________________
શ્રી રામ કથા અથવા જૈન ગીતા સંબંધ
૨૩૯
ચાલ્યો ગયો. તે પછી નિત્યાલોક નગરમાં જઈને જિનેશ્વરોને નમસ્કાર કરીને વાયુવેગની પુત્રી રત્નવતીને પરણ્યો. કવિતાઢયપર્વત ઉપર બીજી પણ શ્રેષ્ઠ વિદ્યાધર કન્યાઓને પરણીને રાવણ પોતાની નગરી લંકામાં આવ્યો. .
આ તરફ વાલીમુનિ પણ તીવ્રતપ કરતાં પરમ તેજનું ધ્યાન કરતાં ઘાતિકમોનો ક્ષય થવાથી તરત કેવલજ્ઞાન પામ્યા પછી વાલમુનિ ઘણાં ભવ્યપ્રાણીઓને સધર્મને વિષે પ્રતિબોધ પમાડી આયુષ્યનો ક્ષય થવાથી શ્રી શત્રુંજયગિરિ ઉપર મુક્તિ પામ્યા. તે વખતે પ્રતિમાધારી – કાઉસ્સગ્નધ્યાને રહેલા બારલાખ મુનિઓ ક્વલજ્ઞાન પામી મુક્તિમાં ગયા. હવે જવલનશિખ વિદ્યાધરની સ્ત્રીએ શ્રેષ્ઠપુત્રીને જન્મ આપ્યો. પિતાએ જન્મોત્સવ કરીને તેનું નામ
તારા " એ પ્રમાણે આપ્યું. યૌવનમાં રહેલી સુંદરરૂપવાલી તેને પરણવા માટે સાહસગતિ નામનો વિદ્યાધર આવીને હંમેશાં માંગણી કરતો હતો. આ બાજુ નિર્મલ પરાક્રમવાળો સુગ્રીવ આવીને તારા નામની કન્યાને સુંદર ઉત્સવપૂર્વક પરણીને પોતાનાં નગરમાં ગયો. 5
તારાએ સારા દિવસે સૂર્ય અને ચન્દ્ર ઉચ્ચ સ્થાનમાં હતા ત્યારે ઉત્તમ સ્વખથી સુચિત અંગદ અને જ્ય નામના પુત્રોને જન્મ આપ્યો. ફતે સાહસગતિ વિદ્યાધરે લોકોના મુખેથી સુગ્રીવે પરણેલી તારાને સાંભળીને વિચાર્યું કે ખરેખર હું ગાઈ ગયો. ક તારાને અંગીકાર કરવાની ઇચ્છાવાળો તે સાહસગતિ વિદ્યાધર વિદ્યા સાધવા માટે સુંદર હિમવંત પર્વત ઉપર ગયો. આ બાજુ ઘણા અહંકારી – ખોટા ઉન્માદથી ઉધ્ધત એવા ઈદ વિદ્યાધરને સાંભળીને ખર વગેરે વિદ્યાધરો સહિત સુગ્રીવથી સેવાયેલો સારા દિવસે ચતુરંગ સેના સહિત અનેક શત્રુઓના સમૂહને જીતનારો રાવણ ચાલ્યો. 5 જતો એવો રાવણ રેવાનદીના ક્લિારે રહયો. ત્યાં અરિહંતના બિંબની સ્થાપના કરીને સુંદરપુષ્પોવડે પૂજાકરી. પ્રભુની આગળ રાવણ ધ્યાનમાં લીન હતો ત્યારે ઓચિંતા આવેલા પાણીના પ્રવાહવડે પ્રભુની પૂજાધોવાઈગઈk સવણ ક્રોધ પામ્યો ત્યારે કોઇક માણસે આવીને કહયું કે:– આ બાજુ માહિષ્મતિ નગરીનો સ્વામી સહસ્ત્રાંશુ નામે રાજા છે. તેણે રક્તા પાણીના પ્રવાહને બેડવાથી જિનેશ્વરની પૂજા ધોવાઈ ગઈ. આથી રાવણ ક્રોધ પામ્યો. રાવણે તે રાજાને જીતવા માટે સેવકો મોલ્યા. સેવકો સહસ્ત્રાંશુ રાજાવડે હણાયેલા પાછા આવ્યા. તે પછી રાવણ ત્યાં જઈ તે શત્રુને જીતી દઢ બંધાયેલા સહસ્ત્રાશુને પોતાની છાવણીમાં લઈ ગયો. 5
જય જય શબ્દ બોલાતા હતા ને રાવણ જેટલામાં સવારે સભામાં બેઠો તેટલામાં આકાશમાર્ગ એક સાધુ આવ્યા. ક રાવણ સાધુને નમસ્કાર કરી શ્રેષ્ઠઆસન પર બેસાડીને ધર્મ સાંભળવા બેઠે. તેટલામાં મુનિએ કહયું કે :
धज्जिन्म कुले शरीरपटुता, सौभाग्यमायुर्बलं, धर्मेणैव भवन्ति निर्मलयशो, विद्यार्थसम्पत्तयः । कान्ताराच्च महाभयाच्च, सततं, धर्म परित्रायते, થર્મ: સથyપતિ મવતિ , પવછદ્રઃ ૪૬૮
ધર્મથી સારા ક્લમાં જન્મ – શરીરની સુંદરતા – સૌભાગ્ય આયુષ્ય – બલ થાય છે. ધર્મથી જ નિર્મલ યશ વિદ્યા અને અર્થસંપત્તિ થાય, ધર્મ હંમેશાં જંગલ અને મહાભયથી રક્ષણ કરે છે. સારી રીતે સેવાયેલો તે ધર્મ સ્વર્ગ