________________
૨૯૦
શ્રી શત્રુંજય-કલ્પવૃત્તિ-ભાષાંતર
નિદ્રા લે છે. (કરમાયાં છે) હે લક્ષ્મીધર તને જે ઇષ્ટ હોય તે મારી આગળ કહે. હમણાં તું ખેદ છોડી દે. હર્ષને ધારણ કર.
હે ભાઈ તું ઊભો થા ! હમણાં સમસ્ત રાત્રિ વ્યતીત થઈ છે. કમલવનને તૃપ્ત કરતો સૂર્ય હમણાં ઉદય પામેલો છે. તું બોલતો નથી ત્યારે કોઈ વાજિત્ર વગાડતું નથી. હમણાં જિનમંદિરમાં સંગીત કોણ કરાવશે?
આજે લક્ષ્મીપતિ લક્ષ્મણને મરણ પામેલા જાણીને બિભીષણ – સુગ્રીવ - વર્ધન –મેઘ અને ચંદ્રોદર આવ્યાં તેઓએ રામને કહયું કે હે સ્વામિ સજજનપુરુષે શોક ન કરવો જોઈએ. પ્રાણીઓનાં શરીરે પાણીના પરપોટા જેવા હોય છે ક્યું છે કે હે રાઘવ ! સર્વજીવોના દેહ પાણીના પરપોટા સરખા છે. જુદી જુદી યોનિઓમાં પ્રાપ્ત થયેલા તેઓ ઊપજે છે ને ચ્યવે છે. લોકપાલ સહિત ઈધે ઉત્તમ સુખોને ભોગવતાં પુણ્યનો ક્ષય થવાથી તેઓ પણ ઍવીને દુ:ખો અનુભવે છે. તેઓ ત્યાં ઘાસ ઉપરના બિંદુની જેમ ચલ – વિચલ - અતિદુર્ગધી – મનુષ્ય દેહમાં ઉત્પન્ન થાય છે. હે મહાશય ! લોકમાં તે કઈ સંજ્ઞા પામે છે? બીજી વાત એ છે કે અજ્ઞાનભાવથી બીજા પહેલાંનો શોક કરે છે પણ મૃત્યુના મુખમાં બેલ્લો પોતાનો શોક કરતો નથી.જીવલોકમાં તલફોતરાંના ત્રીજા ભાગ સરખું એવું કોઈ સ્થાન નથી કે જયાં જીવ ઉત્પન્ન થયો ન હોય ? અને મરણ પામ્યો ન હોય ?
આ પ્રમાણે સુગ્રીવ વિદ્યાધર વારંવાર કહ્યું ત્યારે રામે કહયું કે હમણાં મારો ભાઈ ખરેખર મર્યો નથી. તે પછી લક્ષ્મણનું મુખ જોઈને કહયું કે હે ભાઇ ! ઊભો થા. બીજાદેશ ને વૈરીવર્ગને સાધીએ. તે પછી લક્ષ્મણના મુખમાં કોળીયો મૂકીને રામે કહયું કે હે ભાઈ ! તું પકવાન ખા. અને સ્વચ્છ પાણી પી. તે પછી બિભીષાણે કહયું કે હે રામા તમે જલદી ઊભા થાવ. હમણાં આપના નગરની પાસે શત્રુનું મોટું સૈન્ય આવ્યું છે. તે પછી રામે ઊભા થઈને દોરીપર ધનુષ્ય ચઢાવીને ટંકાર કરીને લક્ષ્મણની પાસે બેઠો.. આ બાજુ સીતાનો જીવ અય્યતેન્દ– પોતાના પતિ રામને મોહરૂપી કાદવમાં જોઇને હૈયામાં વારંવાર આ પ્રમાણે વિચારવા લાગ્યો. મારા પતિ રામ દુ:ખને આપનાર મોહજાળમાં પડેલા નરકમાં જશે? મારાવર્ડ કઈ રીતે રક્ષણ કરાશે ? તે પછી અય્યદ બ્રાહ્મણનો વેશ ધારણ કરી ત્યાં રામને કહયું કે તું શા માટે મોહપાશમાં પડ્યો છે ? કહયું છે કે આ પ્રમાણે કરતાં મોહથી વ્યાપ્ત થયેલા જીવોને કાર્યસિધ્ધિ થતી નથી. પરંતુ વિપરીત બુધ્ધિવાલા તેઓને શરીરનો ખેદ થાય છે.
રામે કહયું કે હમણાં તો ખરેખર જૂઠું બોલો છે. મારો ભાઈ ગાઢ (ઘણો) સૂતો છે, હમણાં નિદ્રા વગરનો થશે. આ પ્રમાણે પોતાના અંધઉપર કરી નગરની બહાર જઈને વનમાં મૂકી કેરી લાવી બોલ્યો હે ભાઈ! તું ઊભો થા. આ શ્રેષ્ઠ આમફલ ખા, અને અહીં તું હમણાં તૃપ્ત થા. તે પછી રામ લક્ષ્મણને ખભાની ઉપર કરી જેટલામાં ચાલ્યો તેટલામાં તે દેવ એક મરેલા માણસને પોતાના ખભાની ઉપર કરીને રામની સામે આવ્યો. રામે કહયું કે હમણાં આ મૃતકને સ્કંધ ઉપર શા માટે કર્યું છે? દેવે કહયું કે આ મૃતકને ઔષધ આપીને હમણાં હું જિવાડીશ. એ પછી રામે તેને આ પ્રમાણે હયું કે મરી ગયેલા કોઈ જીવી શકે નહિ. એ પછી તે દેવે કહયું કે તો પછી તારું આ મૃતક ક્વી રીતે જીવશે ? તે પછી દેવ મજબૂત પત્થર ઉપર કમળને વાવી પાણીના બંધ વડે (ક્યારા વડે) સિંચન કરતો રામવડે જોવાયો.