________________
૨૧૪
શ્રી શત્રુંજય-લ્પવૃત્તિ-ભાષાંતર દ્રાવિડે કહ્યું કે હે ભાઈ ! આ રાજ્ય તું જલદી લઈ લે. વારિખિલ્લે કહ્યું કે હે ભાઈ ! તું નિચ્ચે મારું રાજય લઈ લે. હે ભાઈ! મારે લક્ષ્મીવડે સર્યું. યુધ્ધ કરતાં મારાવડે જે પાપ ઉપાર્જન કરાયું છે તે પાપથી મારે નરકમાં પાત થશે. તે વખતે ક્ષણવારમાં બન્ને ભાઈઓએ વૈરનો ત્યાગ કરી પરસ્પર ખમાવી ઘણા સંઘને ભેગો કરી અનુક્રમે શ્રી સિધ્ધગિરિ ઉપર ગયા. ત્યાં બન્ને ભાઈઓએ નાગપૂજા આદિ કાર્યો કરીને પ્રથમ તીર્થંકરપ્રભુના બે મંદિરો – પ્રાસાદે કરાવ્યા.
એકસો આઠ એવા ઉત્તમ મંડપીવડે યુક્ત તે બને મંદિરોનાં સુંદર તોરણ સહિત ચાર દ્વારા શોભતાં હતાં. તે બને ભાઈઓએ શ્રી સિદ્ધગિરિઉપર મુખ્ય અરિહંતના મંદિરના અધોદ્ધારને નીચેના દ્વારને મજબૂત વિધિથી કરાવ્યું, તે પછી આવીને અનુક્રમે પોતાના રાજયઉપર પોત પોતાના પુત્રને સ્થાપન કરીને જિનમંદિરમાં જિનેશ્વરની પૂજા કરાવી. તે પછી મહોત્સવ કરવાપૂર્વક વારિખિલ્લ સહિત દ્રાવિડરાજાએ હર્ષપૂર્વક મહોદય મુનિની પાસે ચારિત્ર ગ્રહણ ક્યું. મહોધ્યમુનિએ યતિ સંબંધી ક્યિા શિખવાડવા માટે તે વખતે તે બન્નેને વિદ્યાધર સાધુ પાસે મૂક્યા. સારી રીતે ક્યિા શીખીને તપ કરવામાં તત્પર એવા બન્ને ભાઇઓ તે વખતે ઘણાં શાસ્ત્રોને ભણ્યાં. પ્રાપ્ત કર્યું છે આચાર્યપદ જેણે એવા તે બન્ને ભાઈ અનુક્રમે ૧૦ – કોડ સાધુઓ – સાથે શ્રીસિદ્ધગિરિપર ગયા. ત્યાં આવેલા ભવ્યજીવોની આગળ તે બન્ને ભાઈઓએ શ્રી શત્રુંજ્યનું માહાસ્ય આ પ્રમાણે કહયું.
अनन्तसुकृताधारः, संसाराब्धितरण्डवत्। शत्रुञ्जयः सुराष्ट्रासु-गिरिर्जयतिशाश्वतः॥५३॥ अत्र शत्रुञ्जये सिद्धा - अनन्तास्तीर्थयोगतः। सेत्स्यन्त्यत्रैव बहवो - ऽहंद्यतिप्रमुखा जनाः ॥५४॥ सिद्धलक्ष्योह्ययंक्रीडा - शैल: शत्रुञ्जयोऽद्भुतः। अत्रायातान् नरान् सद्यः, शिवस्थानं नयेत् द्रुतम्॥५५॥ इहायातै नरैर्मुक्ति - सुखास्वादोज्नुभूयते। મુક્તિમુશિ પ્રલો લેવઃ, પ્રથમ વિજ્ઞ તત્વદા शैलं दुर्गस्थितं चात्र, नरं नाभिभवन्त्यहो? कुकर्मरिपवः क्रूरा - अप्यनन्त भवानुगाः ॥५७॥ अत्रहत्यादिपापानि, विलयं यान्त्यपि, क्षणात्। सूर्योदये तमिस्त्राणि, सज्जने कुगुणा इव ॥५८॥
તે આ પ્રમાણે :- અનંતપુણ્યના આધારરૂપ, સંસાર સમુદ્રને તારવામાં વહાણ સમાન. શાસ્વત એવો શ્રી શત્રુંજયગિરિ સૌરાષ્ટ્ર દેશમાં જયવંતો વર્તે છે. આ શ્રી શત્રુંજ્યગિરિઉપર તીર્થના યોગથી અનંત જીવો સિધ્ધ થાયા છે. અને અહીંજ ઘણા અરિહંત અને યતિ વગેરે મનુષ્યો સિધ્ધ થશે. સિદ્ધના લક્ષ્યવાળો આ ક્રીડૌલ શ્રી શત્રુંજય અદભુત છે. અહિં આવેલા મનુષ્યોને તરતજ જલદીથી મોક્ષસ્થાનમાં લઈ જાય છે. અહીં આવેલા મનુષ્યોવડે મોક્ષનાં