________________
ર૫ર
શ્રી શત્રુંજય-કલ્પવૃત્તિ-ભાષાંતર
સુવેલ પર્વતના સ્લિામાં રહેલા સુવેલ નામના બળવાન રાજાને જીતીને ત્યાં રહેલું સૈન્ય ક્ષણવારમાં પોતે સ્વાધીન કર્યું. # તેની સાથે જરાપણ સ્પર્ધા ન કરવી જોઈએ. આ રામ વધતાં તેજવાળો ને દેદીપ્યમાન બળવાળો દેખાય છે. તે વખતે વારંવાર રામના ગુણોને ગાતાં બિભીષણને જોઈને ક્રોધ પામેલો રાવણ તેને હણવા માટે તૈયાર થયો. 5 શત્રુની પ્રશંસા કરવાથી ક્રોધ પામ્યું છે ચિત્ત જેને એવા રાવણે તે વખતે બિભીષણને ગળામાંથી પકડીને સભામાંથી કાઢી મૂક્યો. તે વખતે બીજા રાજાઓ બોલવા લાગ્યા કે આ રાવણ સારો નથી. ભાઈએ કહેલા હિતને જરાપણ માનતો નથી. ક કહયું છે કે:- ઘુવડ દિવસે જોતું નથી. કાગડે રાત્રિએ જોતો નથી. મદોન્મત એવો સ્વાર્થી શેષને જોતો નથી. (૧) તે વખતે કેટલાય લોકે કહેવા લાગ્યા કે આ બિભીષણસારો નથી. કારણકે રાજાની આગળ બોલવાનું જરાપણ જાણતો નથી. કહ્યું છે કે પોતાના વિષે હિતને ઇચ્છનાર સેવકે સ્વામીને ગમે તેજ બોલવું જોઈએ. બીજું જરાપણ બોલવું ન જોયે. તે પછી બિભીષણે ત્રીશ અક્ષૌહિણી સહિત પોતે સેવા કરવાથી તે વખતે રામને હર્ષ પમાડ્યો. 5
એક્વીસ હજાર આઠસોને સિત્તેર રથની સંખ્યા હોય તેટલીજ હાથીઓની સંખ્યા હોય ક એક લાખ નવહજાર ત્રણસોને પચાસ યોદ્ધાઓની સંખ્યા હોય. ક૬૫ – હજાર – છસો દશ શ્રેષ્ઠ ઘોડાઓની સંખ્યા અક્ષૌહિણીમાં હોય. ક હે શ્રેણિક એક અક્ષૌહિણીમાં બે લાખ – અઢાર હજાર સાતસોની સંખ્યા થાય.5 પાંસઠ લાખ – એકસઠ હજાર સર્વ હાથી વગેરેનું પ્રમાણ ત્રીશ અક્ષોહિણી કહેવાય છે. રામે કહ્યું કે જો રાવણ જિતાશે. અથવા મરશે તો તને લંકાનું રાજ્ય મારા વડે અપાશે. કા
| બિભીષણે કહયું કે હે રામ મારે નિશે રાજ્યવડે સર્યું. તમારી સેવાજ મને સુખ આપનાર થાઓ. એ વચન સાંભળીને રામે હૃદયમાં પ્રગટપણે વિચાર ક્ય કે પુણ્યશાલી જીવોને ભાગ્યથી આવા પ્રકારના સેવકો મળે છે. * કહાં છેકે:- આરાઓવડે નાભિ ધારણ કરાય છે. અથવા તો નાભિને વિષે આરાઓ રહેલા છે. આ પ્રમાણે સ્વામી અને સેવકોનું વર્તનારું ચક્ર પ્રવર્તે છે. * ચિતને જાણનારો સદાચારી. વચન બોલવામાં હોશિયાર – ચતુર – પ્રિયબોલનાર સત્યવાદી સ્મૃતિવાળો ચાકર – સેવક રાજાવડે વખાણાય છે. 5
સેન્ચવડે પૃથ્વી કંપાવતા – રથોવડે દિશાઓને બહેરી કરતા અને ધૂળવડે આકાશને ઢાંકી દેતા રામે લંકાને વીંટી ક સર્વ વાનરેની એક હજાર અક્ષૌહિણી ભામંડલસહિત ચતુરંગ સેના કહી છે.
ક રાવણ સર્વસૈન્ય તૈયાર કરીને રામપાત્ર સાથે યુદ્ધ કરવા માટે લંકામાંથી વેગથી નીલ્યો. ક હે મગધપતિ રાવણના સૈન્યનું પ્રમાણ પંડિતજનોએ ચાર હજાર અક્ષોહિણી થાય તેમ કહ્યું છે. 5 પરસ્પર ફેંક્વાવડે ભંયકર એવા દેવતાઈ અસ્ત્રો અને લોઢાનાં અસવડે રાવણના અને રામના સૈન્યનો ભયંક્ર સંગ્રામ થયો ક હાથી ઉપર રહેલા હાથી ઉપર રહેલા સાથે. ઘોડા ઉપર રહેલા ઘોડા ઉપર રહેલા સાથે રથમાં રહેલા રથમાં રહેલા સાથે એવી રીતે સુભટે યુદ્ધ કરવા લાગ્યા. .
ભયંકર યુદ્ધ થયું ત્યારે જયશ્રીની ઇચ્છાથી ઉત્કટ એવા સુભટો હતા ત્યારે જ્યલક્ષ્મી સંશયમાં પડી રામના