________________
શ્રી શત્રુંજય-કલ્પવૃત્તિ-ભાષાંતર
आसन्नसिद्धिआणं, विहिबहुमाणो अ होइ नायव्वो। विहिचाओ अविहिभत्ती, अभव्वजीअदूरभव्वाणं॥३॥ धन्नाणं विहियोगो, विहिपक्खाराहगा सयाधन्ना।
विहिबहुमाणा धन्ना, विहिपक्ख अदूसगा धन्ना ॥४॥ વર્ષના જે દિવસો જિનધર્મવડે પસાર થયા તે સાર – શ્રેષ્ઠ છે અને મૂર્ખ માણસ તો ૬૦ દિવસો ગણે છે. આ માયારાત્રિ છે. તે મોહની ચેષ્ટા વડે ગાઢ અંધકારવાલી છે. અહીં તે લોકો ! ર્યો છે જ્ઞાનનો પ્રકાશ જેણે એવા (તમે) નિપુણપણે જાગો. ન ઓળખી શકાય એવો કાલરૂપી ચોર મનુષ્યોના જીવિત અને ધનને હરણ કરવા માટે હંમેશાં – (ત્રણ) ભુવનની અંદર ભમે છે
આસનસિધ્ધ જીવોને વિધિનું બહુમાન હોય છે એમ જાણવું અભવ્ય ને દુર્ભવ્ય જીવોને વિધિનો ત્યાગ અને અવિધિની ભક્તિ હોય છે. ધન્ય પુરુષોને વિધિનો યોગ થાય છે. વિધિ પક્ષનું આરાધન કરનારા હંમેશાં ધન્ય છે. વિધિ ઉપર બહુમાન કરનારા ધન્ય છે. ને વિધિપક્ષને દૂષિત નહિં કરનારા ધન્ય છે.
જે લોકે શત્રુજ્ય આદિ તીર્થોમાં યાત્રા કરે છે. તેઓને સ્વર્ગ અને મોક્ષઆદિ સુખ – હથેલીમાં થાય છે. આ શત્રુંજય તીર્થ અનાદિકાલથી ઉત્પન્ન થયેલું છે. જ્યાં અનંતા મુનિઓ પાપનો ક્ષય કરી મોક્ષ પામ્યા છે. આ શત્રુંજય તીર્થઉપર જે પક્ષીઓ પણ રહે છે. તેઓ પણ થોડા ભવો કરીને મોક્ષમાં જશે. ક તીર્થકરો ગમે છો (નિર્વાણ પામે છો) વળજ્ઞાન ગયે છતે (નાશ પામે છો) શત્રુંજયગિરિ લોકોને સંસારસમુદ્રથી તારશે. જેમ જિનોમાં અરિહંત ને પર્વતોમાં મેરુપર્વત મુખ્ય છે તેવી રીતે આ સિધ્ધગિરિ લોકવડે (તીર્થોમાં) મુખ્ય કહેવાય છે.
જે શ્રીસંઘપતિ થઈને આ સિધ્ધગિરિઉપર ઘણાં ભવ્યજીવોમાં મોક્ષને લઈ જવાને માટે વંદન કરાવશે. તે અહીં મોક્ષને પામે છે. એમાં સંશય નથી. આ પ્રમાણે વચન સાંભળીને રામે કહયું કે હે મુનિરાજા શત્રુંજયગિરિ ઉપર યાત્રા કરવા માટે હમણાં મારી ઈચ્છા છે. જ્ઞાનીએ કહયું કે ભવ્યજીવોને શત્રુંજય નામના તીર્થમાં યાત્રા કરવા માટે નિચ્ચે ઇચ્છા થાય છે. જેઓને શત્રુંજયગિરિ ઉપર યાત્રા કરવા માટે ઇચ્છા થાય છે. તે ધન્ય સિદ્ધિને પામે છે. ને તે મોક્ષગામી થશે..
તે પછી રામે શ્રી શત્રુંજયગિરિ ઉપર યાત્રા કરવા માટે ઘણી કુમ કુમ પત્રિકા મોક્લીને શ્રી સંઘને બોલાવ્યો.
(તેમના સંઘમાં) સુવર્ણ જડિત પ0 જિનમંદિરે, અને પામય ૭૧ર – જિનમંદિરો, ને શ્રેષ્ઠ કાષ્ઠમય – પ૦૧ર - જિનમંદિરો રામચંદ્રના સુંદર સંઘમાં નગરીની બહાર ચાલવા લાગ્યા. સાત કરોડ ગાડાંઓ, ઘણાં કરોડ મનુષ્ય અને સ્ત્રીઓ, પીઠપર વજન વહન કરનારા પાડાઓ – ૧૯ – કરોડ, દશ હજાર હાથી, વીશ કરોડ ઘોડાઓ, રામના સંઘમાં ઘણા વાજિંત્રો વાગવાપૂર્વક ચાલવા લાગ્યાં. દરેક દરેક ગામે દરેક નગરે હર્ષપૂર્વક સ્નાત્ર મહોત્સવ કરતો રામ મોક્ષને આપનારા શ્રી શત્રુંજ્યતીર્થઉપર ગયો. તે તીર્થમાં શ્રી આદિનાથ પ્રભુનો ના...વગેરે મહોત્સવ કરી રામચંદ્ર હર્ષપૂર્વક