________________
૧૯૨
શ્રી શત્રુંજય-ક્લ્યવૃત્તિ-ભાષાંતર
મારો પુત્ર યમરાજવડે પોતાને ઘેર લઇ જવાયો છે. તે કારણથી હમણાં હું અત્યંત દુ:ખી થયો છું. કહયું છે કે :
वृद्धस्य मृतभार्यस्य, मृतपुत्रस्य निश्रियः । जीवितान्मरणं श्रेयो - न स्थातुं युक्तमत्र हि ।। १५८ ।।
મરી ગઇ છે સ્ત્રી જેની, મરી ગયો છે પુત્ર જેનો – એવા અને લક્ષ્મીવગરના વૃધ્ધને જીવિતકરતાં મરણ કલ્યાણકારી છે. જે કારણથી અહીં રહેવું ખરેખર યુક્ત નથી. બ્રાહ્મણની વાણી સાંભળીને ચક્રવર્તિએ શ્રેષ્ઠ વૈદ્યોને બોલાવીને તેને જિવાડવા માટે ઔષધ અપાવ્યું. ઘણાં ઔષધો આપવાવડે કરીને જ્યારે તે પુત્ર ન જીવ્યો ત્યારે ઇન્દ્રે વૈધનારૂપને ધારણ કરતાં આવીને આ પ્રમાણે ક્હયું.
જેના ઘરમાં કોઇપણ મનુષ્ય પહેલાં મર્યો ન હોય તેના રસોડામાંથી ચાકર પાસે રાખ મંગાવો. તે ભસ્મ જે આ બ્રાહ્મણના બાળકને ચોળવામાં આવે તો હે ચક્રવર્તિ ! જીવે. અન્યથા ક્યારે પણ ન જીવે. તે પછી રાજાના સેવકો જે ઘરમાં રાખ લેવા માટે જાય છે. ત્યારે તે ઘરના સ્વામીઓ તે લોકોને આ પ્રમાણે હેવા લાગ્યા. ખરેખર અમારા ઘરમાં પહેલાં પિતા વગેરે મરી ગયા છે. તેથી રાજાના સેવકો લોકોએ કહેલું રાજાની આગળ કહેવા લાગ્યા. તે પછી ચર્તિએ હયું કે મરણવગરના મારા ઘરમાંથી રસોડામાં ઉત્પન્ન થયેલ રાખ હે ચાકરો ! તમે જલ્દી લાવો.
ચક્રવર્તિના ઘરમાં ચક્વર્તિના સેવકોએ ભસ્મ ગ્રહણ કરી ત્યારે ચક્વર્તિની પત્નીઓ બોલી કે અહીં ઘણા પૂર્વજો મૃત્યુ પામ્યા છે. આ જાણીને ચક્વર્તિ બોલ્યો કે સર્વ લોકોનાં ઘરમાં પૂર્વજો મૃત્યુ પામ્યા છે. અહીં શું ઔષધ કરાય? તે પછી બ્રાહ્મણ અત્યંત રુદન કરતો હતો ત્યારે ચક્વર્તિના પુત્રના સેવકો ત્યાં આવીને જવલનપ્રભ દેવથી પોતાના સ્વામીનું મૃત્યું કયું. આ સાંભળી સગરચક્વર્તિ દીનસ્વરે અત્યંત રુદન કરતો પડખે રહેલાં મનુષ્યો અને પક્ષીઓને પણ રડાવવા લાગ્યો.
જયારે અત્યંત દન કરતો ચક્રવર્તિ જરાપણ ન અટક્યો તે વખતે બ્રાહ્મણે કહ્યું કે હે રાજન ! તું શા માટે રડે છે ? મારો એકનો એક પુત્ર મરી ગયો. હું હણાયેલો થયો. હવે આધાર વગરના એવા મારી સેવા હમણાં કોણ કરશે ? જો મારો પુત્ર જીવશે તો હું ખરેખર જીવીશ. જો મારો પુત્ર મરી જશે તો અવશ્ય હમણાં તને હું હત્યા આપીશ. તે વખતે ચક્રવર્તિ બોલ્યો કે હે વિપ્ર ! કોઇ પણ ઠેકાણે મૃત્યુ પામતો જીવ દેવોવડે રાજાઓવડે માતા –પિતા ને ભાઇવડે રક્ષણ કરી શકાતો નથી. તે પછી બ્રાહ્મણે કહયું કે હે રાજા હું તો હમણાં પુત્ર વગરનો થઇ ગયો છું. તમારે તો બે પુત્રો છે. તો તમે હમણાં કેમ રડો છો ? તે પછી ચક્વર્તિએ કહયું કે હે વિપ્ર ! મારા સઘળા પુત્રો બળી ગયા તેથી હું અગ્નિના યોગથી જલ્દી પ્રાણનો ત્યાગ કરીશ. તે પછી ચક્રવર્તિએ નગરની બહાર મોટી ચિતા કરાવીને તેમાં પ્રવેશ કરીને જેટલામાં બળાત્કારે સજજનોની સાક્ષીએ અગ્નિ આપ્યો. ત્યારે બ્રાહ્મણનું રૂપ છોડીને ઇન્દ્રે રાજાને કહ્યું કે મારાવડે તારી પાછળ જનારા બે પુત્રો રક્ષણ કરાયા છે. ઇન્દ એવા મારાવડે બ્રાહ્મણનું રૂપ કરીને મરણથી રક્ષણ કરાયેલા આ તારા બે પુત્રો હમણાં અહીં લવાયા છે. તે જાઓ.