________________
શ્રી શત્રુંજય-ક્લ્યવૃત્તિ-ભાષાંતર
પણ મારી જેમ ભરતનો આશરો લેવો. () રામથી રહિત શૂન્ય રાજ્યને જોતાં તે વખતે ભરત રાજ્યનેમાટે રામને પાળે લાવવા માટે રામ પાસે ગયો. () ભરતે રામનાં બે ચરણોમાં પ્રણામ કરી કહયું કે તમે પાછા આવીને રાજ્યને ગ્રહણ કરો ને મારી ઉપર કૃપા કરો. ()
૨૩૦
હું તો મુક્તિસુખને આપનારા સંયમનો આશ્રય કરીશ. મને સંસાર ગમતો નથી. પરંતુ સંયમ ગમે છે. () અથવા તો લક્ષ્મણ રાજ્ય કરે. હે રામ ! સુખ કે દુ:ખમાં હું નિશ્ચે તમારી સેવા કરીશ. (#) તે વખતે લક્ષ્મણે કહયું કે હે ભરત ! તે સારું કહયું પરંતુ હું પ્રાણનો નાશ થાય તો પણ રામને એક્લા નહિ ોડું. (#) કહયું છે કે :- ક્દાચ નક્ષત્ર સહિત આકાશ પડે. પૃથ્વીના ટુકડે ટુકડા થઇ જાય. અગ્નિ શીતલતાને પામે તો પણ હું રામને છોડીશ નહિ. () ભરતે મસ્તક નમાવી. મસ્તકે અંજલિ કરી રામને કહયું કે હે સત્પુરુષ ! આજ્ઞાના ગુણવડે વિશાલ એવા રાજ્યને આપ કરો. (૧) હું આપને છત્ર ધારણ કરીશ. શત્રુઘ્ન ચામર ધારણ કરનારો થશે. લક્ષ્મણ મંત્રી થશે તમારું સુવિહિત શું નથી ? (૨) હવે રામે ભરતને ક્હયું :–
निन्दन्तु नीतिनिपुणा यदि वा स्तुवन्तु
लक्ष्मीः समाविशतु गच्छतु वा यथेष्टम् ।
अद्यैव वा मरणमस्तु युगान्तरे वा
न्यायात् पथ: प्रविचलन्ति पदं न धीराः ॥ २६४॥
નિતિમાં નીપુણ પુરુષ નિંદા કરે અથવા સ્તુતિ કરે. લક્ષ્મી ઇચ્છા મુજબ આવે અથવા જાય. મરણ આજે થાય કે યુગાન્તરમાં થાય. તો પણ ધીરપુરુષો ન્યાય માર્ગથી પગલું પણ ખસતા નથી. () આ તરફ કૈયી દેવીએ ત્યાં આવીને ક્હયું કે ખરેખર મેં ફોગટ તમને વનવાસ અપાવ્યો. () આપ પાછા આવીને રાજ્ય કરો. ભરત હંમેશાં છત્ર આદિ ધારણ કરવાથી તમારી સેવા કરશે. () ક્હયું છે કે : – સ્ત્રીઓ સ્વભાવથી ચપલ હોય છે. સાચું જોનારી હોતી નથી. સ્વભાવથી કપટી હોય છે હે પુત્ર ! મેં તારું જે પ્રતિકૂલ કર્યું હોય તે મને ક્ષમા કર. ( ) તે વખતે રામે હયું કે હે માતા ! જો ભરત રાજ્ય ધારણ કરે તો લક્ષ્મણનું અને મારું મન ઘણો આનંદ પામે. (૨૬૮) આ પ્રમાણે ક્હીને તે વખતે રામે સર્વ રાજાઓની સમક્ષ ભરતનો રાજ્યાભિષેક પોતાના હાથે કર્યો () ભરત રામ લક્ષ્મણ અને સીતાના ચરણોમાં પ્રણામ કરીને જેટલામાં ચાલ્યો તે વખતે રામે આ યું કે (#)
આલસ્યોપહત: પાર્:, પાર્: પાવડસંશ્રિત:; રાજ્ઞાન સેવતે પાવ:, રુ: પાલ: વૃષીવન: શા एकं पादं त्रयं पादा:, भक्षयन्ति दिने दिने;
તથા ભરત! શવ્યું, યથા પાસે ન સીતિારા
આળસથી હણાયેલો પગ, પાખંડનો આશ્રય કરનારો પગ, એક પગ રાજાને સેવે છે. અને એક પગ ખેડૂત છે.