________________
શ્રી રામ કથા અથવા જેન ગીતા સંબંધ
૨૯૩
ચૂર્ણ કર્યું. ધીર એવા તમે ઉપશમરૂપી ફૂલવડે મોહશત્રુને હણ્યો. હવે સીતેન્દ્ર લક્ષ્મણને ચોથી નરકમાં રહેલાં સાંભળીને તે નરકમાં જઈને નારકોને જોયા. જેથી:- નરકોમાં જે અત્યંત તીક્ષ્ણ અતિ કર્કશ દુઃખો છે. તે દુ:ખોને કરોડો વર્ષ સુધી જીવતો પણ કોણ વર્ણન કરી શકે? નરકના જીવો ર્કશદાહ – શાલ્મલી વૃક્ષ – અસિપત્રવન – વિતરણીનદી – અને સેંકડો હથિયારોવડે અને બીજી પણ જે જે વેદનાઓ પામે છે તે તે અધર્મનું ફલ છે.
- લક્ષ્મણ અને રાવણને પરમાધામી દેવોવડેકરાતી અત્યંત પીડાને સીધે જાતે જોઈને પછી લક્ષ્મણ અને રાવણને પરસ્પર યુદ્ધ કરતાં જોઈને સીતાદે કહયું કે આ મહાકષ્ટ છે. પાંપની ચેષ્ટા છે કર્યું છે કે:- કેટલાંક ઘણા કાંટાવાલા શાલ્મલીવૃક્ષને વળગેલાં અહીં ઘણી ચઢઊતર કરાવાય છે. કેટલાક પુન્ય વગરના જીવો યંત્રમાં નંખાયા ક્યાં પિલાય છે. કેટલાક ખરજને વિષે બળી ગયા છે પણ જેના એવા નીચા મુખવકલા ત્યજી દેવાય છે. તલવાર – ચક્ર – મુદગરથી હણાયેલા – કર્કશ એવી પૃથ્વીપીઠપર આળોટતા- ચીસ પાડતા ચિત્તા - વાઘને સિંહવડે ખવાય છે. રડતા એવા તેઓ અત્યંત તપાવેલા સીસાને તાંબા સરખા – ક્લલને પિવડાવાય છે અને અસિપત્રવનમાં ગયેલા કેટલાક બીજા શસ્ત્રોવડે ભેદાય છે. તે વખતે સીતાનો જીવ અય્યતેન્દ વિચારવા લાગ્યો કે પોતાની જાતે કરેલાં પાપથી ચારગતિમાં ગયેલો જીવ શું શું દુ:ખ નથી પામતો? તે પછી સીતાના જીવ ઈન્દ્ર રામની પાસે આવીને નમસ્કાર કરી પૂછ્યું કે આ લક્ષ્મણ ક્યારે મોક્ષે જશે ? રામે કહયું કે પુષ્પક્વર દ્વીપમાં વિદેહમાં પદ્મપતનમાં લક્ષ્મણનો જીવ પદ્મનામે ચવર્તિ થશે. ત્યાં ચક્રવર્તિપણે પાલન કરીને તીર્થંકર થઈને સમસ્ત કર્મનો ક્ષય કરીને તે પદ્મજિનેશ્વર મોક્ષમાં જશે. વિરાગવાલા હનુમાન પોતાના પુત્રને રાજયપર સ્થાપન કરીને દીક્ષા લઈને અનુક્રમે શત્રુજ્ય પર મોક્ષે ગયા. વિંધ્યાટવીના વિંધ્ય પર્વતના વનમાં ઈદજીત ને મેઘવાહન ત્યાં આવ્યા અને ત્યાં કેવલજ્ઞાન પામ્યા. તેનાં નામથી તે તીર્થ થયું. કુંભકર્ણ નર્મદા નદીના કિનારે મોક્ષ પામ્યા. તેથી તે ભૂમિમાં કુંભર્ણ નામે તીર્થ થયું. લવણ અને અંકુશ આ બન્ને ભાઈઓ પોતપોતાના પુત્રોને પોતપોતાના રાજયપર સ્થાપન કરીને દીક્ષા લઈ. ક્વલજ્ઞાન પામી સિધ્ધગિરિઉપર મોક્ષે જશે. કેવલજ્ઞાની એવા રામને નમી ધર્મથીવાસિત એવા નિર્મલમનવાલા સીતેન્દ્ર જલદી અશ્રુત દેવલોકમાં ગયા. તે પછી જ્ઞાની એવા રામમનિ પૃથ્વીતલપર વિહાર કરતાં અયોધ્યા નગરીની નજીકના વનમાં સમવસર્યા. ઉધાનપાલક પાસેથી નગરની નજીક આવેલા રામમુનિ સાંભળીને અંકુશ ને લવ ધર્મ સાંભળવા માટે આવ્યા.
તે પછી રામમુનિએ આદરપૂર્વક આ પ્રમાણે ઉપદેશ આપ્યો કે પ્રાણીઓને ધર્મથી જ મોક્ષની પ્રાપ્તિ થાય છે કહેવું છે કે:- મયુયુત્ત થર થનાસં રત્ન વૌવનં,
विद्युद्दण्डतुल धनं गिरिनदीकल्लोलवच्चञ्चलम्।। स्नेहं कुञ्जरकर्णतालचपलं देहंच रोगाकुलं। ज्ञात्वा भव्यजनाः सदा कुरुत भो! धर्म महानिश्चलम्॥१॥ कर्तव्या देवपूजा शुभगुरुवचनं नित्यमाकर्णनीयं, दानं देयं सुपात्रे प्रतिदिनममलं शीलनीयं च शीलम्॥ .. तप्यं शुद्धं विशालं तप इह महती भावना भावनीया, श्राद्धानामेष धर्मो जिनपतिगदितः पूतनिर्वाणमार्गः ॥२॥