________________
૨૮
શ્રી શત્રુંજય-કલ્યવૃત્તિ-ભાષાંતર
માયાના સ્વભાવવાળો પુરુષ જો કે કેઈ અપરાધ કરતો નથી. તો પણ પોતાના દોષથી હણાયેલો સર્પની જેમ વિશ્વાસ કરવા લાયક ન થાય. પાછલથી સૂર્યની સેવા કરવી જોઈએ. જઠરવડે અગ્નિની સેવા કરવી જોઈએ સ્વામીની સર્વભાવથી સેવા કરવી જોઇએ. તેવી રીતે લુચ્ચોગે છે. હમણાં મુનિએ વ્રતનાદંભથી મારું વિમાન અલના પમાડ્યું છે. આથી તે મુનિને પર્વતસહિત લવણ સમુદ્રમાં નાંખી દઉં. * પહેલાં પણ તેણે મને ઘણા દિવસ સુધી કાંખમાં – બગલમાં નાંખ્યો હતો. હમણાં સાધુપણામાં પણ મારી સાથે વૈરને છેલો નથી. આથી સાધુના પ્રાણોને યમના ઘરમાં લઈ જઈને ઘણા કાલથી શત્રુથી રહિત થયેલો હું સ્વસ્થ થાઉં. તે પછી પૃથ્વીને ચીરીને પર્વતની નીચે પ્રવેશ કરીને એકાગ્રમનવાળા રાવણે સાર્વતોત્પાટિની વિદ્યાને યાદ કરી. 5
પર્વતોત્પાટિની વિદ્યાનાબલથી તે પર્વતને અંધઉપર – ખભાઉપર કરીને રાવણરાજાએ એટલામાં પ્રયત્ન કર્યો. તેટલામાં વારંવાર તૂટ્યા છે સાંધાઓ જેના એવા – ઉધ્યાંત થઈ છે પર્વતોની પરંપરા જેમાં, કંપતી છે વૃક્ષોની શ્રેણી જેમાં એવાં શિખરોના સમૂહો પડવા લાગ્યા. 5
ઉન્માર્ગે ચાલતો છે પાણીનો પ્રવાહ જેનો – ઘણા વાયુવાળો અષ્ટાપદપર્વત તે વખતે અત્યંત ભય કરનારો થયો. * વાલી (મુનિ) વિચારવા લાગ્યા કે ક્યો પાપી પર્વતને ઉપાડીને હમણાં સમુદ્રમાં નાંખવા તૈયારી કરે છે? તેથી તે તીર્થનો વિનાશ થશે. 5 શક્તિ હોવા છતાં પણ જે તીર્થનો વિનાશ કરનારા મનુષ્યને અટકાવતો નથી તેને ઘણું પાપ થાય છે. આ પ્રમાણે વિચાર કરીને તે મુનિએ ડાબા પગનો અંગૂઠો દબાવીને અષ્ટાપદપર્વતના શિખરને કંઈક દબાવ્યું. તે વખતે દશમુખ રાવણ સંકોચ પામ્યો છે દેહ જેનો એવો અને વમન થયેલા લોહીથી મલિન થયેલો દીનની પેઠે જગતને શબ્દમય કરતો ચીસ પાડવા લાગ્યો. 5
તે વખતે દેવોએ કહયું કે હે મુનિ ! પર્વતને દબાવશો નહિ. આ દશાનન એક રમતમાંજ – ચપટીમાં જ મૃત્યુ પામશે. કહે મુનીશ્વર ! મહેરબાની કરીને આ રાવણને જીવિત આપો. હવે પછી તે દશમુખ અપરાધ કરશે નહિ. ક તે પછી દયામાં તત્પર એવા વાલીમુનિએ રાવણઉપર મહેરબાની કરીને જલદી તે પર્વતને અત્યંત દબાવવાથી અટક્યા. 5 રાવણે નીકળી વાલમુનિને ખમાવીને આ પ્રમાણે કર્યું. આ પાપથી નિચ્ચે મારી નીચે ગતિ થશે. 5 પર્વતની નીચે રહેલા વાલીના અંગૂઠાથી પીડા પામેલા તેણે ચીસ પાડી. તેથી દેવોએ તેનું “રાવણ ” એવું નામ ક્યું. તે પછી મંત્રીઓએ કહયું કે હે નરાધમ રાવણ! ક્યારે પણ ઉત્તમ પુરુષોએ સાધુ આદિને હણવા ન જોઈએ. ક કહયું છે કે - સાધુ – બ્રાહ્મણ – ગાય – સ્ત્રી – પશુ –બાલક અને વૃધ્ધ %ાચ કોઈ દોષ કરે તો પણ તેમને મારવાં નહિ. આ તે પછી રાવણે અંત:પુરસહિત ભરત મહારાજાએ વેલા ચૈત્યમાં શ્રી ઋષભદેવ આદિ જિનેશ્વોની પૂજા કરી. પોતાના અપરાધને ખમાવીને તે વખતે રાવણે ભાવપૂજા માટે પોતાના નસની તંત્રી અને હાથને વીણા કરી. કહેવા પ્રકારની વીણાવડે કરીને શ્રી જિનેશ્વરની આગળ પૂજા કસ્તો રાવણ પ્રભુની સાથે ભાવથી એક્તાવાળો થયો. તે વખતે ત્યાં આવેલા શેષનાગે-ધરણેન્ડે ભક્તિવડે જિનેશ્વરોને નમીને ધ્યાનમાં ચઢેલા રાવણને જોઈને હર્ષિત થયો. અને તેણે હયું * હે પ્રભુભક્ત રાવણ ! તું ઈક્તિ વરદાન માંગ. રાવણે કહયું કે લાંબાકાળ સુધી મને પ્રભુની ભક્તિજ થાઓ. 5
રાવણે નહિ ઇચ્છા છતાં પણ સર્પરાજે પ્રભુના ભક્ત એવા રાવણને અમોઘવિજયાદશક્તિ અને વિધાઓ આપીને