________________
શ્રી શત્રુંજય-કલ્પવૃત્તિ-ભાષાંતર
એક્લો જ પરલોકમાં જાય છે. અને પૂર્વજન્મનાં ઉપાર્જન કરેલાં કર્મવડે એક્લોજ અહી આવે છે.
કહ્યું છે કે – આ સંસારરૂપી અરણ્ય ભયંકર છે. આ શરીરનું ગ્રહણ દ્રિવાનું છે. કાલરૂપી ચોર બળવાન છે. અને મોહરૂપી રાત્રી અત્યંત કાલી છે. તેથી જ્ઞાનરૂપી ધન - વિરતિરૂપીઢાલ ને શીલરૂપી ક્વચ ગ્રહણ કરી સમાધાન કરી હે સ્થિર દ્રષ્ટિવાલા લોકો ! તમે જાગો.
આ પ્રમાણે સીતાએ રામને સમજાવી સર્વગુપ્ત નામના ગુરુ પાસે મોક્ષને આપનારી દીક્ષા લીધી તે વખતે રામે તેવી રીતે દક્ષાનો મોટો ઉત્સવ ક્યો કે જેથી લોકો મોક્ષને આપનારા બોધિબીજને પામ્યા. આચાર્ય મ. હ્યું કે હે સીતા તમારે વ્રતનું તેવી રીતે પાલન કરવું કે જેથી મોક્ષનીલક્ષી તમારી હથેલીમાં લીલાવડે આવે. તે વખતે સર્વગુપ્તસૂરિએ સીતાને શુધ્ધક્યિા શીખવા માટે સુવ્રતા સાધ્વી પાસે મૂક્યાં. શ્રી સર્વગુપ્ત આચાર્યની પાસે શ્રી રામ - લક્ષ્મણ, લવ – અંકુશ તેમજ બીજા પણ ધર્મ સાંભળવા માટે આવ્યા. સીતા વગેરે સાધ્વીઓ ને શ્રાવિકાઓ સાથે સુવ્રતા પ્રવર્તિની ધર્મ સાંભળવા માટે ત્યાં આવ્યાં. ક સર્વગુપ્ત આચાર્ય મહારાજે મેઘની ગર્જના સરખી વાણીવડે ભવ્યપ્રાણીઓના બોધ માટે દેશના કરવાની શરૂઆત કરી. તે આ પ્રમાણે :- જયાં અહિસા – સત્ય – અદત્તનો ત્યાગ બ્રહ્મચર્ય બને પ્રકારના પરિગ્રહનો ત્યાગ હોય, તે ચારિત્ર મોક્ષને માટે થાય છે. વિનય – દયા - દાન – શીલ – જ્ઞાન – ઈન્દ્રિયદમન તથા ધ્યાન કરાય તે ચારિત્ર મોક્ષમાટે થાય છે. ધર્મના અક્ષર સાંભળતી વખતે નેત્રમાં નિદ્રા માતી ના હોય, વાત કરતાં તો મારવાડના ઢેકાની જેમ રાત્રિ પૂરી થાય. ધર્મમાં રસવાલા દિવસો જાય છે. તે ગુણના સમુદ્ર છે. બીજા દિવસો પાપના આરંભવાલા મને લાગે છે. કોઇક ભવ્યજીવરૂપી સિંહ – સમ્યક્ત પામીને વીર એવો એક ભવમાં જ કર્મની શુદ્ધિ કરીને નિર્વાણ પામે છે. કોઈક (જીવ) જિનધર્મને વિષે બોધિપામીને પણ કુટુંબરૂપી કાદવમાં ખેંચી ગયેલો ઇન્દ્રિયના સુખમાં આસક્ત થાય છે. તે સંસારમાં પરિભ્રમણ કરે છે.
આ પ્રમાણે સાંભળીને રામે કહયું કે મને સંસારની અસારતા જાણવા છતાં મને વૈરાગ્ય કેમ નથી થતો? જ્ઞાનીએ કહયું કે બળવાન એવા લમણની સાથે તેને મોહ ઘણો છે. તે મોહથી તને હમણાં વૈરાગ્ય થતો નથી. તે પછી રામે કહ્યું કે મારો મોક્ષ ક્યા ભવે થશે? જ્ઞાનીએ કહ્યું કે હે બલદેવ! તને આજ ભવમાં મોક્ષપ્રાપ્તિ થશે. આ સાંભળી રામે સર્વ જિનમંદિરોમાં સર્વનગરલોક સહિત જિનેશ્વરોની પૂજા કરાવી.
આ બાજુ હંમેશાં તીવ્રતપને કરતી સીતા દાવાનલથી બળીગયેલા વૃક્ષની જેમ કૃદેિહવાલી થઈ. સીતા શુદ્ધ એવાં પાંચમહાવ્રતોનું પાલન કરતી મોક્ષસુખને આપનારા તીવ્રતાને કરવા લાગી. આ પ્રમાણે છ8 – અક્રમ વગેરે તીવ્ર તપ કરતી ૬૦ – વર્ષ ને ૩૩ દિવસ પસાર ક્યું. અંતે સંલેખના કરી ઉપવાસરૂપ આરાધના કરી. સીતા મરીને સુંદર