Book Title: Shatrunjay Kalpa Vrutti Part 01
Author(s): Shubhshil Gani, Mahabhadrasagar, Kapurchand R Varaiya
Publisher: Shraman Sthaviralay Aradhana Trust
View full book text
________________
૨૦૬
શ્રી શત્રુંજય-કલ્પવૃત્તિ-ભાષાંતર
ચક્રધર રાજાને અહીં લાવ. તેની દૃષ્ટિ પડશે ત્યારે શત્રુઓનો સમુદાય નાસીને દૂર જતો રહેશે. તેથી પોતાના સૈન્યને પાછું વાળવાને ઇચ્છો હું તમારી પાસે અહીં આવ્યો છું. મારી ઉપર દયા કરીને તમે ત્યાં જલદી આવો. તમે ત્યાં આવશો ત્યારે શત્રુનું સર્વ સૈન્ય ચાલી જશે. હમણાં તમારા સરખો લોકોમાં પરોપકાર કરનારો કોણ છે ? કહ્યું છે કે
दानं वित्ताद् ऋतं वाचः, कीर्ति धर्मी तथाऽऽयुषः । परोपकारकरणं कायादसारात् सारमुद्धरेत् ॥४९॥
ધનથી દાન – વચનથી સત્ય – આયુષ્યથી કીર્તિ ને ધર્મ અને કાયાથી –શરીરથી પરોપકાર એમ અસારમાંથી સારનો ઉધ્ધાર કરવો જોઈએ. સંઘની રજા લઈને ક્લાપ્રિય વિધાધર સહિત રાજા જેટલામાં ખેટ લ્લિાની પાસે શત્રુઓના દ્રષ્ટિમાર્ગમાં આવ્યો. તેટલામાં દરેક દિશામાં કેપતા સર્વ શત્રુઓ સૂર્યના ઉદયથી જેમ અંધકારના સમૂહો ચાલ્યા જાય તેમ પોતાનું જીવતર લઈને નાસી ગયા. શત્રુઓનું સમસ્ત સૈન્ય ચાલી ગયું ત્યારે વિદ્યાધરપતિ ક્લાપ્રિયે ચક્રધરના બે ચરણોમાં નમીને બે હાથ જોડવાપૂર્વક આ પ્રમાણે કહયું.
તમે ભાઈ છે . તમે માતા છે. તમે મિત્ર છે. તમે પિતા ને સ્વામી છે. ને તમે દાદા છે. જે કારણથી દયાળુ એવા તમે ગયેલું રાજ્ય પાછું વાળ્યું અપાવ્યું. હે રાજન! મારી બેન ગુણમાલાને પરણીને તમે મારી ઉપર કૃપા કરીને જલદી દેવા રહિત કરશે. રાજાએ તે વાત કબૂલ કરી ત્યારે ક્લાપ્રિયે તેમને સુંદર ઉત્સવપૂર્વક ગુણના ભંડાર એવી ગુણમાલા આપી. બીજી પણ હજારો વિદ્યાધર ન્યાઓ જેમ ગુણવાન ને ગુણવાલા પસંદ કરે તેમ ચક્રધર રાજાને વરી.
ક્લાપ્રિયે કહયું કે અહીં સુર નામનું ઉધાન છે. હે સ્વામિ! હમણાં ત્યાં ક્રીડા કરવા માટે પધારો. તે વનમાં જઈને અત્યંત ઉજ્જવળ - સફેદ મહેલામાં જઈને ક્રીડા કરીને ગોખમાં રહેલા રાજાએ વિવિધ પ્રકારનાં વૃક્ષોની પંક્તિઓને જોઈ. કહયું છે કે :
पाली तालीद्रुमाली तलमिलितपथ श्रान्तविश्रान्तपान्थव्रातप्रख्यातघर्मातपहरणचणकङ्कणश्रीर्धरित्र्याम्। हेलोन्मीलनवीनामलबहु ललुलल्लोलकल्लोलमाला। लीलाखेलन्मरालीकुलकलविरुतैरुल्वण: पल्वलोऽयम्॥५९।। ईषल्लोलोर्मिपात प्रभववर भवल्लास्य लीलाभिरुच्चैरेषच्छेकश्चकेकी कलयति विरुता न्यावहनृत्ववृत्तम्। मद्रारावं प्रलुभ्यनिजयुवतियुतैश्चैष चक्रोऽपि चक्री - कृत्यग्रीवानताम्भोरुहबिशकवलानत्ति चात्यन्तहृष्टाः ॥६०॥