________________
૨૭૬
શ્રી શત્રુંજય-લ્પવૃત્તિ-ભાષાંતર છે. આ લોકમાં સંસારની આવી સ્થિતિ છે. ૨. આ પ્રમાણે નિરંતર લક્ષ્મણવડે બોધ કરાયેલો પણ રામ – રાજ્યનું કાર્ય કરતો મનમાં સીતાને યાદ કરતો હતો. ક સમસ્ત દેશનાં લોક સીતાના ગુણના સમૂહને હંમેશાં યાદ કરતાં વારંવાર રહે છે. તેમજ પડખે રહેલાને પણ દુઃખ પમાડે છે.
તે પછી તે વનમાં ચાકરને મોક્લીને ત્યાં રામે (સીતા) ન મળવાથી વાધદ્વારા મરેલી સીતાને જાણી. કમરેલી એવી સીતાને વિચારતાં એવા રામે મંત્રીશ્વરને ક્યું કે જુદી જુદી પૂજા કરવાથી મરણ યિા કરીએ. ક રામવડે સીતાનું સમસ્ત પ્રેતકાર્ય કરે છતે બધાં લોકો ઘણાં દુ:ખી થયાં કહયું છે કે, આઠ હજાર સ્ત્રીઓથી સતત વ્યાપ્ત હોવા છતાં પણ સીતામાં એક છે મન જેનું એવો રામ સ્વપ્નમાં પણ તેને વારંવાર યાદ કરે છે. ક
આ બાજુ દેવનગર સરખા પુંડરીક નામના નગરમાં વજંઘ રાજાના આવાસમાં સીતાએ – નવમાસ પૂર્ણ થયા ત્યારે શ્રવણ નક્ષત્રમાં ચંદ્રહતો ત્યારે સુંદર સ્વપ્નથી સૂચિત કામદેવનારૂપ સરખા મનોહર એવા બે પુત્રોને જન્મ આપ્યો.
તે બન્નેનો જન્મોત્સવ કરી વજંઘ રાજાએ હર્ષવડે પહેલા પુત્રનું અનંગલવણ એવું નામ આપ્યું. અને બીજાનું મદનાંકુરા – એવું નામ રાજાએ આપ્યું. તે પછી તે બન્ને પુત્રો શ્રેષ્ઠ શરીરવાલા વૃધ્ધિ પામ્યા. આ તરફ ઘણી વિધા અને બલથીયુક્ત સિદ્ધાર્થ નામના સાધુ વિહાર કરતાં પુંડરીક નગરમાં આવ્યા. ભિક્ષાને માટે એક ઘરથી બીજા ઘરમાં પ્રગટપણે ફરતાં જ્યણામાં તત્પર સીતાથી અધિતિ એવા ઘરને વિષે આવ્યા. તે વખતે સીતાએ શ્રેષ્ઠ આહારવડે તે સાધુને વહોરાવ્યું ત્યાં તે પછી સીતાએ બે પુત્રો સહિત ઉત્તમ ભાવથી નમસ્કાર ર્યો. તે પછી તે સાધુએ લવણ અને અંકુશને ધર્મશાસ્ત્રો તેવી રીતે ભણાવ્યો કે જેથી તે બને ધમિમાં શિરોમણિ થયા.હવે એક વખત અષ્ટાંગ નિમિત્તને જાણનાર સુંદરમનવાલો ધન નામે નિમિનિયો ત્યાં આવ્યો. અને તેણે તે લવણ ને અંકુશને પોતાની વિદ્યાઓ આપી. .
* હવે (તે બન્ને પુત્રો) સૌમ્યપણાવડે ચંદ્રસરખા – તેજવડે સૂર્ય સરખા-શત્રુનો વધ કરવાથી મંગલ સરખા - જાણપણાવડે બુધ (પંડિત) સરખા – વિદ્યાવડે ગુરુ સરખા – સારી બુદ્ધિવડે કવિ – (શુક સરખા) સુંદર – ફૂરોમાં (માણસોમાં) શનિ સરખા એ લવણ ને અંકુરા પુત્ર થયા. 5
વિનય આદિ ગુણના સમૂહવડે હંમેશાં લોકોને રંજિત કરતા તે લવણ ને અંકુશ વર્જઘરાજાને ઉત્તમભક્તિવડે સેવતા હતા. * વજર્જઘરાજાએ શશી ચૂલા વગેરે શ્રેષ્ઠ – રર – કન્યાઓ પહેલાં લવણને પરણાવી. અને પૃથ્વીપુરમાં પૃથુરાજાની પુત્રી કનકમાલાને વજર્જઘરાજાએ અંકુશ સાથે પરણાવી. |
(આ બન્નેનો પરણવાનો વિસ્તાર બીજાં શાસ્ત્રો – ગ્રંથોથી જાણવો)
ઘણા રાજા અને વિધાધરોવડે સેવાતાં છે ચરણ કમલજેનાં એવા લવણ અને અંકુરીતે નગરમાં સુખપૂર્વક રહેતા હતા. 5 અનુક્રમે પાંચ હજાર વિદ્યાધરોવડે આશ્રિત એવા લવણ ને અંકુશ પોતપોતાના ઉલ્લાસ પામતાં ભુજાના તેજવડે
કવિએ પુત્રોના ગુણોમાં સારવાર ઘટાવ્યા છે.