________________
દ્રાવિડ અને વારિખિલ્લ રાજાની મુક્તિ ગમનની કથા.
दसकोडिसाहुसहिआ, जत्थ, दविडवालिखिल्लपमुहनिवा । सिद्धा नगाहिराए जयउ तयं पुंडरी तित्थं ॥ १९ ॥
૨૧૧
ગાથાર્થ :- જે ગિરિરાજઉપર દ્રાવિડ અને વારિખિલ્લ વગેરે રાજાઓ દશક્રોડ સાધુઓ સહિત સિધ્ધ થયા, તે પુંડરીક્તીર્થ યવંતુ વો.
ટીકાર્ય : - : – દશ કરોડ સાધુઓ સાથે ઇક્ષ્વાકુ વંશમાં થયેલા દ્રાવિડને વારિખિલ્લ વગેરે રાજાઓ જે શત્રુંજયપર્વતપર મુક્તિએ ગયા. તે શત્રુંજ્યનામનું તીર્થ લાંબા કાળસુધી ય પામો. તે આ પ્રમાણે :
--
શ્રી ઋષભદેવ સ્વામીના ( પાલક ) પુત્ર દ્રવિડરાજાને દ્રાવિડદેશ પાસે દ્રાવિડ અને વારિખિલ્લ નામે બે પુત્રો થયા. પહેલો દ્રાવિડ નામે અને બીજો વારિખિલ્લ નામે થયો.. તે બન્ને પુત્રો રૂપથી કામદેવને જીતનારા અને દાનમાં પરાયણ તત્પર થયા. દ્રાવિડ રાજાએ વિસ્તાર પૂર્વક શ્રી શત્રુંજ્યગિરિ ઉપર યાત્રા કરીને શ્રી ઋષભદેવ પ્રભુનો પ્રાસાદ ર્યો. દ્રવિડ રાજાએ એક વખત દ્રાવિડ નામના પુત્રને મિથિલા નગરીનું રાજ્ય ઉતાવળથી આપ્યું. ને વાિિખલ્લને એક લાખ ગામ આપ્યાં. હે બન્ને ઉત્તમ પુત્રો ! તમારે બન્નેએ વૈરથી વિસપણું ન કરવું. એ પ્રમાણે ક્હીને દ્રવિડ રાજાએ પ્રભુપાસે સંયમલક્ષ્મી લીધી. દ્રાવિડરાજા – અનુક્રમે રાજ્યલક્ષ્મી અને કીર્તિવડે વધતાં નાના ભાઇને જોઇને તેની ઉપર દ્વેષ ધારણ કરવા લાગ્યો. દ્રાવિડ રાજા હંમેશાં પોાતાના નાના ભાઇ વારિખિલ્લને લોભથી હણવાને ઇચ્છતો દિવસ કે રાત્રિએ જરા પણ નિદ્રા પામતો નથી. ક્હયું છે કે : -
पितरं मातरं बन्धुं - मित्रं भार्यां सुतं गुरुम् ।
लोभेनाभिभूतः संश्च हन्त्येव मानवः खलु ॥८॥
9
લોભથી પરાભવ પામેલો માનવ ખરેખર પિતા–માતા-બંધુ-મિત્ર-ભાર્યા–પુત્ર ને ગુરુને હણે જ છે.
બન્ને ભાઇઓ તે વખતે મોટું સૈન્ય ભેગું કરીને તે બન્ને ભરત અને બાહુબલીની જેમ યુધ્ધ કરવા લાગ્યા. વારિખિલ્લે દ્રાવિડના સેવકોને ઘણું ધન આપી લાખોને પોતાને આધીન કર્યા. દાનથી શું નથી થતું ? બન્ને સૈન્યમાં ૧૦ – કરોડ સૈનિકો હતા. ૧૦ – લાખ રથ – ૧૦ – લાખ હાથી, પ૦ લાખને ૧૦ લાખ – બીજા રાજાઓ બન્નેના
-