Book Title: Shatrunjay Kalpa Vrutti Part 01
Author(s): Shubhshil Gani, Mahabhadrasagar, Kapurchand R Varaiya
Publisher: Shraman Sthaviralay Aradhana Trust
View full book text
________________
શ્રી શત્રુંજય-જ્યવૃત્તિ-ભાષાંતર
જેમણે ત્રણ લોકમાં ચિંતામણિ સ્નસમાન પોતાનું શિયલ લોપન કર્યું છે તેણે જગતમાં પોતાના અપયશનો પહો વગડાવ્યો છે. ગોત્રને વિષે મશીનો કૂચડે ફેલ્યો છે. ચારિત્રને જલાંજલિ આપી છે. ગુણના સમૂહરૂપ બગીચાને દાવાનલ આપ્યો છે. બધી આપત્તિઓને સક્ત ક્યો છે. મોક્ષપુરના દરવાજામાં મજબૂત બારણાં બંધ ર્યા છે.
હવે રામે અનુક્રમે વિદ્યાધર અને ઘણાં લોકોને વારંવાર પૂછી રાવણવડે હરણ કરાયેલી સીતાને વિશે જાણી. 5 સુગ્રીવ ગયો ત્યારે હે રામ! આપણે સાધના કરીએ. આશ્ચર્યરૂપી ગ્રહમાં બીજા કાર્યમાં વ્યગ્ર થયેલો સુગ્રીવ આવશે કે નહિ? 5 તે વખતે સુગ્રીવ પ્રત્યે લક્ષ્મણ બોલ્યો ! હે સુગ્રીવ તું સમયને વિષે ઊભો થા. તે વાલીના માર્ગને ન અનુસર, જે માર્ગવડે હણાયેલો વાલી ગયો. તે માર્ગ સંકોચ પામ્યો નથી. તે પછી સુગ્રીવે આવીને રામને કહયું કે આદેશ આપો, જેથી હું સીતાની તપાસ કરું. 5 લંકારૂપ વિષમ સ્થાન જાણ્યું ત્યારે એક રત્નજી નામના વિદ્યાધરે રામને કહયું કે 5 રાવણવડે હરણ કરાયેલી સીતા તેના વનની પાસે લઈ જવાઈ છે. ત્યાં રહેલી સીતા ધર્મમાં તત્પર છે. એ પ્રમાણે મેં સાંભળ્યું છે. એક વખત રાવણે જ્યોતિષીને પોતાનું મૃત્યુ પૂછ્યું ત્યારે તેણે ક્યું કે જે કોટીશિલાને ઉપાડશે તે તેને હણશે. તે પછી રામ વગેરે વિધાધરો સાથે જઇને લક્ષ્મણે ઘણા મનુષ્યોની દેખતાં કોટિશિલાને ઉપાડી. # જ્યારે રામે સીતાની તપાસ કરવા માટે કૃપા અંગવાળા (દૂબળા) હનુમાનને મોલ્યો. ત્યારે કોઈ બોલ્યો. 5
હે આશા ! કોઈ ઠેકાણે સર્વની આશા ક્યારેય હણાતી નથી. આવા પ્રકારના પ્રાણી પાસેથી પણ આર્ય (રામ) લ્યાણને ઇચ્છે છે. 5
હવે સીતાની પરિસ્થિતિને જાણવા માટે અત્યંત પરાક્રમી એવા હનુમાનને સારા દિવસે એકાંતમાં (ગુપ્તપણે ) લંકામાં મોલ્યો. 5 હનુમાન પર્વતો – ગામો શહેશે અને નદીઓનું ઉલ્લંઘન કરતો આકાશમાર્ગે લંકાની નજીકમાં ગયો. 5 લંકાની નજીકમાં મનુષ્યોને દુ:શક્ય એવી આશાલી નામની વિધા રાવણવડે સ્થાપન કરાઈ હતી. તેને ભુજાબલથી દૂર કરી. રાવણઆદિ ગયા ત્યારે આકાશમાં રાક્ષસની જેમ હનુમાન સીતાની દ્રષ્ટિના વિષયમાં (માર્ગમાં)આવ્યો. તે પછી ભયંકર મુખવાલા વમુખ વગેરે રાક્ષસોને હણીને પછી બળવાન એવો હનુમાન આગળ ચાલ્યો.
હનુમાન આકાશમાં ઊડીને રાક્ષસના મુખેથી જાણીને સીતાવડે પવિત્ર એવા વનમાં ગુપ્તપણે એકાંતમાં રહયો. ક રાવણની રાક્ષસીવડે સમજાવાતી મેલથી વ્યાપ્ત છે કપડાં જેનાં એવી રામના નામને બોલતી જનકરાજાની પુત્રી સીતાને જોઈ રામના નામની વચ્ચે વચ્ચે અરિહંતના નામને બોલતી સીતાને જોઈને હનુમાન પોતાના હૃદયમાં આ પ્રમાણે વિચારવા લાગ્યો. આ રામનીસ્ત્રી શીલવડે શોભતી સર્વજગતને પવિત્ર નારી સર્વ સતીઓમાં શિરોમણિ છે. * રામ હંમેશાં આ સ્ત્રીને માટે ખેદ કરે છે. તેને પાછી લાવવાની તૈયારી કરે છે તે યોગ્ય છે. * રામના હાથમાં રહેલી મુદ્રિકાને હનુમાનના હાથમાં રહેલી જોઈને સીતા પતિ મૃત્યુ પામ્યા છે. એમ ચિત્તમાં વિચારીને મોટા સ્વર રુદન કરવા લાગી કે હે પ્રિય! મને અહીં મૂકીને તમે કેમ મરી ગયા? તમારા મરણથી હવે હું પ્રાણત્યાગ કરીશ. 5 પતિના મરણની રાંકાવડે રુદન કરતી સીતાને તે હનુમાને રામચન્દની વાતોવડે જિવાડી ક કહયું છે કે હે માતા ! રાવણના અંતને કરનારા તમારા પતિ – નાના ભાઇસહિત કુશલ છે. તેનો દૂત એવો હું હનુમાન પવનંજય અને અંજનાનો પુત્ર છું. (૧) કહયું