________________
શ્રી કૃષ્ણચરિત્રમાં નેમિનાથના સંબંધથી ગૂંથાયેલ શાંબ પ્રદ્યુમ્ન અને શ્રી કૃષ્ણના નરક ગમનનું સ્વરૂપ ૩૧૯
છેદી નાંખે તેમ. તે વખતે યાદવરાજાઓવડે મગધપતિરાજાના સંગ્રામમાં ક્રોધ પામેલા તેઓવડે ઘણા પરાક્રમી પુરુષો મારી નંખાયા. હિરણ્યનાભ રાજાએ જયસેનને મારી નાંખ્યો. ક્રોધ પામેલા અનાવૃષ્ટિ રાજાએ હિરણ્યનાભને મારી નાંખ્યો. રથનેમિએ જરાસંધના –૧૯ –પુત્રોને વેગથી યમના ઘરમાં મોક્લી આપ્યા. રથનેમિ રાજાવડે પોતાનું સૈન્ય મંથન કરાયું ત્યારે તે વખતે જરાસંધે શિશુપાલને સેનાપતિ કર્યો. મગધેશ્વર ( જરાસંધ ) રામ અને કૃષ્ણના વધની પ્રતિજ્ઞા કરીને શિશુપાલ સહિત રામ અને કૃષ્ણને હણવા માટે ચાલ્યો. ચિહ્નવડે કૃષ્ણ અને બલદેવને ઓળખીને તે બન્નેને હણવા માટે જરાસંધ યુધ્ધભૂમિમાં આવ્યો. આ બાજુ જરાસંધ રાજાના ૨૮ પુત્રો બળદેવ સાથે યુધ્ધ કરતાં યમરાજાના મંદિરમાં ગયા. જરાસંધ પોતાની તલવારવડે બળદેવના નવ – પુત્રોને હણીને જતાં ભીમની ગદાવડે હણાયેલો પૃથ્વીપર પડયો.
–
ક્ષણવારમાં ઊભો થઇને તે ભીમને મસ્તકમાં જરાસંધ તેવી રીતે તાડન કર્યું કે જેથી ભીમ પૃથ્વીપર પડી ગયો. તે વખતે અર્જુને જરાસંધને તેવી રીતે બાણોવડે તાડન કર્યું કે જેથી ( તે ) ધનુષ્ય વિષે બાણ સાધવા માટે (ચઢાવવા) શક્તિમાન ન થયો. કૃષ્ણે યુધ્ધકરતાં જરાસંધના – ૬૯ – પુત્રોને મારી નાંખ્યા અને તે પછી નવ ને સાત પુત્રોને મારી
નાંખ્યા.
એક વખત સવારમાં પોતાની સેનાને લગભગ સૂતેલી જોઇને કૃષ્ણે કહયું કે હે નેમિ ! આ આપણું સૈન્ય સૂઇ કેમ ગયું છે ? હમણાં કેમ ઊભું થતું નથી ? નેમિએ કહયું કે મગધરાજાવડે જરાવિધા મુકાઇ છે. તેથી આપણું બધું સૈન્ય સુઇ ગયેલું હોય તેવું દેખાય છે. શાંતિક આદિ ઘણા ઉપચારો કર્યા છતાં પણ જયારે સૈન્ય ઊભું થતું નથી ત્યારે કૃષ્ણે નેમિને કહયું હે નેમિ ! તું જાણકાર છે ને દયાળુ છે. જેથી હમણાં કહે કે આપણું પોતાનું બધું સૈન્ય કેવી રીતે સચેતન થાય ? નેમિએ ક્હયું કે અહીં પૃથ્વીની અંદર નાગરાજવડે પૂજાતું અત્યંત પ્રભાવશાલી શ્રી પાર્શ્વનાથ જિનેશ્વરનું બિંબ છે. ત્રણ ઉપવાસને અંતે તુષ્ટ થયેલા પાતાલપતિ તમને તે પાર્શ્વનાથ જિનેશ્વરનું બિંબ હે કૃષ્ણ ! આપશે. તેના સ્નાત્રના પાણીવડે સિંચન કરાયેલી સઘળી સેના જલદી ઊભી થશે. કારણકે પૃથ્વીનેવિષે તે બિંબનો પ્રભાવ અતિ પ્રબલ છે. નેમિનાથે હેલું કરવાથી શ્રી પાર્શ્વનાથના બિંબના સ્નાત્રના પાણીવડે અભિષેક કરાયેલું સઘળું સૈન્ય જલદી ઊભું થયું. તે સ્થાનને વિષે શ્રીકૃષ્ણવડે મોટો પ્રાસાદ કરાવાયો. અને તે પ્રાસાદમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુનુંબિંબ સારા ઉત્સવપૂર્વક સ્થાપન કરાવાયું. ત્યાં શંખેશ્વરનામનું શ્રેષ્ઠનગર સ્થાપીને શ્રી કૃષ્ણે શંખને તેવીરીતે પૂર્યો કે જેથી શત્રુને ભય થયો.
તેથી આજે પણ શ્રી શંખેશ્વર નામનું મહાતીર્થ ઘ્યાન પૂજન આદિવડે પોતાના ભક્તોનાં વિઘ્નોને હણે છે. જરાસંધ બખ્તર ધારણ કરી શત્રુના સૈન્યને હણવા માટે આવ્યો, ને ઊભા થયેલા શત્રુઓને જોઇને હૃદયમાં વિચારવા લાગ્યો કે મારાવડે તેઓને જરાવિધા અપાઇ હતી. તે જલદી કોનાવડે ઉતારાઇ ? પાર્વનાથપ્રભુના સ્નાત્રના પાણી વડે તેને ઉતારાયેલી જાણીને મગધરાજા આકાશમંડલને વિસ્તારતા એકી સાથે સૂર્યને ઢાંક્તા જરાસંધે – મેઘની જેમ બાણની વૃષ્ટિ કરી. એક વખત મગધરાજા સંપૂર્ણ સેવકો સહિત શત્રુના સંહારને કરનારું અત્યંત યુધ્ધ કર્યું ત્યારે તે વખતે ઇન્દ્રે આપેલા રથમાં ચઢેલા નેમિએ લાખો પ્રમાણ શત્રુઓની ચારે બાજુ તેવી રીતે પોતાનો રથ મજબૂતપણે ભમાવ્યો કે સઘળા શત્રુઓ બેડીથી બંધાયા હોય તેવા થયા. અને તેઓ ત્યાં સ્તંભિત થયા હોય તેમ મનુષ્યો અને દેવોવડે દેખાયા. યુધ્ધ અટક્યું ત્યારે પ્રભુવડે તેઓ મુક્ત કરાયા ને કંપતા એવા તે શત્રુઓ પ્રભુનાં ચરણ-કમલયુગને