Book Title: Shatrunjay Kalpa Vrutti Part 01
Author(s): Shubhshil Gani, Mahabhadrasagar, Kapurchand R Varaiya
Publisher: Shraman Sthaviralay Aradhana Trust
View full book text
________________
૨૦૦
શ્રી શત્રુંજય-ક્લ્યવૃત્તિ-ભાષાંતર
વ્યંતરેકૃત શ્રી શત્રુંજયતીર્થનાઉધ્ધારનો સંબંધ
કોઇવાર પૃથ્વીતલપર વિહાર કરતાં શ્રી અભિનંદનસ્વામી મનુષ્યો ને સંસારસમુદ્રથી તારનારા એવા શ્રી શત્રુંજયગિરિ ઉપર ગયા. રાયણવૃક્ષના તળિયામાં કોટા કોટિ દેવોવડે સેવા કરાતા શ્રી અભિનંદન સ્વામીએ આ પ્રમાણે શ્રી શત્રુંજ્યનું માહાત્મ્ય ક્હયું.
अयं शत्रुञ्जयक्ष्माघ्र - आन्तराऽरिनिषूदनः । सर्वपापहरो मुक्ति - सातसन्ततिदायकः ।।३।। प्राप्तेषु मुक्तिमर्हत्सु, नष्टे धर्मेऽपिकेवले । सर्वकल्याणकृत्तीर्थ-मिदमेव भविष्यति ॥४॥
આ શ્રી શત્રુંજ્યપર્વત અંતરંગ શત્રુનો નાશ કરનારો છે. સર્વ પાપને હરનારો છે. અને મોક્ષના સુખની પરંપરાને આપનારો છે. અરિહંતો મોક્ષને પામે છતે, કેવલજ્ઞાનરૂપી ધર્મ નષ્ટ થયે તે સર્વ જીવોનું કલ્યાણ કરનાર આજ તીર્થ છે. જે લોકો સિધ્ધાદ્રિગિરિઉપર જઇને શ્રી જિનેશ્વરનું ધ્યાન કરે છે અને પૂજા કરે છે. તે જીવો અલ્પકાળમાં કર્મનો ક્ષય કરીને મોક્ષને પામશે. જેઓ શ્રી સિધ્ધગિરિ ઉપર – પ્રાસાદ – પ્રતિમા – યાત્રા – પૂજા – દાન – આદિ કાર્યો કરે છે તેઓ પણ જલ્દી મોક્ષને પામશે. આ પ્રમાણે સાંભળીને તેજ વખતે ઉત્પન્ન થઇ છે ભક્તિ જેને એવા વ્યંતરેન્દ્રે શ્રી સિધ્ધગિરિઉપર (મંદિરોનો) જીર્ણોધ્ધાર અને નવાં મંદિર બનાવ્યાં.
=
–
વ્યસંરેન્દ્ર કૃત શ્રી શત્રુંજયનો ઉધ્ધાર સમાપ્ત.
ચંચશા રાજાકૃત શ્રી શત્રુંજયનો નવમો ઉધ્ધાર
શ્રી ચંદ્રપ્રભ જિનેશ્વર ભવ્યજીવોને પ્રતિબોધ કરતાં સુર અને અસુરોવડે નમસ્કાર કરાયેલા શ્રી શત્રુંજય પર્વતઉપર ગયા. ત્યાં જિનેશ્ર્વર ઘણાં ભવ્ય પ્રાણીઓના સમૂહને પ્રતિબોધ કરીને સગર ચક્રવર્તિથી લવાયેલા સમુદ્રના