________________
શ્રી રામ કથા અથવા જૈન ગીતા સંબંધ
૨૩૭
નિચે બોલાવ્યો. ક વાલીએ કહયું કે :– અરિહંત વિના બીજા કોઈ દેવને અને રાજાને હું કોઈ પણ ઠેકાણે નમતો નથી. અને પ્રાણનો નાશ થાય તો પણ હું રાવણને નમીશ નહિ. આ સાંભળીને ક્રોધ પામેલો રાવણ – મોટું સૈન્ય ભેગું કરી શત્રુઓના માનસને (મનને) કંપાવતો વાલીને જીતવા માટે ચાલ્યો. * બલવાન એવા વાલીસાથે યુધ્ધ કરતો રાવણ – ચન્દ્રહાસ તલવાર સહિત કંઠમાં પકડાયેલો તે પશુની જેમ તે વખતે નાસવા લાગ્યો. # વાલી મનુષ્યોના દેખતાં ખગ્રસહિત રાવણને કાંખના પોલાણમાં નાંખીને હંમેશાં ચારસમુદ્રો ભમવા લાગ્યો. 5 રાવણને કાંખમાં નાંખીને તેના વેરીઓના ઘરને વિષે બતાવીને આપ્તપુરુષોને પ્રણામ કરાવી શાસ્વત એવાં જિનમંદિરોમાં જાય છે. ત્યાં એક વખત ધનાચાર્ય પાસે વાલી ધર્મ દેશના સાંભળવા માટે ગયો. ત્યારે ગુરુએ આ પ્રમાણે કહયું. પ્રાણીઓને ઘરની ચેષ્ટા વડે કરીને ચાર પ્રહરો જાય છે તેના ચોથા ભાગમાં અથવા તેના અર્ધભાગમાં ધર્મનો સંગ્રહ કરવો જોઇએ. હયું છે કે બેતર ક્લામાં કુશલ એવા પણ પંડિતપુરુષો જો સર્વ કળાઓમાં શ્રેએવી ધર્મક્તાને જાણતા નથી. તો તે અપંડિત – મૂર્ખ જ છે. ક
तं रुवं जत्थ गुणा, तं मित्तं जो न विहाडेइ। सो अत्थो जो हत्थे, तं विनाणं जहिं धम्मो॥
૫ તે છે કે જ્યાં ગુણો હોય, મિત્ર તે છે કે જે ત્યાગ ન કરે તોડી ન દે), પૈસો તે છે કે જે હાથમાં હોય, વિજ્ઞાન તે છે કે જેમાં ધર્મ હોય. F બંધન – છેદન આદિવડે કરીને પારકાને પીડા ન કરવી જોઇએ. મહાત્મા પુરુષોને અને રાજાને વિશેષ કરીને પીડા ન કરવી જોઇયે. ક્રોધ પ્રીતિને નાશ કરે છે. માન વિનયનો નાશ કરે છે. માયા મિત્રોને નાશ કરે છે. અને લોભ સર્વનો વિનાશ કરે છે. ક ઉપશમવડે ક્રોધને હણવો જોઈએ. મૂતાવડે માનને જીતવો જોઈએ. સરળભાવથી માયાને જીતવી જોઈયે. ને સંતોષથી લોભને જીતવો જોઇયે. 5
તે પછી રાવણને છોડી પોતાનું પાપ ખમાવી બળવાન એવા વાલીએ બળાત્કારે રાવણને જલદીથી લંકા તરફ વિસર્જન કર્યો. કવૈરાગ્યવાસિત એવા વાલીએ સુગ્રીવને પોતાના પદે સ્થાપના કરી. જિનમંદિરમાં અષ્ટાનિકા મહોત્સવ કરીને ચારિત્ર ગ્રહણ કર્યું. સુગ્રીવે રાવણને શ્રીપ્રભા નામની પુત્રી આપી. અને હર્ષવડેવાલીના પુત્ર ચદરમિતે યુવરાજ પદ આપ્યું એક વખત રાવણ વૈતાઢ્ય પર્વતપર વાયુવેગ વિદ્યાધરની શ્રેષ્ઠ પુત્રી રત્નાવતિને પરણવા માટે આકાશમાર્ગે ચાલ્યો. 5 રાવણ અષ્ટાપદપર્વત ઉપર જતો હતો ત્યારે તેનું પુષ્પક વિમાન એકદમ અટકી ગયું. નીચે વાલી મુનિને જોઈને રાવણ વિચારવા લાગ્યો કે સાધુવેશ ધારણ કરનાર આ મુનિએ નકકી મારું વિમાન રોક્યું છે.
છે.
આ વાલીમુનિ દંભથી સાધુવેશને ધારણ કરતો મારાપર ક્રોધવાલો મારાપર દ્રોહ કરનારો હજુ પણ તે કપટી દેખાય હયું છે કે :
मायाशील: पुरूषो - यद्यापि न करोति किंचिदपराधम्। सर्प इवाविश्वास्यो, भवेत् तथाप्यात्मदोषहतः॥ पृष्ठतः सेवयेदक - जठरेण, हुताशनम्। स्वामिनं सर्वभावेन, तथा वंचयते शठः॥