________________
શ્રી શત્રુંજય-ક્લ્યવૃત્તિ-ભાષાંતર વૈતાઢય પર્વતપર આવી રોષથી રથનૂપુર નામના નગરને ઘેરો ઘાલ્યો તે વખતે ક્રોધરૂપી અગ્નિથી બળી ગયું છે ચિત્ત જેનું એવા વિદ્યાધરના અધિપતિ ઇન્દે – રાવણ રાજાને પોતાનું બલ જણાવ્યું. અને કહયું કે જો યુધ્ધ કરવામાં આવેતો જીવનો વધ થાય. આથી હમણાં હું અને તમે પરસ્પર યુધ્ધ કરીયે તે પછી તે બન્ને હાથીઉપર ચઢેલા પોતપોતાના વિધામય અસ્ત્રને વર્ષાવતાં મનુષ્ય અને દેવોને પણ એ વખતે ભય આપનારા થયા. યુધ્ધ કરતા રાવણે ઇન્દ્રને મજબૂત બંધનોવડે બાંધીને ઇન્દના સેવકોપાસે ક્રીડામાત્રમાં પોતાની આજ્ઞા ગ્રહણ કરાવી. ચારે બાજુ રાવણ જય ઢકાને વગાડાવતો લંકામાં આવીને પક્ષીની જેમ ઇન્દને કેદખાનામાં નાંખ્યો.
૨૪૨
હવે સહસ્રારે આવીને ભક્તિવડે રાવણને નમીને ક્હયું કે મારા પુત્રને મહેરબાની કરીને કેદમાંથી બ્રેડો. હું તેને કેદખાનામાંથી છેડીશ ત્યારે રાજ્ય આપીશ. રાવણનું વચન સ્વીકારીને ઇન્દ પોતાના નગરમાં આવ્યો. હંમેશાં લંકાને સાફ કરતો એક વખત લજજામાં તત્પર એવા તેણે પોતાના પુત્રને રાજ્યઉપર સ્થાપન કરીને સંયમલક્ષ્મીને ગ્રહણ કરી. TM લાંબા વખત સુધી તપતપીને સંપૂર્ણ આઠે કર્મનો ક્ષયકરી ઇન્દ્રમુનિ કેવલજ્ઞાન પામી લોકોને પ્રતિબોધ કરવા
લાગ્યા. મ
ઘણાં લોકોને પ્રતિબોધ કરી શત્રુંજયપર્વતઉપર એક હજાર સાધુઓ સહિત આયુષ્યનો ક્ષય થવાથી ઇન્દમુનિ મોક્ષ પામ્યા. તે વખતે રાવણે પરસ્ત્રીના સંગથી પોતાના મૃત્યુને જાણી હંમેશાં ઇચ્છતી એવી પણ સ્ત્રીનો નિષેધ કરતો હતો. 5 વરુણ સાથેના યુધ્ધમાં હનુમાનના પ્રચંડબલને જોઈને હર્ષિત થયેલા રાવણે પૂછ્યું કે આ કોનો પુત્ર
છે ?
મંત્રીશ્વરે ક્હયું કે આદિત્યપુરમાં પ્રહલાદ રાજાની ક્લુમતિ પત્નીથી ઉત્પન્ન થયેલો પવનંજય નામે પુત્ર હતો. તેણે માહેન્દ્ર નગરના સ્વામી મહેન્દ્રરાજાની પુત્રી અંજનાસુંદરીને પાણિગ્રહણ કરી સ્વીકારી. પવનંજ્યરાજા અને અંજનાસુંદરીથી ઉત્પન્ન થયેલો આ હનુમાન નામે પુત્ર પ્રબલ પરાક્રમી છે. 5 એક વખત વિમાનવેગથી જતું હતું ત્યારે માતાની પાસેથી પડતાં એવા બાલકે પોતાના દેહના ભારથી પર્વતના ચૂરેચૂરા કર્યાં. ચૂર્ણ કરાયેલા પત્થરો – ભાંગી ગયેલાં વૃક્ષોને અને અક્ષત – અખંડ –અંગવાળા પુત્રને જોઇને હર્ષથી માતા પોતાના ઘરે લઇ ગઇ. મૈં આ આવા પ્રકારનો બલવાન – અદભુત હનુમાન છે. જો આને સેવક કરવામાં આવે તો ઘણું સારું થાય.
=
તે પછી રાવણે હનુમાનને પોતાનો સેવક કર્યો. અને તે રાત્રિ દિવસ આદરપૂર્વક રાવણની સેવા કરવા લાગ્યો. તે પછી દેવાંગનાને જીતનારી વિધાધરની પુત્રી સત્યવતીને અનંગસુભગા અને બીજી કન્યાઓને રાવણ પરણ્યો. વિધાને ધારણ કરતાં કાંતિવડે મનોહર – રવિ–ચન્દ્ર – મંગલ – બુધ – ગુરુ – શુક્ર – શનિ – રાહુ – કેતુ નામના નવગ્રહો અનંગસેન ભૂકાન્ત વીર્યવર્ય રાજાઓને રાવણે પોતાના હાથની લીલાથી વશ કર્યાં. તે સર્વે રાવણના ઘરમાં ચાકરની માફક રાવણે કહેલાં કાર્યો રાત્રિ – દિવસ કરતા હતા. રાવણ ત્રણખંડરૂપ સર્વપૃથ્વીને સાધીને પોતાના નગરમાં આવીને ન્યાયમાર્ગે રાજ્ય કરવા લાગ્યો સોલ હજાર મુકુટબધ્ધ રાજાઓ પોતાના નગરમાંથી આવીને રાવણ રાજાની ઘણી સેવા કરે છે. ત્રણ ખંડનો સ્વામી – સોલ હજાર રાજાઓવડે સેવા કરાતો રાવણ તે વખતે ઇન્દની જેમ રાજ્ય કરવા લાગ્યો. રાવણને જુદી જુદી સ્ત્રીઓથી ઉત્પન્ન થયેલા કાળ વગેરે લાખ સંખ્યાવાળા પ્રબલ તેજવાળા પુત્રો