમારએવા ને વીરસરખા પરાક્રમવાલા નમસ્કાર કરતાં નેમિને જોઇને લજજાથી નમ્ર એવો કૃણ – પૃથ્વીને જોતો થયો.
ક્ષણવાર પછી કૃષ્ણ કહયું કે હે ભાઈ! તમે આયુધશાલામાં જઈને શંખનું અત્યતવાદન કર્યું તે સારું કર્યું, તેમજ જે ચક્ર અને તલવારનું ભમાવવું ને ધનુષ્યનું તાડન બાલ્યભાવથી હમણાં જે તમારાવડે કરાયું તે શ્રેષ્ઠ છે. ક્રાચિત્ ભમાવાતું ચક્ર હાથમાંથી મસ્તક ઉપર અકસ્માતું પડે તો મૃત્યુ અથવા તમારા અંગનો ભંગ થાય, તેથી બાલભાવે આવા પ્રકારની ક્રીડા ન કરવી જોઈએ. તમે ચતુર છે તેથી અમે અહીં શું શિખામણ આપીએ ?
રાંખ આદિનું પૂરવું ક્લેશને કરનારું ને દુઃખ આપનારું હોય છે. એવી કોમળવાણી પૂર્વક ફરીથી તમારી આગળ કહેવાય છે. નેમિએ કહયું કે હે કૃષ્ણ! મોટાભાઈ એવા તમારાવડે અહીં જે શિખામણ કહેવાય છે તે શ્રેષ્ઠ છે. નાના ભાઈના હિતને માટે થાય છે. આ સાંભળીને ચકિત થયેલા કૃષ્ણ નેમિનું બલ જોવા માટે કહયું કે મારા વડે તમારા ખભા પર હાથ મુકાયો છે. હમણાં તમે તેને જલદી વાળો, નેમિએ ક્રીડાપૂર્વક કમળના નાળની પેઠે કૃષ્ણના હાથને લીલાપૂર્વક વાળી નાંખ્યો. તે પછી કૃષ્ણ નેમિનાથને આ પ્રમાણે કહ્યું, પોતાના અંધ ઉપર પોતાના હાથને તું મજબૂતપણે સ્થાપન કર. હું લીલાવડે વાળી નાંખીશ. ણે કહેલું નેમિએ તે પછી કર્યું. કણ નેમિના હાથને બલથી જયારે ન વાળી શક્યા ત્યારે પ્રભુના હાથ ઉપર-શાખામાં લાગેલા પોપટ જેવો તે થયો.
નેમિનાથના ખભારૂપી વૃક્ષની શાખામાં કૃષ્ણ હીંચકો ખાતે છતે હરિ –ણ - હિન્ડોલા પામ્યો. એ પ્રમાણે લોકોમાં ખ્યાતિ થઈ.
નેમિનું તેવા પ્રકારનું બલ જોઈને કૃષ્ણખેદ પામ્યા ત્યારે બલભદ્રે કહયું કે હે કૃષ્ણ ! તું વિષાદ ન કર. આ નેમિ ગર્ભમાં હતા ત્યારે શ્રેષ્ઠ ચિત્તવાલા શિવાદેવી માતાએ સુખપૂર્વક સૂતાં સૂતાં તેમણે – ૧૪ – મહાસ્વપ્નો જોયાં હતાં. તેથી આ નેમિ – રાજ્યના અર્થી નથી પણ (દીક્ષાની ભાવનાવાળા) છે. આનું મન હંમેશાં મોક્ષસુખમાં અત્યંત સ્પૃહાવાળું દેખાય છે.