________________
શ્રી સગર ચક્રવર્તિનો સંબંધ
જેના હાથમાં બે તુંબડાં છે. જેના મુખમાં ચાર અક્ષરો છે. જેમને વિપલ એવું ભરત ક્ષેત્ર છે. એવા અમારા સ્વામિત્વને કોણ હરણ કરે ? આ પ્રમાણે જિનેશ્વરનું વચન સાંભળીને સગરચક્વર્તિએ જલ્દી પોતાની પાટ ઉપર (ગાદી પર ) ભગીરથના પુત્રને સ્થાપન ર્યો. સર્વ જિનમંદિરોમાં અષ્ટાનિકા મહોત્સવ કરીને પોતાની જાતે યાચકોને આદરપૂર્વક ઘણું ધન આપ્યું. સગરચક્રવર્તિએ એક હજાર રાજાઓની સાથે ઇન્દ્રે અને પુત્રે ર્યો છે ઉત્સવ જેમનો એવા તેણે શ્રી અજિતનાથ ભગવાન પાસે દીક્ષા લીધી. તે વખતે પ્રભુએ આ પ્રમાણે કહયું કે :– હે સગરમુનિ ! તમારે હવે મોક્ષના સુખને માટે શુધ્ધવ્રતને પાલન કરવું. કહયું છે કે :
सिंहत्ताए निक्खित्ता सिंहत्ताए पालित्ता । सहत्ताए निक्खिता, सीआलत्ताए पालित्ता । सीआलत्ताए निक्खिता, सिंहत्ताए पालिता । सीआलत्ताए निक्खिता सीआलत्ताए पालित्ता ॥
૧૯૯
કોઇક સિંહ પણે દીક્ષા લઇને સીંહની જેમ પાળે, કોઇક સિંહની જેમ દીક્ષા લઇને શિયાળપણે પાળે કોઇક શિયાલની જેમ લઇને સિંહની જેમ પાળે ને કોઇક શિયાળની જેમ લઇને શિયાળની જેમ પાળે
સગરમુનિ શ્રી અજિતનાથ સ્વામીની સાથે વિહાર કરતાં વૈયાવચ્ચ કરતાં વિવિધ પ્રકારના તપ કરવા લાગ્યા. અનશન – ઉણોદરી – વૃત્તિનો સંક્ષેપ – રસનો ત્યાગ – કાયક્લેશ અને સંલીનતા આ (છ) બાહ્ય તપ છે પ્રાયશ્ચિત્ત – વૈયાવચ્ચ – સ્વાઘ્યાય – વિનય – કાયોત્સર્ગ ને શુભઘ્યાન એ છ પ્રકારે અત્યંતર તપ છે. દેદીપ્યમાન એવા બાહય અને અત્યંતર તપરૂપી અગ્નિ દુ:ખે કરીને ક્ષય પામે એવાં કર્મોનો પણ તે જ ક્ષણે ક્ષય કરે છે. શ્રી જિનેશ્વરની ભક્તિ કરનારા – ૯૫ – પ્રમાણવાલા નૃસિંહસેનસ્વામી વગેરે સુંદર ગણધરો થયા.
ઘણી વખત શ્રી શત્રુંજયગિરિઉપર જઈને ઘણા મનુષ્યોને પ્રતિબોધ કરીને શ્રી અજિતનાથસ્વામી તીર્થંકર એક દિવસ સંમેતશિખર પર્વતપર ગયા. યું છે કે : – સાધુ – દેવ અને રાજાઓવડે નમસ્કાર કરાયેલા શ્રી અજિતનાથ પ્રભુ શ્રી શત્રુંજયગિરિઉપર ત્રણ હજાર વખત સમવસર્યા. એક હજાર સાધુઓ સહિત એક મહિનાના અનશનના ઉધમવાલા ચૈત્ર સુદ પંચમીના દિવસે પરમપદ પામ્યા. ( સંમેત શિખરમાં ) સગરમુનિ પણ શ્રી અજિતનાથપ્રભુની પેઠે ઘણાં ભવ્યજીવોને પ્રતિબોધ કરતાં ઘાતિકર્મનો ક્ષય થવાથી ઉજજવળ એવા કેવલજ્ઞાનને પામ્યા. ચિરકાલસુધી ભવ્યજીવોને ઉત્તમધર્મકાર્યને વિષે પ્રતિબોધ પમાડીને શ્રી સગરમુનિ શ્રી સિધ્ધગિરિઉપર મોક્ષને પામ્યા.
શ્રી સગર ચક્રવર્તિનો ઉધ્ધાર – સંપૂર્ણ.