________________
શ્રી રામ ક્યા અથવા જૈન ગીતા સંબંધ
૨૨૧
નારદ આશીર્વાદ આપીને કહે છે કે હું જિનેશ્વરોને વંદન કરવા માટે પૂર્વ વિદેહમાં ગયો હતો. હે મહાયશ ! ત્યાં પુંડરીણિી નામની નગરીમાં દેવો અને અસુરોથી વ્યાપ્ત પરિવરેલા) શ્રી સીમંધર જિનેશ્વરનો દીક્ષા મહોત્સવ જોયો. ત્યાં શ્રી સીમંધર ભગવંતને અને ચૈત્યોને નમસ્કાર કરીને મેમ્પર્વતપર ગયો. ત્યાં ઊર્ધ્વલોક્નાં જિનાલયોને પ્રણામ ક્ય. (રાજાની પરંપરામાં ફેર છે તે માટે) કેટલાક આચાર્યો કહે છે કે : -
આ પ્રમાણે ઈક્વાકુલમાં અનેક રાજાઓ વ્યતીત થયા ત્યારે અયોધ્યા નગરીમાં અનરણ્ય નામે રાજા થયો. (૧) તેની પટરાણી પૃથ્વી દેવીને બે પુત્રો ઉત્પન્ન થયા પહેલો અનંતરથ ને બીજો દશરથ (૨) અનરણ્ય રાજાએ દશરથ નામના પુત્રને રાજ્ય ઉપર સ્થાપન કરી પુત્ર અનંતરથ સાથે અભયસેન મુનિ પાસે અનરણ્ય રાજાએ દીક્ષા લીધી. (૩) અનરણ્ય મુનિ – 8 – અહમ – દશમ - દ્વાદશ ભક્ત – માસક્ષપણ અને અર્ધમાસક્ષપણવડે ભયંકર તપ કરી મોક્ષ પામ્યા. (૪) અનંતરથ મુનિ પણ – અનંતબલ – વીર્યને સત્વસંપન્ન, – સંયમ – તપને નિયમમાં રક્ત
એવા તે શાશ્વત સ્થાન પામ્યા. (૫) હંમેશાં ન્યાયમાર્ગવડે પૃથ્વીનું પાલન કરનારા તે દશરથ રાજાને શીલરત્નથી વિભૂષિત એવી રૂપવડે જીતી લીધી છે કામદેવની સ્ત્રીને જેઓએ એવી અનુક્રમે કૌશલ્યા – કૈકેયી – સુમિત્રાને સુપ્રભા નામે ચાર પત્નીઓ હતી. કૌશલ્યાએ કુંભ – સિંહ – હાથી અને સૂર્યના સ્વખથી અભિસૂચિત પદ્મ નામે (રામને) બલદેવ પુત્રને જન્મ આપ્યો. 5 સુમિત્રાએ સિંહ – સૂર્ય – ચંદ્ર- હાથી અગ્નિ લક્ષ્મી અને સમુદ્રના સ્વખથી અભિસૂચિત લક્ષ્મણ નામના વાસુદેવ પુત્રને જન્મ આપ્યો. ક કેક્ટીએ ઉત્તમ સ્વખથી યુક્ત ભરત નામના પુત્રને જન્મ આપ્યો. અને સુપ્રભાએ અદ્દભુત શત્રુબ નામના પુત્રને જન્મ આપ્યો (૧૦) અનુક્રમે પદ્મ (રામ) નારાયણ - લક્ષ્મણ પરસ્પર પ્રીતિવાલા થયા. તેવી રીતે શત્રુન અને ભરત પ્રેમમાં પરાયણ થયા. 5
. આ બાજુમિથિલા નગરીમાં જનક નામનો રાજા થયો. અને હરિવંશમાં ઉત્પન્ન થયેલી વિદેહા નામે તેની પ્રિયા થઈ. ક વિદેહાએ સુખપૂર્વક શ્રેષ્ઠ પુત્ર – પુત્રીના યુગલને જન્મ આપ્યો.પૂર્વ જન્મના વૈરથી પુત્રને એકાંતમાં પિંગલનામના દેવે હરણ કર્યું. હવે ઉત્પન્ન થઇ છે કરુણા-દયા જેને એવા તે દેવે કુંડલ વગેરે આભૂષણોથી શણગારીને તેને વૈતાઢ્ય પર્વતના વનમાં કોઇક ઠેકાણે મૂક્યો. ક હવે રથનૂપુર નગરના સ્વામી ચંદ્રગતિનામના વિદ્યાધરે એકાંતમાં તેને પ્રાપ્ત કરીને પોતાની પત્ની પુષ્પવતીને અર્પણ કર્યો. તે પછી જ્હયું 5 તારે કહેવું કે ગૂઢગર્ભવાલી મેં પુત્રને જન્મ આપ્યો છે. પતિએ કહેલું પત્નીએ લ્હયું ત્યારે રાજાએ જન્મોત્સવ કર્યો. કા
સજજનોને સન્માન કરીને પુત્રના દેહમાં ભામંડલ (નું ચિહ્ન)જોવાથી સજજનો સહિત રાજાએ તેનું ભામંડલ એ પ્રમાણે નામ આપ્યું. * પિતાવડે દિવસે દિવસે લાલન – પાલન કરાતો સુંદર રૂપવાલો ભામંડલ યુવતીઓને મોહ કરનારા યૌવનને પામ્યો. ક આ બાજુ પુત્રનું હરણ કરાયું જાણીને ઘણા શોક્વાળા જનકરાજાએ સર્વ સજજનોની સાક્ષીએ પુત્રીનું નામ સીતા આપ્યું. * જનકરાજા સીતાને યૌવન પામેલી જોઈને ઘણા પરાક્રમવાલો એવો પણ તે વરની ચિંતારૂપી સમુદ્રમાં પડ્યો.
તે વખતે અકસ્માત દેવની જેવા ઉક્ત એવા મમ્લેચ્છ આવીને જનાજાને દેશને અને લોકોને પણ ઉપદ્રવ કરવા લાગ્યા. (ક) પોતાના સેવકોને એકાંતમાં મોક્લીને મિત્રતાથી દશરથ રાજાને પોતાના દેશની પીડાનો વૃત્તાંત