Book Title: Shatrunjay Kalpa Vrutti Part 01
Author(s): Shubhshil Gani, Mahabhadrasagar, Kapurchand R Varaiya
Publisher: Shraman Sthaviralay Aradhana Trust
View full book text
________________
૩૦૪
શ્રી શત્રુંજય-લ્પવૃત્તિ-ભાષાંતર
રોહણરાજાની પુત્રી રોહિણીના ઉત્તમ સ્વયંવરમાં ઘણા રાજાઓને વિવાહ માટે બોલાવ્યા. ઘણા રાજાઓ રોહિણીને ઇચ્છા હતા ત્યારે વસુદેવ રોહિણીને પરણીને મોટાભાઈને મલ્યો. કોઈ વખત બલદેવના જન્મને કહેનારાં ચાર સ્વખો રાત્રિમાં જોઈને રોહિણીએ સારા દિવસે પુત્રને જન્મ આપ્યો. પિતાએ સજજનોની સાક્ષીએ પુત્રનો જન્મોત્સવ કરીને હર્ષવડે લોકોને આનંદ આપનાર બલભદ્ર એમ નામ આપ્યું એક વખત કંસના આગ્રહથી વસુદેવ દેવક રાજાની પુત્રી દેવકીને સારા ઉત્સવપૂર્વક પરણ્યો. તે સમયે જરાસંધની પુત્રી કંસની સ્ત્રી (પત્ની) જીવયશા મદિરાપાન કરીને સખી સહિત મદોન્મત્ત થઈ હતી. હયું છે કે : -
मद्यपानरसे मनो, नग्नः स्वपिति चत्वरे; गूढंच स्वमभिप्रायं, प्रकाशयति लीलया; ॥१॥ વાપાન યાન્તિ, વન્તિઃ શાર્તિક કૃતિઃ શ્રિય: विचित्रा चित्ररचना, विलुठत्कज्जलादिव।
મદિરાપાનના રસમાં મગ્ન એવો માણસ નગ્ન થયેલા ચોકમાં (ચાર રસ્તામાં) સૂઈ જાય છે. અને ગુપ્ત એવો પણ પોતાનો અભિપ્રાય લીલાવડે પ્રકાશિત કરે છે. દાના પાનથી – કીર્તિ – કાંતિ – ધૃતિ ને લક્ષ્મી ચાલી જાય છે. કાજળ ઢોળાવવાથી જુદી જુદી ચિત્ર રચના ચાલી જાય છે (નાશ પામે છે) તેમ. હવે તે વખતે ભિક્ષા માટે આવેલા પોતાના દિયર અતિમુકતકને જોઈને કંસની પત્ની જીવયશા બોલી. હે દિયર ! અતિમુક્તક ! તું આ સમયે આવ્યો તે સારું થયું. મારી સાથે મદિરાપીને ક્રીડાકર. આ પ્રમાણે બોલતી તેણીવડે કંસના નાનાભાઇ અતિમુક્તક મુનિ કંવડે આશ્લેષ કરાયેલા બોલ્યા કે –
દેવકીનો સાતમોગર્ભ તારાપિતા અને ધણીને હણનારો થશે." એ વચન સાંભલીને ચાલ્યો ગયો છે મદ જેનો એવી જીવયશાએ એકાંતમાં મુનિએ કહેલું પતિ કંસની આગળ કહયું. મૃત્યુથી ભય પામેલા કંસવડે પ્રીતિપૂર્વક વસુદેવ પાસે દયાપૂર્વક આ પ્રમાણે બોલતાં દેવકીના ગર્ભોની માંગણી કરી. કોઈક મેઘકુમાર દેવે સ્વપ્નમાં હયું – “કે હે કંસ ! તું ઘરમાં એકાંતમાં દેવકીના સાતગભોને મોટા કરીશ તોજ તારું જીવિત લાંબુ થશે. • એમ નહિ કરે તો તું મરી જઇશ. તે વખતે વસુદેવે આદરથી તે વચન કબૂલ કર્યુંદેવકીથી ઉત્પન્ન થયેલા ગર્ભને એકાંતમાં લઈ જઈને કંસ નિર્દયપણે મોટી શિલાની ઉપર મારતો હતો. તે વખતે ગુપ્તપણે નૈગમેષદિવ આવીને તે બાળકને લઈ જઈને સુલસા શ્રાવિકાને આપતો હતો. ને તેના મરેલા પુત્રો કંસને આપતો હતો. મરેલાં વસુપુત્રને જાણીને મજબૂત પથ્થરઉપર અફળાવીને કંસરાજા એકાંતમાં પૃથ્વીપીઠપર ફેંકી દેતો હતો. આ પ્રમાણે તેના છ પુત્રોને દેવે સુલસા શ્રાવિકાને આપ્યા. અને સુલસાના મરી ગયેલા પાંચ પુત્રો કંસને આપ્યા. કંસપણ મોટા પથ્થરઉપર નિર્દયપણે અફળાવતો હતો. આશ્ચર્ય છે કે નિર્દયતા પુરુષોને દુ:ખ આપનારી થાય છે. (તે છ)નામવડે–અનીક્ય – અનંતસેન – અજિતસેન - નિહતારિ -દેવયશા – અને શત્રુસેન અનુક્રમે થયા. સુલસા દેવકીના એ પુત્રોને પાલન કરતી. (હતી) જેથી તેઓ રૂપથી દેવકુમાર સરખા થયા. એક વખત દેવકીએ રાત્રિમાં – સિંહ – સૂર્ય અગ્નિ – હાથી – ધ્વજ – વિમાન ને પદ્મ સરોવર એ સાત વખો જોયાં. સમય પ્રાપ્ત થયે (કાલપૂરો થયે છો) પ્રાપ્ત થયો છે દોહદ જેને એવી દેવકીએ અનુક્રમે