________________
શ્રી શત્રુંજય-ક્લ્યવૃત્તિ ભાષાંતર
વિમાનમાં દેવ થયો. ત્યાંથી ચ્યવીને પ્રતિષ્ઠાનપુરમાં પુનર્વસુ નામે ખેચરોનો અધિપતિ થયો. સ્ત્રીને માટે તેણે નિયાણું કરીને દીક્ષા લીધી. ઘોરતપ કરી તે સનત્કુમાર દેવલોકમા દેવ થયો. ત્યાંથી ચવી તે સુમિત્રાનો પુત્ર – લક્ષ્મણ થયો.
૨૮૪
શ્રીકાંત તે સ્વયંભૂરાજા થયો. તે સ્વયંભૂ પ્રભાસકુંદ થયો. અને તે વિદ્યાધરોનો રાજા સૂર એવો લંકાધિપતિ થયો. ગુણમતિનો જીવ મરી ઘણીયોનિઓમાં ભમી વેગવતિ થઇ. સ્વર્ગમાં જઇ તે પછી સીતા થઇ. ધનદત્તઆદિ બે ભાઇઓનો જન્યચક્ર મિત્ર હતો તે આ ભવમાં હે બિભીષણ! હમણાં આપ થયા છો! જે પંચનમસ્કાર સાંભળવાથી વૃદ્ધ બળદ મરી ગયો હતો. તે છત્રછાય રાજાનો વૃષભબજ પુત્ર થયો. અને તે દેવલોકમાંથી ચ્યવી આ ભવમાં વાનર વિધાધરોનો અધિપતિ સુગ્રીવ થયો. અને તે હમણાં રામ ને લક્ષ્મણનો મિત્ર થયો. છે કેઃ– પૂર્વે આ બધા નિરંતર સ્નેહ સંબંધવાલાં હતાં. તેથી તેઓ હંમેશાં અનુકૂલ રામના સ્નેહને વહન કરે છે. ૧.
D ફૂટનોટ :- આ બન્ને ગાથામાં રાવણ થનાર જીવ એક જ છે. એક વાર્તાનો છેલ્લો ભવ છે અને બીજામાં પહેલો ભવ વર્ણવ્યો છે.
– ઉપરની ગાથામાં પણ એજ રીતે લક્ષ્મણનો પરિચય બેવાર આપ્યો છે.
પહેલાં સ્વયંભૂરાજાને વેગવતિ ઘણી પ્રિય હતી. તે કારણથી હમણાં રાવણે સીતાને હરણ કરી વેગવતિવડે પૂર્વભવમાં સાધુને ક્લંક અપાયું હતું. એ કારણથી આ ભવમાં સીતાવડે ક્લંક પ્રાપ્ત કરાયું. ક્યું છે કે રાગ અને દ્વેષથી જે સાધુના દોષને કહે છે. તે હજારો દુઃખો અનુભવતાં સંસારમાં ભ્રમણ કરે છે. ૧. પહેલાં સ્વયંભૂરાજાવડે શ્રીભૂતિ પુરોહિત મારી નંખાયો હતો. તેથી અહીં લક્ષ્મણવડે રાવણ મરાયો. છે કે પહેલાં જે જેનાવડે હણાયો હોય તે તેનાવડે હણાય છે. એમાં સંદેહ નથી. સંસારમાં રહેલા જીવોને આ નિયત મર્યાદા છે. ૧. તે પછી બિભીષણે કહ્યું કે હે ભગવાન! લવ અને અંકુશ કયાં કર્મવડે બળવાન થયા ? તે હો. જ્ઞાનીએ ક્યું કે કામંદિનામની નગરીમાં રતિવર્ધન નામે રાજા હતો. તેને સુદર્શના નામે શ્રેષ્ઠ પત્ની હતી. ૬ તે બન્નેને પ્રિયંકર અને હિતંકર નામના બે પુત્રો થયા. અને સર્વગુપ્તનામનો મંત્રી રાજાને પ્રતિકૂલ હતો.
સર્વગુપ્ત મંત્રીની પ્રિયા દુષ્ટશીલવાલી વિયાવલીએ એક વખત રાત્રિમાં તેણે ભોગમાટે રાજાને પ્રાર્થના કરી. ← રાજાએ ક્યું કે હે મંત્રીપત્ની તેં હમણાં આલોક અને પરલોકમાં ઘણાં દુ:ખને આપનાર વચન છે છે કે જેણે પરસ્ત્રીને (કામદ્રષ્ટિથી) જોઇ છે. તેણે (પોતાનો) આત્મા ધૂળવડે મેલો કર્યો છે. અને સ્વજનોને માથે ખાર નાંખ્યો છે. ને પગલે પગલે તેણે માથે ઢાંકણું કરવું પડે છે. ૬ અનુક્રમે બીજા પુરુષના આશ્લેષને ઇચ્છતી પોતાની સ્ત્રીને જાણીને મંત્રી વિશેષે કરીને રાજા ઉપર દ્વેષ ધારણ કરવા લાગ્યો. ક્રૂ મંત્રીએ ક્રોધથી રાજાનું ઘર બાળીનાખ્યું ત્યારે રાજા પુત્ર ને પત્નીસહિત – વારાણસી નગરીમાં નિશ્ચે ચાલી ગયો. આ બાજુ સર્વગુપ્તમંત્રી રાજ્યને જલદી પોતાને સ્વાધીન કરીને કાશીપુર નગરના રાજાને જીતવા માટે દૂતને કાશીમાં મોક્લ્યો “ હે રાજા! જો તમે સર્વગુપ્ત મંત્રીની આજ્ઞા ધારણ કરશો તો ઘણા કાલ સુધી તમારું કુશલ થશે. કાશીના રાજા ધને કહ્યું કે જે પોતાના સ્વામીને ઠગનારો છે. તેની આજ્ઞાને ન્યાયમાર્ગને જાણનારો ખરેખર કોણ માને?
છે કે :