________________
શ્રી રામ કથા અથવા જૈન ગીતા સંબંધ
૨૯૧
રામે કહ્યું કે કોઈ ઠેકાણે પત્થર ઉપર કમલ વધતું નથી. તે દેવે કહયું કે તો શું (તારું) મૃતક જીવતું થાય? આ પ્રમાણે ઘણી વખત રેતીઆદિ (પીલવાનું) દેખાડવાથી સીતાના જીવ અય્યતને રામને ધર્મને વિષે બોધ પમાડયો. તે પછી તે ઇન્દ્ર પઝટ થઈ પોતાની દેવલોકની ગતિ જણાવીને રામને દીક્ષા માટે ધર્મમાં ત્રણ વખત સ્થિર ર્યા. બોધપામેલા રામે લક્ષ્મણનો અગ્નિ સંસ્કાર કરીને દીક્ષા ગ્રહણ કરવા માટે શત્રુ બને તે વખતે કહ્યું. હું દીક્ષા ગ્રહણ કિરીશ. તું હમણાં રાજય લે, શત્રુને તે વખતે કહયું હું પહેલાં સંયમ ગ્રહણ કરીશ. હયું છે કે લક્ષ્મણનો સંસ્કાર કરીને પછી પ્રિય વૈભવની સાથે પૃથ્વીનું પાલન કરવા માટે જલદી શત્રુનને કહે છે.
હે વત્સ રાજન ! તું આ સક્લ રાજ્યને ભોગવ. સંસારના ભ્રમણથી ભયપામેલો હું તપોવનમાં પ્રવેશ કરું છું, શત્રુન કહે છે કે દુર્ગતિને કરનારા રાજ્યવડે સર્યું. હે દેવ ! હમણાં તમને છોડીને મારી બીજી ગતિ નથી. તે વખતે રામે રાજયને નહિ ગ્રહણ કરતાં શત્રુખને જાણીને અનંગલવણ નામના પુત્રને સ્પષ્ટ અક્ષરપૂર્વક હયું આ રાજ્યને તું ગ્રહણ કર. સંયમ ગ્રહણ કરીશ. પુત્રે કહયું કે તમારા વિના હું ક્ષણવાર પણ રહેવા શક્તિમાન નથી. તે પછી રામે બળાત્કાર મોટાપુત્રને ઘણા રાજાઓ વગેરેની સાક્ષીએ સુંદર ઉત્સવપૂર્વક પોતાની પાટપર સ્થાપન ર્યો. તે વખતે બિભીષણે સુભૂષણ નામના શ્રેષ્ઠ પુત્રને અને સુગ્રીવે અંગદ નામના પુત્રને પોતાની પાટપર સ્થાપન કર્યો. વિષયરહિત રામે બીજા અંકુશવગેરે પુત્રોને યથોચિત દેશો આપ્યા. તે વખતે રામની સાથે સંયમ લેવાની ઈચ્છાવાલા ઘણા રાજાઓએ પોતાના રાજય પોતપોતાના પુત્રોને હર્ષવડે આપ્યા. તે વખતે અહંદન નામના સુશ્રાવકના મુખેથી સુવ્રત નામના સાધુને આવેલા સાંભળીને રામ ઘણો હર્ષ પામ્યો. તે પછી પાપરહિત મનવાલા રામે ઘણા રાજાઓ અને વિદ્યાધરો સહિત ત્યાં આવી તે મુનીશ્વરને વંદન કર્યું. રામે ઘણા રાજાઓ અને વિદ્યાધરો સહિત સઘળાં મુગટ વગેરે આભૂષણો ઉતારી વ્રત ગ્રહણ કર્યું. તે વખતે ઘણા હજાર રાજાઓએ સાધુપાસે સંસારસમુદ્રથી તારનાર સંયમને તરતજ સ્વીકાર્યું. તે વખતે રામ ( મુનિ) હર્ષવડે હંમેશાં વિશુધ્ધચારિત્રનું પાલન કરતાં વિનયપૂર્વક ગુરુપાસે ઘણાં શાસ્ત્રો ભણ્યાં. તે વખતે શત્રુબે અને બિભીષણે પણ દીક્ષા લીધી. અને તે બન્નેની સાથે ઘણા રાજાઓએ દીક્ષા લીધી.
રામની સાથે સોલહજાર રાજાઓએ વેગથી ઘાસની જેમ રાજ્યને છોડીને સંયમ ગ્રહણ ક્યું. તે દિવસે ૩૩ - હજાર ને સાત સ્ત્રીઓએ લક્ષ્મીવતી સાધ્વીની પાસે હર્ષવડે દીક્ષાને ગ્રહણ કરી. રામ (મુનિ ) શ્રી સુવ્રતમુનિ પાસે વિનયપૂર્વક ઘણાં શાસ્ત્રોને ભણતાં સાડાનવ પૂર્વ ને ભસ્યા. તે પછી ગુસ્ના ઉપદેશથી એકાકી વિહાર કરતાં રામમુનિ
અભિગ્રહને ભજનારા હંમેશાં ઉગ્રતપ કરવા લાગ્યા. હયું છે કે ગુસ્વડે અનુમોદના કરાયેલા પદ્મનાભ (રામ) મુનિ નીલ્યા. ઉત્તમ શક્તિથી યુક્ત એવા તે (એકાંકી) વિહારને પામ્યા. તે રામમુનિને તે રાત્રિએ પર્વતની ગુફામાં તે અવધિ જ્ઞાનાવરણના ક્ષયથી ત્રીજું જ્ઞાન (અવધિજ્ઞાન ) ઉત્પન્ન થયું.
અવધિજ્ઞાનથી ચોથી નરકમાં ગયેલા લક્ષ્મણને જાણીને આવા પ્રકારની વિષમ સંસારની સ્થિતિને વિચારવા લાગ્યા. કહયું છે કે કુમારપણામાં સાતસો, માંડલિકપણામાં ત્રણસો ને વિજય કરવામાં જેમને ચાર હજાર વર્ષ વ્યતીત થયાં અગિયાર હજાર નવસો તેમજ ૬૦ વર્ષો મહારાજયમાં જેમની પાસે વિષયો (પંચેન્દ્રિય) હતા. પચ્ચીસ ઓછા એવા બારહજાર વર્ષ સુધી ઈન્દ્રિયસુખ ભોગવીને કાબૂરહિત છે આત્મા જેનો એવો લક્ષ્મણ નરકમાં ગયો. દેવોનો શું ઘેષ? પરભવથી ઉત્પન્ન થયેલું કર્મ ઉદયમાં આવ્યું. બાંધવના નેહથી મરેલો લક્ષ્મણ નરકમાં ગયો. મને લક્ષ્મણ