________________
શ્રી શત્રુંજયમાં શ્રી શાંતિનાથ પ્રભુના ચોમાસું રહેવાનો સંબંધ
૨૦૯ કહયું કે હે તાપસો ! શ્રી સિધ્ધગિરિઉપર જઈને શ્રી આદિનાથ ભગવંતને લ્યાણ માટે પ્રણામ કરશે. તે પછી ચક્રધર રાજા સાથે હર્ષિતમનવાલા તાપસો શ્રી શત્રુંજય તીર્થઉપર શ્રી ઋષભદેવ જિનેશ્વરને નમસ્કાર કરવા ચાલ્યા. ઘણી સ્ત્રીઓ – ઘણા વિદ્યાધરો ને તાપસો સહિત શાંતિનાથપ્રભુના પુત્ર શ્રી ચક્રધર રાજાને આવતાં જોઈને હર્ષિત થયેલો સંઘલોક તેમની સન્મુખ ગયો. તે પછી ચક્રધરરાજા ભક્તિથી સંઘનું સન્માન કરે છે.
ચક્રધરરાજા સુંદર ઉત્સવપૂર્વક ઘણું દાન આપતો સંઘની મધ્યમાં આવ્યો. અને ઋષભદેવ પ્રભુની પૂજા કરી. તે તાપસોપણ સાવધઆહારનો ત્યાગ કરીને શુધ્ધઅન્નને ગ્રહણ કરતાં શ્રી જિનેશ્વરે કહેલા ધર્મને આદરપૂર્વક કરે છે. ત્યાં રાજા દેવપૂજા અને સંઘપૂજા કરીને ઉત્સવ રવાપૂર્વક શ્રી શત્રુંજ્યતીર્થ ઉપર ચઢયો. ત્યાં તીર્થંકરપ્રભુની ઉત્તમ પાણીવડે અને પુષ્પવડેવિધિપૂર્વક પૂજા કરીને રાજાએ ધ્વજારોપણ આદિ ક્રિયાઓ કરી. તે વખતે વિધિપૂર્વક આરતીને મંગલદીપક કરીને રાજાએ પ્રભુની આગળ ભાવસ્તુતિ કરી. સ્વામીની પાદુકાની પૂજા કરીને સંઘસહિત રાજાએ રાયણવૃક્ષને પ્રદક્ષિણા કરી.
આ બાજુ ત્યાં સિંહદેવે આવીને રાજાને કહયું કે તિર્યંચગતિને પામેલા એવા મને તમારા પિતા શ્રી શાંતિનાથ પ્રભુએ પ્રતિબોધ પમાડીને ઘણાં સુખનામંદિર એવા દેવલોકમાં મોલ્યો. તેથી મેં અહીં તમારા પિતાનું (શાંતિનાથ પ્રભુનું) દેદીપ્યમાન મંદિર કરાવ્યું છે. તેથી ત્યાં આવીને શ્રી શાંતિનાથ અને શ્રી ઋષભદેવ પ્રભુની પૂજા કરીને હે રાજન ! પોતાના જન્મને સલ કરો. તે પછી રાજાએ ત્યાં જઈને જિનેશ્વરની પૂજા કરીને સંઘસહિત ચક્રધર રાજાએ પોતાનો જન્મ સફલ ક્ય. તે તાપસીએ પણ શ્રી સિધ્ધગિરિ ઉપર જઈને ભાવથી શ્રી ઋષભદેવ જિનેશ્વરને પ્રણામ કરીને પોતાનો જન્મ સફલ . ઉત્તમ ચિત્તવાલા તે તાપસીને ઘાતિકર્મનો ક્ષય થવાથી લોક અને અલોકને પ્રકાશિત કરનારું કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. જયાં તે તાપસો સિધ્ધ થયા. તે સ્થાને ચક્રધર રાજાએ “તાપસ ” નામનું જિનમંદિર બનાવ્યું. ચક્રધર રાજાએ ઘણાં નવીન જિનમંદિરો ક્ય. અને અનુક્રમે ધનનો વ્યયરીને જીર્ણ જિનમંદિરોનો ઉધ્ધાર કર્યો.
રાજાએ પ્રભાસતીર્થમાં ગિરનાર પર્વત પર – સમેત શિખરઉપર – અને અર્બદ ગિરિઉપર – યાત્રા કરીને જિનમંદિરોનો જીર્ણોધ્ધાર કર્યો. આ પ્રમાણે ઘણાં તીર્થોને વિષે અતિવિસ્તારથી યાત્રા કરીને નવાં જિનમંદિરો બનાવ્યાં. અને (જૂનાનો) જીર્ણોધ્ધાર પણ કરાવ્યો. રાજાએ વસ્ત્રદાનવડે ગુરુઓને પ્રતિભાભીને સંઘને જમાડીને પહેરામણી આપીને વિદાય ર્યો. રાજાએ સારા ઉત્સવપૂર્વક – નગરીમાં પ્રવેશ કર્યો. તે પછી દીપ્યમાન બલવાળો રાજા ન્યાયવડે પૃથ્વી પીઠ ઉપર શાસન કરવા લાગ્યો. આ બાજુ શ્રી શાંતિનાથ પ્રભુ સંમેત શિખરપર જઈને સર્વકર્મનો ક્ષય થવાથી જલદી મુક્તિનગરીમાં ગયા. જે સ્થાનઉપર શ્રી શાંતિનાથ જિનેશ્વર મુકિત પામ્યા. તે સ્થાનઉપર ચક્રધર રાજાએ શાંતિનાથ પ્રભુનું મંદિર કરાવ્યું. કોઈક્વાર ચક્રધરરાજા જ્ઞાનચંદ્રસૂરીશ્વર પાસે ધર્મ સાંભળવા ગયો ત્યારે ગુરુએ આ પ્રમાણે હયું. જીવો ક્ષમાવડે કરીને સઘળાં શુભ અથવા અશુભકર્મો ક્ષય કરીને સંયતરાજાની પેઠે ક્વલજ્ઞાન પામે છે.
સંખેડા નામના ગામમાં હિતકર નામનો વણિક શ્રાવક ધર્મની આરાધના કરીને દેવલોકમાં ગયો. ત્યાંથી ચ્યવીને સુમાપુરી નામની નગરીમાં વર્ધમાન નામનો રાજા થયો. તે હંમેશાં ન્યાયમાર્ગવડે પૃથ્વીનું પાલન કરતો હતો. તેજ નગરીમાં ચંદ્ર નામનો બ્રાહ્મણ હંમેશાં – અજ્ઞાન તપ કરીને જ્યોતિષ દેવલોકમાં જઈને ત્યાંથી અવીને જવલન નામનો