________________
૨૭૪
શ્રી શત્રુંજય-કલ્પવૃત્તિ-ભાષાંતર
વિનાશ પામશે. 5 મોટેસ્વરે દન કરતી દયાના સ્થાનભૂત સીતાને સાંભળી પુંડરીકપુરનો રાજા વજંધ નામે ત્યાં જઈને હરણ – વાધ –સસલા – શિયાલથી લેવાયેલ તેને જોઈને તે બોલ્યો કે – તું ક્યાંથી આવી ? તારું નામ શું છે? અને કોની સ્ત્રી છે? કો
આ પ્રમાણે ક્યાં છતાં પણ જ્યારે સીતા બોલી નહિ ત્યારે રાજાના સેવકે – મદને તેની આગળ કહ્યું. આ પુંડરીકપુરીનો સ્વામી વજંઘ નામે રાજા – જ્ઞાન – દર્શનને ચારિત્ર ને સેવનારો. જિનેશ્વરની પૂજા કરનારો. રાંકા આદિદોષથી રહિત – સાંભલ્યાં છે અરિહંતનાં વચનરૂપી આગમ જેણે એવો પરોપકાર કરનારો – જીવોપર વાત્સલ્યવાળો અને દયામાં તત્પર છે. *
હાથીઓને પકડવા માટે – ધર્મિષ્ઠોમાં શિરોમણિ – વિદ્યાને બલવડે શોભતો સજજનોને હિતકારી એવો રાજા આ વનમાં આવ્યો છે. કહ્યું છે કે હે પુત્રી! પાંચ અનુવ્રતને ધારણ કરનારો સમન્વધારી ઉત્તમગુણના સમૂહવાલો દેવગુરુની પૂજામાં રત – સાધર્મિક ઉપર વાત્સલ્યવાળો અને વીર છે. ૧. આ પ્રમાણે સાંભળી સીતાએ માતા – પિતાને પતિ આદિ સઘળો સંબંધ અને પોતાનો વનમાં ત્યાગને જેટલામાં ધીમેથી ક્યો. * હું અરિહંતની જન્મભૂમિ આદિનાં વંદનના બહાનાથી પૂર્વકર્મના અભિયોગથી (ઉદયથી) રામવડે અહીં ત્યજાયેલી છું. % છે કે જિનેશ્વરોનાં દીક્ષા – જ્ઞાન – નિર્વાણ અને જન્મભૂમિને વંદન કરે છે. અને ઘણા ગુણવાલા એવા પણ સાધુજનથી રહિત પ્રદેશમાં રહેતા નથી. આ પ્રમાણે કહી – સીતા મનમાં પોતાના પતિનું સ્મરણ કરી રુદન કરતી વર્જધ રાજાવડે આ પ્રમાણે નિવારણ કરાઈ. ક હે સીતા સર્વાના વચનને જાણતી એવી તું રુદન ન કર. ક્યારે પણ – પ્રાણીઓ પૂર્વે કરેલાં કર્મથી છૂટતાં નથી. કહ્યું છે કે:- શું તે સાધુ પાસે સાંભળ્યું નથી કે ? પોતાનાં કર્મવડે બંધાયેલો જીવ ધર્મવિના સંસાર અટવીમાં ભ્રમણ કરે છે (૧) અનાદિ અનંત એવા જીવે દીર્ધકાલ સુધી સંયોગ ને વિયોગ – અને ઘણા પ્રકારનાં સુખ ને દુઃખ પ્રાપ્ત છે. ૨. જીવોએ પોતાનાં કરેલાં કર્મના ઉદયવડે તિર્યંચના ભવમાં પૃથ્વી – અગ્નિ – જલ – સ્થલ આદિમાં જે ભૂખ તરસ વગેરે દુ:ખો ભોગવ્યાં છે ૩. જીવે મનુષ્ય જન્મમાં વિવિધ અપાય – તર્જન – તિરસ્કાર રોગ - શેકઆદિ ભયંકર દુઃખો અનુભવ્યાં છે. ૪. નિંદિત તપથી ઉત્પન્ન થયેલા દેવો શ્રેષ્ઠ દેવોના (ઉપરના દેવલોકના દેવોના) વિભવોને જોઈને તેઓ પણ દુ:ખ પામે છે. અવન કાલે તેઓ વિશેષ કરીને દુ:ખ પામે છે. ૫. નરકમાં ઉત્પન્ન થયેલા જીવો કરવત – યંત્ર પીલન – શાલ્મલીવૃક્ષને વૈતરણી નદીઆદિ સંબંધી વિવિધ પ્રકારનાં ભયંકર દુ:ખો પામેછે.૬
હે જનક રાજાની પુત્રી! સુર અસુરથી લેવાયેલ એવા ત્રણેય લોકમાં એવું કોઈ સ્થાન નથી કે જયાં જીવે જન્મ - મૃત્યુ ને જરા પ્રાપ્ત ન હોય? ૭. રામે તને અશુભકર્મના ઉદયથી વનમાં ત્યજી છે. ફરી – શુભકર્મના ઉદયથી રામ તને ઘરે લઈ જશે. * હે બહેન સીતા ! તું ઊભી થા, મારા નગરમાં આવશે. સર્વજ્ઞ ભગવંતે કહેલા ધર્મને કરતી મારા ઘરમાં તું સુખપૂર્વક રહે. આ પ્રમાણે વજર્જાનું વચન સાંભળી સીતા ચિત્તમાં જિનેશ્વરનું ધ્યાન કરતી હર્ષિત થયેલી ધીરજ ધારણ કરે છે. 5
વજજંઘ રાજા સીતાને શિબિકામાં બેસાડીને બહેનની જેમ પોતાના ઘરે ઉત્સવપૂર્વક લઈ ગયો. વજજંપ રાજાએ આપેલા આવાસમાં સુખપૂર્વક રહેલી સીતા પોતાને ભામંડલના આવાસમાં રહી હોય તેમ માને છે. ક આ બાજુ