________________
૩૧૪
શ્રી શત્રુંજ્ય-કલ્પવૃત્તિ-ભાષાંતર
આ પ્રમાણે રુકિમણીને જલદી રથમાં બેસાડીને તે કૃષ્ણના પુગે ( પ્રધુને) શંખને વગાડ્યો ને રાજમાર્ગમાં ચાલ્યો. હું રુકિમણીનું હરણ કરીને જાઉ છું. કૃષ્ણ અથવા બીજા પણ રક્ષણ કરે. આ પ્રમાણે બોલતો પ્રધુમ્ન જલદીથી નગરની બહાર ગયો. રુકિમણીનું હરણ કરીને નગરની બહાર જતાં શત્રુને સાંભળીને કૃષ્ણ શત્રુને હણવા માટે ને પ્રિયાને પાછી લાવવા માટે જલદી ગયો. ત્યાં જઈને મજબૂતપણે શારંગ– ધનુષ્યનું આસ્ફાલન કરતાં કૃષ્ણ કહ્યું કે હે મરવાની ઈચ્છાવાલા ! મારી આ પત્નીનું તું શા માટે હરણ કરે છે? જો તું મારાથી મરવાને ન ઈચ્છતો હોય તો આ રુકિમણીને જલદીથી છેડી દે. શું તારાવડે મારું શત્રુને હરણ કરનારું બલ જણાયું નથી? હવે તે કૃષ્ણપુત્રે એક્રમ વિદ્યાના બલથી તેની છાવણી ભાંગી નાંખીને દાંત વગરના હાથીની જેમ કૃષ્ણને હથિયાર વગરનો કર્યો.
કૃણ તેનું મસ્તક કાપવા જે જે શાસ્ત્ર હાથમાં કરે છે તે તે અને તે કૃષ્ણનો પુત્ર આકડાનાં રૂની જેમ દૂર ફેંકી દે છે. હવે કૃણ ખેદ પામ્યા ત્યારે નારદે ત્યાં આવીને આ પ્રમાણે કહયું આ પ્રદ્યુમ્ન તમારો પુત્ર છે. કાંતિવાલો જે રુકિમણીવડે જન્મ પામ્યો છે. આ પ્રમાણે સાંભળીને કૃષ્ણ પ્રેમપૂર્વક પ્રદ્યુમ્નને આલિંગન કરીને પોતાના પટહસ્તિ પર બેસાડીને પોતાના નગર તરફ ચાલ્યો. પ્રદ્યુમ્ન અને રુકિમણી સહિત – મહોત્સવ કરતો કૃણ નગરીમાં લોકોવડે જોવાતો પોતાના ઘેર આવ્યો.
આ બાજુ દુર્યોધને આવીને કહયું કે તમારા પુત્રને માટે અહીં ન્યા લવાઈ હતી તે હમણાં કોઈક ગુપ્તપણે હરણ કરી છે. કન્યાની તપાસ કરવા છતાં પણ જ્યારે કોઇનાવડે પ્રાપ્ત ન કરાઈ ત્યારે દુર્યોધન વગેરે સઘળા અત્યંત દુ:ખી થયા. હવે કૃણે કહયું કે એવો કોઈ છે કે કન્યાને અહીં લાવે. હું જ્યારે લાવીશ. એમ કહીને પ્રદ્યુમ્ન ચાલ્યો. તેનાવડે લવાયેલી કન્યા તેને અપાતી બળાત્કારે પ્રધુમ્ન સુંદર ઉત્સવપૂર્વક ભાનુને અપાવી.
ત્યાં ઘણા વિદ્યાધરોએ આવીને વિદ્યાધર કન્યાઓ અને રાજાઓએ ઘણી રાજકન્યાઓ પ્રદ્યુમ્નને સુંદર ઉત્સવપૂર્વક આપી. કૃષ્ણ જીર્ણમંચ પર રહેલી સત્યભામાને જોઈને પૂછ્યું કે તારા હૈયામાં શું દુ:ખ છે? તે પછી સત્યભામાએ જ્હયું કે હું તમારી પાસેથી પ્રદ્યુમ્નસરખા પુત્રને પ્રાપ્ત કરું. કૃણે કહયું કે તારે દુઃખ કરવું નહિ. પુત્ર થશે. ચતુર્થતપ (ઉપવાસ તપ) થી તુષ્ટ થયેલા નૈગમૈષી દેવે કૃષ્ણને કહયું કે હે કૃષ્ણ તમારે શું જોઈએ છે? તે પછી કૃષ્ણ આ પ્રમાણે કહયું, તમે કેવી રીતે કરો કે જેથી સત્યભામાને બલ – રૂપ અને લક્ષ્મી આદિથી પ્રધુમ્નના સરખો પુત્ર થાય.
હાર આપીને દેવે કહ્યું કે આ હાર તમારે પત્નીને આપવો. જેથી (સત્ય) ભામાને અનુક્રમે કામદેવ સરખો પુત્ર થશે. હવે દેવ ગયા ત્યારે તે વિદ્યા વડે હારનું સ્વરૂપ જાણીને પ્રધુમ્ન જાંબુવતીને સત્યભામા સરખી બનાવી. વિધાવડે ઘેરાયેલી જંબુવતી કૃષ્ણની પાસે ગઈ. ભામાની ભૌતિવડે તેને હાર આપીરાત્રિમાં તેને ભોગવી, ઉત્તમ સ્વખથી સૂચિત સ્વર્ગમાંથી વેલો કોઇક દેવ સુંદર પુણ્યના પ્રભાવથી તેણીની કુક્ષિમાં અવતર્યો. જાંબુવતી ગઈ ત્યારે ભોગને માટે સત્યભામાં આવી. કૃષ્ણ વિચાર્યું કે આ ક્ષણવારમાં ફરીથી ભોગ માટે આવી છે. પુરુષને એક વખત ભોગવડે તૃપ્તિ થાય છે. સ્ત્રીને નહિ, કારણકે સ્ત્રીને પુરુષ કરતાં આગુણો કામ હોય છે કહયું છે કે : -