________________
શ્રી સગર ચક્રવર્તિનો સંબંધ
૧૯૩
સંસાર અનિત્ય છે. વળી પુત્રપૌત્રાદિ સર્વ વસ્તુઓ નાશ પામનારી છે. તેથી શોક ન કરવો જોઈએ. તે પછી કોઈક માણસે આવીને રાજાની પાસે આ કહયું. તમારા પુત્રોવડે લવાયેલી ગંગાનદી પૃથ્વીને અત્યંત ભીજવે છે. તેને પાછી તું માર્ગમાં લાવ. જો એમ નહિ કરે તો પ્રજાનો વિનાશ થશે. તેથી સગરચવુર્તિ ચિતામાંથી ક્ષણવારમાં બહાર નીકળ્યો. ગંગાના દુ:શક્ય એવા તે પ્રવાહને ચક્યુર્તિ વૈતાઢયપર્વત પાસેથી ગંગાનદીના મધ્યમાં લઈ ગયો. એટલામાં જ્ઞાની એવા શ્રી અજિતનાથ સ્વામીના શિષ્ય મુકુંદ નામના આચાર્ય ભગવાન નગરીની નજીક આવ્યા. ત્યાં બીજા ચક્વર્તિ સગર જઈને ઉત્તમ ગુને નમસ્કાર કરીને પોતાના કુટુંબ સહિત ધર્મ સાંભળવા માટે બેઠો. અહીયાં ધર્મનો ઉપદેશ કહેવો : -
દેશનાને અંતે ચક્રવર્તિએ કહયું કે મારા પુત્રો એકી સાથે કેમ મરણ પામ્યા? તેઓએ શું પાપ કર્યું હતું? કહો. જ્ઞાની ભગવંતે કહ્યું કે શ્રીપુર નામના ગામમાં ધરાપલ્લીમાં રહેતા ઘણા ભિલ્લો હંમેશાં ચોરી કરતા હતા. શ્રી ભદિલપુર નગરથી સંઘ શ્રી શત્રુંજ્યગિરિ તરફ જતો હતો.જ્યારે (સંઘ) શ્રીપુર નગરમાં આવ્યો ત્યારે ભિલ્લો પરસ્પર હેવા લાગ્યા. આ સંઘને વિષે ઘણું ધન છે. તેથી સોનું આદિ લૂંટીને આપણે સુખેથી ભોગવીએ. તે વખતે બે ઓછા એવા – ૬૦ – હજાર ભિલ્લોએ કહયું કે તેઓનું ધન ગ્રહણ કરીયે. જેથી સુખપૂર્વક નિર્વાહ થાય. તે વખતે શુભ ચિત્તવાલા બે કુંભારોએ તેઓની આગળ કહયું કે પારકું ધન ગ્રહણ ન કરવું જોઇએ. અને યાત્રિકોનું ધન વિશેષ ગ્રહણ ન કરવું જોઇએ. આ શ્રાવકો પોતાનું ધન નિચ્ચે સાત ક્ષેત્રમાં વાવે છે અને તીર્થોમાં પોતાનું ધન વાપરતાં યાત્રા કરે છે. પૂર્વે કરેલાં પાપોવડે કરીને હમણાં આપણા ખરાબ જન્મવડે કરીને પેટ સતત દુઃખેરીને ભરી શકાય એવું છે.
પુણ્યાનુબંધી પુણ્યવડે કરીને દાન કરનારા એવા આ શ્રાવકો ઘણા ધર્મને ઉપાર્જન કરે છે. આપણે એ લોકોનું ધન લૂંટવાવડે પાપ કરીયે છીએ. તેથી આપણો ખરેખર દુર્ગતિમાં પાત થશે. આ પ્રમાણે બોલતાં ભદ્રિક ભાવવાળા તે બને કુંભારોનો તિરસ્કાર કરીને ચોરોએ તે સંઘને લૂંટ્યો. બે ઓછા એવા ૬૦ – હજાર લ્લિો તે સંધને લૂંટીને પોતાનો નિર્વાહ કરવા લાગ્યા. આ બાજુ શ્રીપુર નગરના સ્વામી. ધનનામના રાજાએ આવીને ભિલ્લો વડે પૂર્ણ એવા તે નગરને ચારે બાજુથી ઘેરી લીધું તે વખતે તે બને કુંભારો ગામમાંથી બહાર નીકળી ગયા. અને તે ભિલ્લો ધનરાજાની સાથે યુદ્ધ કરે છે. તે રાજાવડે તે ગામ બાળી નંખાયે છતે તે ભિલ્લો વિચારવા લાગ્યા કે આપણે જે પાપ કર્યું છે. તે આપણું પાપ પ્રગટ થયું. તે પછી ખરાબ ધ્યાનના યોગથી અનિવડે બળી ગયેલા તે સર્વે મરીને નરકમાં ગયા. પાપીઓની ગતિ આવા પ્રકારની થાય છે. ઘી વગરનું અલ્પ ભોજન – પ્રિય વ્યક્તિઓ સાથે વિયોગ – અપ્રિયની સાથે સંયોગ આ સર્વ પાપનું ફલ છે.
मांचइ मांकुण घरु चूअइ, चिल्लकडा बहु आइं १ अक्कुबालणि जव तऊणि, नरगह एह फलाइं॥२॥
ખાટલામાં માંકડ – ઘણા અવાજો કરતાં ઘરમાં ઉદર – તપેલાં આક્રોશ કરતાં બાળકો, મનુષ્યના ઘરમાં આ પાપનાં ફલો છે.