Book Title: Shatrunjay Kalpa Vrutti Part 01
Author(s): Shubhshil Gani, Mahabhadrasagar, Kapurchand R Varaiya
Publisher: Shraman Sthaviralay Aradhana Trust
View full book text
________________
નારદમુનિના મુક્તિગમનનું સ્વરૂપ
૨૯૭ સિધ્ધાદ્રિ પર્વતનું માહાસ્ય સાંભલ્યું ત્યાં સુધીજ હત્યા વગેરે પાપો આ લોકમાં ચારે તરફથી ગર્જના કરે છે કે જ્યાં સુધી ગુના મુખેથી “ શ્રી શત્રુંજ્ય ” એ પ્રમાણે નામ નથી સાંભલ્યું.
પ્રાણીઓએ પાપથી ભય ન પામવો ભય ન પામવો એક્વાર શ્રી સિધ્ધક્ષેત્રની કથા સાંભળવી. એક દિવસ શ્રી સિધ્ધક્ષેત્ર ઉપર સર્વશની સેવા (પૂજા) કરવી શ્રેષ્ઠ છે. પરંતુ લાખો તીર્થમાં ક્લેશના ભાજનરૂપ ભ્રમણ કરવું શ્રેષ્ઠ નથી. શ્રી પુંડરીકગિરિની યાત્રા તરફ જનારાઓનાં શેડો ભવથી ઉત્પન્ન થયેલાં પાપ પગલે પગલે નાશ પામે છે. આ પ્રમાણે સિધ્ધગિરિનું માહાભ્ય સાંભળનારા ઘણા લોકો તે વખતે નારદની પાસે સારી રીતે સંયમ પામ્યા. નારદ દશ લાખ ઊત્તમ સાધુઓ સાથે મહામહિનામાં શ્રી શત્રુંજયગિરિ ઉપર મુક્તિમાં ગયા.
આ પ્રમાણે આઠ નારદ અનુક્રમે ઘણા લાખ સાધુઓ સહિત પાપનો ક્ષય કરવાથી મુક્તિનગરીમાં ગયા. તેઓનાં ચરિત્રો બીજાં શાસ્ત્રોથી જાણવાં. કહયું છે કે એકાણું લાખ મુનિઓ સાથે તે નવે નારદો શ્રી શત્રુંજ્યતીર્થપર અનુક્રમે મોક્ષ પામ્યા. કહયું છે કે આ અવસર્પિણીમાં આ પ્રમાણે નારદે એકાણું લાખસાથે શ્રી શત્રુંજય પર્વત ઉપર સિધ્ધિને પામ્યા.
આ પ્રમાણે નારદોના મુક્તિગમનનું સ્વરૂપ સંપૂર્ણ થયું.
'''':'t*
નંઠિણસૂરિ-અજિતશાંતિસ્તવ મુનિગમનનો સંબંધ
नेमि वयणेण जत्ता गएण, जहिं नंदिसेण जइवणा; विहिओऽजियसंतिथओ, जयउ तयं पुंडरी तित्थं ॥२१॥
ગાથાર્થ :- શ્રી નેમિનાથના વચનવડે યાત્રા માટે ગયેલા નંદિષણસૂરિએ જ્યાં અજિતશાંતિ સ્તવ રચ્યું. તે પુંડરીક તીર્થ જ્ય પામો.
ટીકાર્ય :- શ્રી નેમિનાથના વચનવડે યાત્રામાટે ગયેલા નંદિષણ સૂરિવડે જે શ્રી સિધ્ધાચલગિરિઉપર બીજા