________________
શ્રી રામ કથા અથવા જૈન ગીતા સંબંધ
૨૭૫
કૃતાંતવદન રામપાસે આવી આ પ્રમાણે બોલ્યો કે તમે કહેલા સ્થાનમાં જયારે સીતાને મૂકી તે વખતે તે બોલી કે ક સિંહ – રીંછ – ભલ્લ – ચિત્તો – શિયાળ – વાઘવડેભયંકર એવા વનમાં જ્યારે મેં તેને મૂકી ત્યારે આંસુથી પૂર્ણનેત્રવાલી તે બોલી ક મારા પતિનો કોઈ દોષ નથી. મારા કુકર્મનો દોષ છે. જેથી હું છલપૂર્વક ચાકર પાસે અહીં મુકાવાઈ. * તારે મારા પતિની આગળ કહેવું કે શ્રેષ્ઠવનમાં મુકાયેલી સીતા જિનેશ્વરનું ધ્યાન કરતી વનમાં ઉત્પન્ન થયેલા આહારને (ખાતી) સુખી છે ક મારા વિયોગથી દુઃખ સાંભળીને રાજા મારો પતિ રામ હદયના ફાટી જવાથી જીવિતના નાશથી મરણ ન પામે. 5.
સિંહ વાઘ વગેરે દુષ્ટ પ્રાણીઓથી અત્યંતભય પામતી કંપતા શરીરવાલી એવી તેને મૂકી છે. 5 પરંતુ હવે પછી તે હમણાં સિંહ આદિ શિકારી પશુઓવડે ભક્ષણ કરાય છે. અથવા તો જીવતરના તેજ વડે જીવિતને ધારણ કરતી છે. ?તે હું જાણતો નથીષ કહ્યું છે કે હે સ્વામી ! અત્યંત સ્વભાવથી ભીરુ એવી જનક રાજાની પુત્રી સીતા ઘણાં પ્રાણીઓવડે ભયંકર એવા મહાવનમાં દુષ્કરપણે જીવે છે. 5
આ પ્રમાણે વચન સાંભળીને રામ – ફરી ફરી મૂર્છા પામીને સીતાને મનની અંદર યાદ કરવા લાગ્યો. ને વારંવાર વિલાપ કરવા લાગ્યો. * અરે મૂઢ! એવા મેં ભયંકર વનમાં સીતાને છોડી દીધી. મને વિધાતાએ હમણાં આવી બુદ્ધિ કેમ આપી? 5 નિર્દોષ એવી તે સતી સીતાને લોકોના વારંવાર બોલવાથી ભયંકર વનમાં મેં તેને છોડી દીધી. તે મારી મૂર્ણપણાની ચેષ્ટા છે. 5
સીતાના વિયોગવડે અત્યંત દુ:ખી એવા રામને જોઈને લક્ષ્મણે કહ્યું કે હવે દુ:ખ કેમ કરે છે? 5 વગર વિચારે કરેલું કાર્ય મનુષ્યોને દુ:ખને માટે થાય છે. સારી રીતે વિચારેલું કાર્ય સુખને માટે થાય છે. તેમાં સંશય નથી.
सहसा विदधीत न क्रिया, - मविवेकः परमापदां पदम् वृणुते तु विमृश्यकारिणं, गुणलुब्धाः स्वयमेव सम्पदः॥
ઉતાવળથી કામ ન કરવું જોઇએ. અવિવેક ઘણાં દુ:ખનું સ્થાન છે. વિચારીને કરનારને ગુણથી લોભાયેલી સંપત્તિઓ પોતાની જાતેજ વરે છે. તમે ધીરતાને સ્વીકારો, જલદી કાયરપણું છોડી દે. કરેલાં કર્મથી કોઈપણ શરીરધારી (જીવ) છૂટતો નથી. કહ્યું છે કે –
आयामे गिरिसिहरे, जले थले दारूणे महारणे। जीवो संकटपडिओ, रक्खिज्जइ पुव्वसुकएण॥
ક લાંબાપર્વતના શિખરપર - પાણીમાં – થલમાં – મહાભયંકર એવા અરણ્યમાં સંકટમાં પડેલો જીવ પૂર્વના પુણ્યવડે રક્ષણ કરાય છે. ૧. વળી પાપનો ઉદય થાય ત્યારે વીરપુરુષો વડે રક્ષણ કરાતો એવો પણ પ્રાણી નિચ્ચે મરે