Book Title: Shatrunjay Kalpa Vrutti Part 01
Author(s): Shubhshil Gani, Mahabhadrasagar, Kapurchand R Varaiya
Publisher: Shraman Sthaviralay Aradhana Trust
View full book text
________________
શ્રી રામ કથા અથવા જૈન ગીતા સંબંધ
૨૨૯
દશરથ રાજાએ મોન ક્યું ત્યારે રામચંદ્ર વિચાર્યું કે પિતાએ મને વનવાસ માટે હમણાં રજા આપી છે. (ક) સીતા અને લક્ષ્મણ સહિત રામ પિતાનાં ચરણકમલમાં નમીને રાજયને વિષે સ્પૃહા – ઈચ્છા વગરના મનવાળા વનવાસ માટે ચાલ્યા. (ક)
હયું છે કે: –
आहूतस्याभिषेकाय, विसृष्टस्य वनाय च। ददृशुर्विस्मितास्तस्य, मुखरंगं समं जनाः ॥१॥
રાજ્યાભિષેના માટે બોલાવાયેલા અને વનવાસમાટે વિસર્જન કરાયેલા એવા તેના (ામના) મુખના આનંદને વિસ્મય પામેલા લોકો એકસરખો જોતાં હતાં. (૧)
તે વખતે વિશેષ કરીને પ્રગટપણે સમસ્ત સંસારને અસાર જાણી દશરથ રાજાએ ચંદ્રસૂરિ પાસે દીક્ષા લીધી. (ક) પ્રજાએ રામની પાછળ જઈ વિનયપૂર્વક કહયું કે : - તમારા વિના નિરાધાર એવા અમે આજે શી રીતે રહીશું? (ક)
देहयष्टिविना मूर्जा - मुख श्री सया विना। द्दग् विना तारयावल्ली विना पत्रेण नैधते॥१॥ विजला सरसी चैत्य - शिलाका देववर्जिता। વિદ્યા નિધવા - મુદેવ દરિવર્તિતારા
જેમ મસ્તક વિનાની દેહયષ્ટિ –નાસિકા વગરની મુખની શોભા – કીકી વગરની આંખ – પાંદડાં વગરની વેલ શોભતી નથી. પાણી વગરનું સરોવર દેવ વગરની ચૈત્યશલાકા, અધિષ્ઠાયક દેવી વગરની વિદ્યા. સિંહ વગરની ગુફા - જેમ શોભતી નથી તેમ (રામ વગરની અયોધ્યા શોભતી નથી.) એવી રીતે ઘણા શ્રેષ્ઠીઓની શ્રેણી ને પ્રાસાદની શ્રેણી સહિત એવી પણ અયોધ્યા હમણાં રામ વિના જરા પણ શોભતી નથી. (ક) આ પ્રમાણે લોકો બોલતાં હતાં ત્યારે રામે હયું કે હે લોકો ! હું ખરેખર નિચ્ચે પિતાની પ્રતિજ્ઞાનું પાલન કરીશ. (5)
सकृज्जल्पन्ति राजानः, सकृज्जल्पन्ति साधवः । सकृत् कन्या: प्रदीयन्ते, त्रीण्येतानि सकृत् सकृत् ॥२५६॥
રાજાઓ એક વખત બોલે છે. સાધુઓ એક વખત બોલે છે. ને કન્યાઓ પણ એક વખત અપાય છે. આ ત્રણે વસ્તુઓ એક એક વખતજ હોય છે. (ક) ભરત મારો ભાઈ છે. પ્રજાઓનું ન્યાયમાર્ગવડે રક્ષણ કરશે. એથી પ્રજાએ