________________
શ્રી ક્ષણચરિત્રમાં નેમિનાથના સંબંધથી ગૂંથાયેલ શાંબ પ્રદ્યુમ્ન અને શ્રી કૃષ્ણના નરક ગમનનું સ્વરૂપ
૩૨૩
બાવીસમા તીર્થંકર આ નેમિકુમાર મોક્ષસુખને માટે ચતુર્વિધ સંઘની સ્થાપના કરશે. કૃષ્ણવર્ડ પોતાના બલને જોવા માટે પ્રચંડ એવા આડા –લટકાવેલા હાથને પોતાની લીલાવડે કમળના નાળની પેઠે જેણે નમાવ્યો, ને જેના હાથને નમાવતાં તે કૃણ પગથી છોડી દીધું છે પૃથ્વીતલ જેને એવા શાખા પર લટકેલા પોપટના જેવો થયો. તે સમસ્ત જગતમાં અદભુત એવા (મિ) તમે ય પામો. આ પ્રમાણે બલભદ્રનું વચન સાંભળીને હર્ષિત થયેલા ત્યાં નેમિનાથનું સન્માન કરીને પોતાના આવાસમાં ગયો. કહયું છે કે આ પ્રમાણે બલદેવનું વચન સાંભળીને ચિત્તમાં ભેદઈ ગયો છે સંશય જેનો એવા કૃષ્ણ નેમિને આલિંગન કરતાં પોતાના અપરાધ ખમાવ્યા. કૃણે દ્વારપાલ ને–આયુધ ઘરના રક્ષકોને બોલાવીને આદેશ કર્યો કે કોઈ પણ ઠેકાણે જતાં-આવતાં એવા આ નેમિને નિષેધ કરવો નહિ. શિવાદેવીએ કૃષ્ણની આગળ કહયું કે તમારે આ પુત્ર નેમિને તેવી રીતે સમજાવવો કે જેથી તે ન્યાને સ્વીકાર કરે. તે વખતે શિવાદેવીએ કહયું કે હે ગોપીઓ તમારે મારા પુત્રને તેવીરીતે બોધ કરવો કે જેથી તે ન્યાને વરે.
હે વત્સ ! તું કન્યાને પરણ. માતાએ આ પ્રમાણે હયું ત્યારે પુત્રે લ્હયું કે હે માતા ! જ્યારે હું મેગ્ય ન્યાને પામીશ ત્યારે તે કન્યાનો સ્વીકાર કરીશ. હે વત્સ ! તું અમારા હર્ષને માટે વિવાહ કર. આ પ્રમાણે જયારે શિવાદેવી માતાએ પ્રભુને કહ્યું ત્યારે નેમિ બોલ્યા કે જ્યારે હું યોગ્ય ન્યાને મેળવીશ ત્યારે હું પરણીશ. આ પ્રમાણે કહેવાયેલી માતા અત્યંત આનંદ પામ્યાં. તેથી ગુરુએવા તમારું આ ગુપણું છે.
એક વખત અંત:પુરસહિત નેમિથીયુક્ત એવા કૃષ્ણ જલક્રીડા કરવા માટે વાવડીમાં પ્રવેશ કર્યો. કૃણવડેમોક્લાયેલી ગોપીઓ નેમિનાથને વિવાહમાટે પાણીના ઉછાળવાના બહાનાથી દિયરને ઘણો છંટકાવ કરવા લાગી. સુંદર એવા કેશરના પિંડવડે કૃષ્ણને છાતીમાં પ્રહાર કરવા લાગી. કોઈક સ્ત્રી પાણી નાંખવાથી કૃષ્ણને વ્યાકુલ કરવા લાગી. તે દિયર ! તમે. જલક્રીડા કરો. આ પ્રમાણે કૃષ્ણની સ્ત્રીઓ બોલે છે. અને પાણી નાંખવાથી નેમિને વ્યાકુલ કરવા લાગી. ગોપીઓના ઘણા હાવભાવવડે અને આંખનાં વક્રપણા વડે વાયુવડે મેમ્પર્વતની જેમ નેમિનું ચિત્ત વિકાર ન પામ્યું. ગોપીઓ પાણીમાંથી નીકળીને પુષ્યના મુગટ આદિવડે કૃષણને ભૂષિત કરતી આદરથી નેમિને શણગારવા લાગી. હાસ્યરસને વિસ્તારની ભામા વગેરે સ્ત્રીઓ કહેવા લાગી કે હે નેમિ ! સુખને માટે તમે કન્યાનું ગ્રહણ કરો. પુરુષ સ્ત્રીઓવડે શોભે છે અને પુરુષો વડે સ્ત્રીઓ શોભે છે. સેવકોવડે રાજા શોભે છે ને રાજાવડે સેવકો શોભે છે.
હે વિશ્વવંદ્ય નેમિ! પ્રિયા વગરના તમે પ્રાપ્ત થયેલા આ દેહને એક્લા ફોગટ શા માટે હારી જાય છે? તમારા ભાઇ કૃષ્ણને – ૧૬ – હજાર સ્ત્રીઓ છે.તમે શું એક સ્ત્રીનો પણ નિર્વાહ કરી શક્તા નથી ? જાંબુવતિએ કહયું કે હે ભામા! આ દિયર નપુંસક છે. તેથી સ્ત્રીઓનો જરાપણ સંગ્રહ કરતા નથી. ભામાએ કહયું કે ઋષભદેવ વગેરે જિનેશ્વરી પરણીને મોક્ષે ગયા છે તેના કરતાં તમે શું અધિક સ્થાન ઇચ્છો છો ?
નેમિએ કહયું કે જયારે હું યોગ્ય કન્યાને મેળવીશ ત્યારે તેને હું પરણીશ, ભામાએ કહયું કે તમારે યોગ્ય કન્યા હું અહીં લાવું છું. કહયું છે કે વસંતઋતુમાં ગોપીઓના સમૂહની વચ્ચે રહેલા નિર્વિકાર એવા પ્રભુ વિવિધક્રીડાઓ કરતા હતા. પરંતુ તેમનું મન વિકારવાળું ન હતું. નેમિએ વિચાર્યું કે આ ગોપી રોષકરીને પોતાની જાતેજ થાકી જશે. તેથી કરીને હમણાં મારે નિચ્ચે મૌનવ્રતજ લ્યાણકારી છે. પોતાના મુખના દોષવડેજ પોપટ અને મેના બંધાય છે. ત્યારે