________________
શ્રી રામ કથા અથવા જૈન ગીતા સંબંધ
હમણાં તો તું પૂર્વના પુણ્યથી આવેલા ભોગોને ભોગવ, છેલ્લી અવસ્થામાં ભોગના સુખને છોડીને તું દીક્ષા ગ્રહણ કરજે.
૨૬૫
આ બાજુ બંધન સ્તંભને – (આલાન સ્તંભને) ઉખેડી નાંખીને ત્રૈલોક્ય મંડપમાંથી ભીંત – વૃક્ષવગેરેને પાડી નાંખતો હાથી ભરતની પાસે આવ્યો તે વખતે હાહારવ કરતો લોક દિશાએ દિશામાં નાસી ગયો. હલી ને હિર (રામ – ને લક્ષ્મણ) ત્યાં તરતજ ગયા. ૬ ભરતવગેરેવડે બાંધીને લઇ વાતો હાથી માર્ગમાં બે આંખોવડે ભરતને વારંવાર જોતો જાય છે. મજબૂત એવા આલાન સ્તંભમાં તેઓએ હાથીને બાંધ્યો. તે વખતે હાથી ભરતને જોઇને પોતાની જાતે જાતિસ્મરણ જ્ઞાન પામ્યો. વિકસ્વર નેત્રવાળો હાથી ભરતની સન્મુખ ઊભો રહી આંસુને છોડતો ભૂખ્યો હોવા છતાં પણ ભિક્ષાને ખાતો નથી ૬ વારંવાર આંસુને છોડતો પૂર્વભવને યાદ કરતો હાથી પૂર્વભવના મિત્ર ભરતને જોવા લાગ્યો. મૈં સૌમ્યદ્રષ્ટિસંયુત પહેલાં બ્રહ્મદેવલોકમાં મિત્ર દેવ હતો. ત્યાંથી ચ્યવીને બલ-શક્તિ સંપન્ન- રાજા થયો. 5 ખેદની વાત છે કે હું કેવી રીતે નિંદિતકર્મવાળો વિવેકરહિત – અન્યાય કરનારો તિર્યંચગતિમાં હાથી (તરીકે) ઉત્પન્ન થયો ! × તેથી હમણાં તેવું કર્મ કરું કે જેથી સર્વ દુઃખોને છેદીને દેવલોકમાં ઇચ્છાપ્રમાણે ભોગોને ભોગવું. શ્રી રામ લક્ષ્મણ શ્રીમાન ભરત અને બીજા લોકો વિચારવા લાગ્યા કે જો અહીં કેવલી આવે તો હાથીનું મન કહે. ૐ આ બાજુ તે નગરમાં વિશુદ્ધચારિત્રના આદરવાળા દેશભૂષણ ને કુલભૂષણ નામના બે મુનિ આવ્યા. તે બન્ને મુનિનેશુક્લ ઘ્યાન કરતાં પુણ્ય ને પાપનો ક્ષય થવાથી લોકાલોકને પ્રકાશ કરનારું કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. દેવોવડે જ્ઞાનીનો ઉત્સવ કરાયો ત્યારે સુવર્ણના આસનમાં (સિંહાસનમાં) રહેલા દેશભૂષણ મુનિ ઉપદેશ આપવા લાગ્યા. તે વખતે ભાઇ સહિત રામ હાથીને આગળ કરીને આવેલા જ્ઞાનીને નમસ્કાર કરવા માટે જ્ઞાની પાસે આવ્યા. રામ હર્ષથી જ્ઞાનીને ત્રણ પ્રદક્ષિણા આપીને ભાઇ અને હાથી સહિત – ધર્મસાંભળવા માટે આગળ બેઠો
તે વખતે કેવલજ્ઞાની દેશભૂષણ મુનિએ ભવ્યજીવોના પ્રતિબોધ માટે જીવદયા સહિત બે પ્રકારે ધર્મ વિસ્તારથી આ પ્રમાણે ક્યો. તે આ પ્રમાણે પહેલો આગાર સહિત – અનેક પર્યાયવાળો ગૃહસ્થનો ધર્મ છે. વળી નિગ્રંથ એવા યતિવરોને બીજો આગાર વગરનો ધર્મ છે. ૧. ધર્મ એ પરમબંધુ છે. ધર્મ એ રક્ષણ છે. ધર્મએ જીવનું શરણ છે. ધર્મ એ સુખોનું મૂલ છે. ધર્મ એ કામધેનુ ગાય છે. ૨.
હવે લક્ષ્મણે પૂછ્યું કે ભરતને જોઇને આ હાથી કેમ આનંદ પામે છે ? અને આંસુ કેમ છોડે છે ? હે ગુરુદેવ! તે હો. દેશભૂષણ મુનિએ ક્યું કે આ હાથી ભરતને જોવાથી જાતિસ્મરણજ્ઞાન પામીને હમણાં હાથીના પૂર્વભવને નિંદે છે લક્ષ્મણે હ્યું કે હે મુનિરાજ! હમણાં હાથીના પૂર્વભવને ો. તે પછી જ્ઞાનીએ તે વખતે હાથીના પૂર્વભવોને
ક્યા.
જે વખતે ઋષભદેવ પ્રભુએ દેવોની સમક્ષ સંયમ ગ્રહણ કર્યું, તે વખતે ઋષભદેવના સેવક કચ્છ મહાચ્છ વગેરે ચાર હજાર સંખ્યાવાલાએ પ્રભુની સાથે સંયમ લઇને તપમાં તત્પર એવા તેઓ એક ગામથી બીજે ગામ. એક નગરથી બીજાનગરમાં ચાલવા લાગ્યા. ભિક્ષાને નહિં પામતાં ભૂખવડે અત્યંત પીડાપામેલા તેઓ છ મહિનાને અંતે પ્રભુને મૂકીને ફરીથી તેઓ તાપસો થયા. વૃક્ષનાં મૂળ–અને ફળોનો આહાર કરનારા હંમેશાં વલ્ક્યને ધારણ