________________
શ્રી કૃષ્ણચરિત્રમાં નેમિનાથના સંબંધથી ગૂંથાયેલ શાંબ પ્રદ્યુમ્ન અને શ્રી કૃષ્ણના નરક ગમનનું સ્વરૂપ આપી. ચક્રને અનુસરતો કૃષ્ણ ઘણા રાજાઓથી સેવાયેલો તરતજ નિશ્ચે ભરતાર્થ સાધવા માટે ચાલ્યો.
કૃષ્ણે છ મહિનામાં અર્ધભરતમાં રહેલા રાજાઓને જીતીને કોટિશિલાને ચાર આંગળ ઊંચી ધારણ કરી.
( શિલા ) પહેલાં વાસુદેવે ડાબી ભુજાના અંગમાં ધારણ કરી. બીજાએ શરીરપ્રમાણ ધારણ કરી. ત્રીજાએ કંઠ પ્રદેશ સુધી ઉપાડી. ચોથાએ વક્ષસ્થલને વિષે ધારણ કરી. પાંચમા વાસુદેવે હૃદય સુધી ધારણ કરી, છઠ્ઠા વાસુદેવે કટિતલના પ્રદેશ સુધી. સાતમા વાસુદેવે સાથળ સુધી ઉપાડી. આઠમાં વાસુદેવે ઢીંચણ સુધી ઉપાડી છે આ નવમા વાસુદેવે શિલા ચાર આંગળ ઉપાડી. આ શીલા ઊંચાઇના વિસ્તારમાં એક યોજન પ્રમાણ છે.
૩૨૧
સોલ હજાર રાજાઓવડે સેવન કરાયેલા કૃષ્ણે દેદીપ્યમાન ઉત્સવપૂર્વક દ્વારિકાનગરીને અલંકૃત કરી. કૃષ્ણને મણિ – ચક્ર – ધનુષ્ય – ખડ્ગ – વનમાલા ગદા ને શંખ આ સાત રત્નો થયાં. હવે તેમિકુમાર હંમેશાં દેવ સરખા તુલ્યકુમારો સાથે ઉદ્યાનઆદિમાં નિરંતર ક્રીડા કરે છે.
—
એક વખત ( નેમિ ) પ્રભુ ક્રીડા કરતાં કૃષ્ણની આયુધશાલામાં ગયા, અને જેટલામાં હાથમાં ગદા લેવાની ઇચ્છા, કરી તેટલામાં આયુધશાલાના રક્ષકે કહયું કે આ ગદાને હિરવના કોઇ મનુષ્ય કે રાજા ઉપાડવા માટે સમર્થ નથી. આ પ્રમાણે તે બોલતો હતો ત્યારે તે ગદાને રમતમાત્રમાં ઉપાડીને શિવાદેવીના પુત્ર નેમિકુમારે મસ્તકની ચારે તરફ ભમાવી. તે જ વખતે – આયુધપાલે વારવા છતાં પણ નેમિકુમારે કુંભારના ચાકડાની જેમ ચક્રને ભમાવ્યું. તે પછી આયુધપાલકે અત્યંત નિષેધ કરવા છતાં પણ – પ્રભુએ ધનુષ્ય ચઢાવીને કૃષ્ણની પેઠે ણત્કાર કર્યો. ( ટંકાર કર્યો ) તે પછી શસ્ર પાલકે વારવા છતાં પણ તે વખતે ખડ્ગ ઉછાળીને પડતા એવા તે ખડ્ગને હાથમાં ધારણ કર્યું. તે પછી આયુષપાલકે વારવા છતાં પણ સ્વામીએ કૃષ્ણ કરતાં અધિક અવાજપૂર્વક શંખને દૃઢપણે પૂર્યો. શંખના અવાજથી હાથીઓએ મજબૂત દોરડાંઓને તોડી નાંખ્યાં. પર્વતના શિખરો તૂટ્યા લાગ્યાં. પૃથ્વીપણ કંપ પામી. સમુદ્ર ઊંચા ક્લોલવડે પૃથ્વીતલને ભીંજવતો હતો અને મજબૂત એવા મકાનો ને ભીંતો પણ તૂટી તૂટીને પડવા લાગ્યાં.
જેનાવડે કુંભારના ચાકની પેઠે ચક્રરત્નને અત્યંત ભમાવ્યું ને શારંગ નામના ધનુષ્યને કમળની પેઠે નમાયું ( વાળ્યું ) અને ઘણા શ્રમના– ભ્રમને કરનારી વિષ્ણુની કૌમુદકી નામની ગદાને લાકડીની પેઠે ઉપાડીને પોતાના ભુજારૂપી વૃક્ષને વિષે શાખાની શોભા પમાડાઇ.
વિષ્ણુના શંખને જેણે સ્વયં પૂર્યો ત્યારે હાથીઓએ થાંભલાઓને ઉખેડી નાંખ્યા. ઘોડાઓ બંધનને તોડી ત્રાસ પામ્યા. જગત જલદી બહેરું થઇ ગયુ, પૃથ્વીપણ વ્યાકુલ થઇ. ને કિલ્લો કંપવા લાગ્યો, અને તેઓ મૃતકની જેમ પડવા લાગ્યા, હરિને ( કૃષ્ણને ) પોતાના બંધુની અત્યંત શંકા થઇ.
પર્વતો કંપાયમાન થયા. પૃથ્વી વિચલિત થઇ. સમુદ્રો અત્યંત ખળભળ્યા, દિગ્ગજેો ત્રાસ પામ્યા. ને ભ્રમણ પામેલા યાદવો મૂર્છા પામ્યા. બ્રહ્માંડ ખંડખંડપણે ફૂટી ગયું સમુદ્રોએ પૃથ્વીતલને ભીંજાવી નાંખી. આ પ્રમાણે જેના શંખ ને ખડગના ભ્રમણની ચેષ્ટા થઇ તે નેમિ – પ્રભુ કલ્યાણ માટે થાવ.