________________
૧૯૪
શ્રી શત્રુંજય-ક્લ્યવૃત્તિ-ભાષાંતર
यः सङ्घोऽप्यर्हतांपूज्यस्तीर्थङ्करैर्निवेदितः । તસ્થાપિ પ્રત્યની વે, વંતે નારા હૈિં તેરશા आराध्यः सर्वथा संघो, न विराध्यः कदापि सः संघाराधनतो मुक्ति-र्नरकस्तद्विराधनात् ॥ २०२॥
જે સંઘ તીર્થંકરો – અરિહંતોને પણ પૂજ્ય હેલો છે, તેના પત્યે જે શત્રુપણું કરે છે તે જીવો નારકો થાય છે. સંઘની સર્વ પ્રકારે આરાધના કરવી. ક્યારે પણ તેની વિરાધના ન કરવી. સંઘની આરાધના કરવાથી મુક્તિ થાય છે. ને તેની વિરાધના કરવાથી નરક થાય છે. તીર્થના માર્ગમાં જતાં યાત્રિકોને જેઓ પીડા કરે છે. તેઓ ગોત્રસહિત નાશ પામે છે. ને નિચ્ચે દુર્ગતિમાં જાય છે.
તે નરકમાંથી નીકળીને તેઓ મહાસમુદ્રમાં મત્સ્ય થયેલા ને અનુક્રમે માછીમારોવડે જાળમાં બંધાયેલા તેઓ નક્કી મરણ પામ્યા. ત્યાંથી નીક્ળીને તેઓ ર્ક્સ શૃગાલી થયા. ને ત્યાંથી સિંહ થયા. ત્યાંથી મહાસમુદ્રમાં પાપના ઉદયથી તેઓ મત્સ્ય થયા. ત્યાંથી મરીને કોઇક વનમાં દુષ્ટચિત્તવાલા – શિકાર કરવામાં તત્પર એવા ભિલ્લ થયા. ને શાંત ચિત્તવડે સાધુને જોયા. સાધુની પાસે ધર્મનો ઉપદેશ સાંભળીને તે ભિલ્લો ભદ્રભાવને પામ્યા ને તે જ વખતે દયાળુપણાને પામ્યા. સાધુ ભગવંતો તે ભિલ્લોને બોધ કરવા માટે ત્યાં ચોમાસુ રહયા. અને તે ભિલ્લોએ સાતે વ્યસનોનો ત્યાગ ર્યો.
હે ચક્રવર્તિ ! ત્યાંથી મરીને તેઓ તમારા પુત્રો થયા અને સંઘને લૂંટ્યાના સામુદાયિક પાપવડે હમણાં એક સાથે મરણ પામ્યા. અલ્પ આયુષ્યવાળો ધન વગરનો – ોગી – ચાકર – મુખનારોગથી યુક્ત એવો પાપ કરનારો પ્રાણી અનુક્રમે નરકમાં અનંતાનંત દુઃખવાલો થાય છે. અહિંસાના ફલરૂપે – દીર્ઘ આયુષ્ય – શ્રેષ્ઠરૂપ – આરોગ્ય – વખાણવા લાયકપણું આ બધું અહિંસાનું લ છે. બીજું શું કહેવું ? તે – અહિંસા સર્વ ઇચ્છાઓને પૂરી પાડનારી છે. કુંભારના જીવ પુણ્યથી ભીમ અને ભગીરથ થયા. કારણ કે તે વખતે તેઓએ સંઘને લૂંટ્યો ન હતો. ક્હયું છે કે :–
मनसापिच सङ्घस्य - ये भक्तिं कुर्वते जना: । तेषां स्वर्गापवर्गादि-सुखं भवति निश्चितम् ॥ १ ॥ ये तीर्थयात्रिनो लोकान् वस्त्रान्नाम्बुविसर्जनै: । प्रीणयन्ति भवेत्तेषां - तीर्थयात्राफलं महत् ॥ १ ॥
=
જે પ્રાણીઓ મનથી પણ સંઘની ભક્તિ કરે છે. તેઓને નિશ્ચે સ્વર્ગ અને મોક્ષ આદિનાં સુખ થાય છે. વળી કહયું છે કે : – જેઓ તીર્થ યાત્રાએ જનારા લોકોને વસ્ત્ર – અન્ન અને પાણી આપવાવડે પ્રસન્ન કરે છે. તેઓને તીર્થયાત્રાનું મહાન લ થાય છે. શ્રી સંઘ એ પ્રથમ તીર્થ છે. અને તે પણ આત્માને વિષે ક્લ્યાણને ઇચ્છનારાવડે તીર્થના માર્ગમાં જતો તે સંધ વિશેષે કરીને પૂજાય છે. હે રાજા ! તમારા આ પુત્રોએ સંઘને લૂંટ્યાથી જે પાપ કર્યું હતું