________________
શ્રી રામ કથા અથવા જૈન ગીતા સંબંધ
૨૫૧ ભૂષિત અંગવાલી –શ્વેતવસ્ત્ર ધારણ કરનારી સ્ત્રી જોઈ. નિગ્રંથ એવા મુનિવન્દ જોવાયા. છત્ર – ઘોડાનો હષારવ. કળશ – સુગંધી – ગંધવાળો પવન. નવું મોટું તોરણ ક્ષીરવૃક્ષને વિષે ડાબી બાજુ રહેલો ચાલતી પાંખવાળો કાગડે નિવાસ કરે . શ્રેષ્ઠ ભેરી અને શંખનો શબ્દ હોય તો જલ્દી સિધ્ધિને સાધે છે. (૪)
ખેચરો વિમાનવડે ચાલ્યા. ભૂચરો ઘોડા - હાથી અને રથવડે આદરપૂર્વક સિંહનાદ કરતાં ચાલ્યાં. ક રાવણના બે સુભટ દેદીપ્યમાન બલવાળા સેતુ અને સમુદ્ર તે સમુદ્રના ક્લિારે રહયા હતા. તે બન્નેને રામે મજબૂત બંધનવડે બાંધ્યા. વખતે રામે સેતુ અને સમુદ્રનું બંધન ક્યું તે વખતે ચારે બાજુથી લોકમાં આ પ્રઘોષ થયો. (૭૪) હયું છે કે:– પથ્થરવડે સમુદ્ર બાંધ્યો. ઈન્દ્રજિત જિતાયો. વાનરોવડે લંકા વીટાઈ. જીવતાંવડે શું નથી જોવાતું? (૧) પથ્થરો પોતે ડૂબે છે અને બીજાને ડુબાડે છે. તે પથ્થરો હે વીર ! દુ:સ્તર એવા સમુદ્રમાં પોતે તરે છે અને વાનર સુભટોને તારે છે એ પથ્થરના ગુણ નથી. સમુદ્રના ગુણ નથી. વાનરોના પણ ગુણ નથી. પરંતુ તે આ રામના પ્રતાપનો મહિમા વિસ્તાર પામે છે. * હવે રામ સુવેલ નામના પર્વત ઉપર જઈને સુવેલ નામના રાજાને જીતીને લંકા પાસે આવ્યા. 5 તે વખતે સૈન્યસહિત રામ લંકાની પાસે આવ્યા ત્યારે રાવણે ચારે તરફથી રણવાજિંત્રો વગડાવ્યાં. F
અહી અંગદ અને રાવણને આ પ્રમાણે પરસ્પર વાર્તા થઈ. રામ શું કરે છે? રામ કંઈપણ કરતા નથી. તો ક્યાં છે? સમુદ્રના કિનારે આવ્યા છે. તે પછી સમુદ્રને ક્યા કારણથી બંધાયો છે? રમતવડે. શું તે નથી જાણતો કે આગળ રાવણ છે? તે જાણે છે કે લંકાના સ્થાન ઉપર બિભીષણ સ્થાપન કરાયો છે. (૧) તે વખતે હનુમાન ત્યાં રહેલા રામને પ્રણામ કરીને લક્ષ્મણ સાંભળે તે રીતે સ્વામી ભક્તિથી પ્રગટપણે હર્ષપૂર્વક કહયું. * બલથીગર્વિત એવા રાવણને મજબૂત પાશવડે બાંધીને અહીં લાવું. અથવા ત્યાં રહેલા તેને તલવારના ઘાતથી મારી નાંખું, કરામને સૈન્ય સહિત આવતા સાંભળીને ભાઇ બિભીષણે રાવણને પ્રણામ કરીને કહયું કે હે ભાઈ : - પુણ્યશાળી છે કે પ્રથમ તમે વગર વિચારે સીતાદેવીનું હરણ કર્યું તે સારું ન ક્યું કારણકે સીતા સતી છે. એક પરસ્ત્રીને માટે સેના લઈને તૈયાર થયેલો ક્યો વિચક્ષણ પુરુષ આલોક અને પરલોક ગુમાવે ? કા
જેથી :- જેણે પરસ્ત્રી તરફ દૃષ્ટિ કરી છે. તેણે પોતાને ધૂળવડે મેલો કર્યો છે. ને સ્વજનો પર ખાર નાંખ્યો છે. પગે પગે –પગલે પગલે માથાપર (શરમથી) ઓઢવું પડે છે. (૧) જેઓ પરદારાથી પરામુખ છે તે પુરુષોમાં સિંહસમાન કહેવાય છે. ને જે પરસ્ત્રીને ભેટે છે તે કર્મરૂપી લેપથી સ્પર્શ કરાય છે. (૨) પહેલાં હનુમાને જે જે વન આદિનો ભંગ કર્યો હતો. તો રામે સેતુને સમુદ્રને દઢ રીતે બંધ ર્યા. તે રામ હમણાં ઘણા બલવાન દેખાય છે. આથી સુખને માટે સીતા સતીને તું રામને આપી દે. રામ પોતાના નગરની પાસે આવ્યા ત્યારે રાવણે કહયું કે હે અંગદ ! હમણાં તારો સ્વામી શું કરે છે? તે તું કહે. પોતાના સ્વામી રામરાજાનું બલ બતાવતાં રાવણની આગળ તે વખતે અંગદે આ પ્રમાણે કર્યું. ક
પાદ યક્ષને જીતનાર - વાનર સેનાપતિના ખોળામાં વિશ્વાસથી મસ્તક કરીને – સુવર્ણમૃગના ચામડાને વિષે લીલાપૂર્વક બાકીના અંગને ધારણ કરતો – રાક્ષસના કુળને હણનારા માણસ તરફ આદરવિના આંખના ખૂણાવડે તીર્ણપણે જોતો તારા નાના ભાઇના મુખપર આપ્યો છે કાન જેણે એવો તે રહે છે. છે